SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જે બૃહદ્ ગુજરાત અનેક નામી-અનામી ગુર્જર સંસ્કૃતિના ભાવુક વાહકોએ શ્રદ્ધા સમર્પણનાં ભાવસુમનો લઈને પ્રેમ ભક્તિ દ્વારા માનવજીવનને એક નૂતન સમાજનો આકાર આપ્યો. જેમાં જીવનની શુષ્કતાને ખંખેરી જીવનને રસભર કરવાની અમૂલ્ય જડીબૂટ્ટી મળી રહે છે. જીવનના અનુભવને આત્મસાત કરનારા ગુજરાતના સંત કબીર ગણાતા ભોજાભગતની ચિંતન અનુભૂતિની ભારોભાર સરાહના ટાગોરે અને મહર્ષિ અરવિંદ પણ કરી છે. આવા કેટલાક સંસ્કારદાતાઓનો પરિચય આ ગ્રંથમાં કરાવીને મનસુખલાલ સાવલિયાએ ખરેખર જ્ઞાનગંગા વહાવી છે. સંસ્કૃતિના ઉપદેખા સિદ્ધપુરુષો ઉપરની ડૉ. નવિનચંદ્ર ત્રિવેદીની લેખમાળા પણ એટલી જ મનનીય છે. બન્ને સાક્ષરોને મનોમન વંદીએ છીએ. યશગાથાના પરિચાયકો : સ્મૃતિ ચિહ્નો: આંખ ભરી ભરીને જોવો ગમે તેવાં ગુજરાતનાં કલા સ્થાપત્યો અને દેવમંદિરોની હારમાળા ખરેખર તો પ્રાચીન શિલ્પકળાનાં ધોતક છે. આજે પણ ધર્મસ્થાનોમાં દર્શન દેતાં એ દિવ્ય પ્રતિભાઓનાં સ્વરૂપો કેવાં મનોહર અને સુંદર લાગે છે ! એ જોયા પછી એમ જરૂર લાગે કે આ ભૂમિની ગરિમાનો સૂર્ય હજુ આથમ્યો નથી. આ ભૂમિએ જેમ ક્ષાત્રવટ-રાજનરેશો આપ્યા તેમ હેમચંદ્રાચાર્યથી માંડીને ઉમાશંકર સુધીના સારસ્વતસ્વામીઓ પણ આપ્યા. આવનારી નવી પેઢીને એક ચોક્કસ મજબૂત આધાર અને નક્કર દિશા મળે, પૂર્વની અને વર્તમાનની આપણી અસ્મિતાને જાણવા-માણવા મળે એ સંદર્ભે જ આ ગ્રંથપ્રકાશન હાથ ધરાયું છે. માનવીમાં પડેલી મહાશક્તિને સમજવા અને તેની અંદરની સારપ પ્રાપ્ત કરી લેવા આ પુરુષાર્થી અભિયાન સૌને આત્માનંદરૂપ મકરંદનો આસ્વાદ જરૂર કરાવશે જ એવી એક પાકી શ્રદ્ધા છે. આ શ્રદ્ધા જ જીવનનું મોટું બળ છે, આ શ્રદ્ધા જ આપત્તિઓના પ્રચંડ ધરતીકંપો વચ્ચે પણ મનની સ્થિરતા અને શાંતિની ગંગોત્રી બની રહે તેમ છે. આ શ્રદ્ધા જ માણસને મહાન કાર્યો માટે પ્રેરે છે. ગુર્જરભૂમિને યશ, કીર્તિ અપાવવામાં જેમનાં સુકૃત્યોની કમાણી અને સત્કાર્યોનું શુભ પરિણામ સુવર્ણાક્ષરે અંકિત થઈને આપણી ગૌરવપરંપરાના મુકુટમણિ સમાન છે તેવા, જન સમાજ માટે પ્રકાશમાન આવા સાત્ત્વિક ઘરદીવડાઓ કાયમ વિરાટ સ્વરૂપે પ્રકાશમાન જ રહેશે, કાળ કે વાયુની ઝપટ તેમને ક્યારેય ઓલવી શકતી નથી. સમાજની સાત્ત્વિકતાને બહાર લાવવા આવા પરિમલ ગુલાબી વ્યક્તિત્વમાંથી આશા, શ્રદ્ધાના સંતરણો મેળવી ગૌરવગરિમા અનુભવીએ એ જ આ ગ્રંથપ્રકાશનનો મુખ્ય ઉપક્રમ રહ્યો છે. ચિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મપરિષદમાં જૈન ધર્મનો પ્રભાવક પરિચય કરાવવાનું માન મહુવાના વીરચંદ રાઘવજી ગાંધીને ફાળે જાય છે. વિવેકાનંદની જેમ તેમની રજૂઆતમાં પણ અદ્ભુત સામર્થ્ય હતું. એવી જ એક બીજી સમર્થ પ્રતિભા શિકાગો ધર્મપરિષદમાં ગયેલા ચિંતક કવિ વલ્લભ પોપટ અંગે પણ ઘણું કહેવાયું છે. ખંભાતના ઉદયન મહેતાએ ખંભાતને શણગાર્યું અને કુમારપાળને ગુર્જરપદે સ્થાપી અમારીની ઘોષણામાં યશસ્વી પ્રદાનના ભારોભાર નિમિત્ત બન્યા, વાગભટ્ટ અને આંબડ મહેતા પણ દહેરાસરનાં નિર્માણમાં બહુ મોટા કામ કરી ગયા. અમેરિકા ખાતે વિશ્વશાંતિ સંસ્થા “યુનો”ના આંગણે “મિલેનિયમ વિશ્વશાંતિપરિષદ”માં હિંદુત્વનું શાનદાર પ્રતિનિધિત્વ કરીને શાંતિદૂત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજે જ્યારે આશીર્વાદ આપ્યા ત્યારે પ્રચંડ પ્રતિસાદથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો. સ્વામીશ્રીએ ભારતીય સંસ્કૃતિની અનેરી આભા પાથરી દીધી હતી. પોતાનો અંતરાત્મા બળવાન હશે, રાખરખાવટના વિચારો ઊંચા અને ઉમદા હશે, રોજબરોજના સાંસારિક વ્યવહારો મોભાદાર હશે તો માણસની જીંદગીમાં ચમત્કારોની હારમાળા હંમેશા સરજાતી રહેવાની જ. તેરમી સદીમાં થયેલા દેદા શાહની કર્તવ્યપરાયણતા આપણને કોઈ ઊંચી ભૂમિકામાં લઈ જાય છે. નમ્રતાના ભંડાર સમા મહુવાના Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy