SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ કર્યો. જે કવિઓના સમર્થ પૂર્વજો રાજકર્તાના પ્રીતિપાત્ર હતા. કવિ કો ન જાને, તાહિકો કોન જાને? ફાર્બસ સાહેબના આગમનથી શાંતિ, વિદ્યા, કળા અને કૌશલ્ય વગેરે વધવા માંડ્યાં. ફાર્બસ સાહેબ સુખદ સામગ્રી વધારવા સાધનરૂપ હતા. કર્નલ કુલજેમ્સ, કર્નલ વાલેસ અને રેવ. પીટીટ વગે૨ે ગૃહસ્થોને સામેલ રાખી ઇ. સં. ૧૮૪૮માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપી અને આ સોસાયટીના સંબંધોમાં ઇ. સં. ૧૮૪૯માં સરસ્વતી મંદિરનું પુસ્તકશાળાનું સ્થાપન ગુજરાતમાં પ્રથમ અમદાવાદમાં ભદ્રના દરવાજા ઉપર થયું. આ સોસાયટીએ નિશાળ પણ સ્થાપી. તા. ૨૨-૧૧-૧૮૪૯ થી તા. ૩-૧-૧૮૫૦ સુધી જજ અને સેશન જજનું કામ ફાર્બસ સાહેબે અમદાવાદમાં ચલાવ્યું. તા. ૧૫-૪-૧૮૫૦માં સુરતમાં આસિ. જજ અને સેશન જજ થયા. સુરતમાં અષ્ટવિશી સોસાયટી ઊભી કરી અને પોતે તેના મંત્રી થયા. અને સુરત સમાચારના નામે એક પત્ર પ્રગટ કરાવ્યું.સુરત સમાચાર તંત્રી રા. મુકુંદરાયજી ઉપર વિરોધ પક્ષવાળાએ એક તુચ્છ અપરાધ મૂક્યો અને કામ ચાલ્યું પણ ફાર્બસ સાહેબે દરમ્યાનગીરી કરી છોડાવ્યા. સુરતમાં એન્ડ્રુઝ પુસ્તકશાળા સ્થપાઈ તે પણ ફાર્બસ સાહેબના કારણે જ. ઇ. સં. ૧૮૫૧માં ફાર્બસ સાહેબ સુરત સુધરાઈનો ધારો ચલાવનાર અધિકારી નિમાયા. તેમણે કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજીને ધારાનો આશય લોકોને સમજાવવાનું કામ સોંપ્યું. તા. ૧-૫-૧૮૫૧માં તેઓ અમદાવાદના આસિ. કલેક્ટર અને મેજીસ્ટ્રેટ નિમાયા અને એજ વર્ષના જૂલાઈ માસમાં ધોળકા અને વીરમગામ તેને સ્વાધીન થયા. ઇ. સં. ૧૮૫૩ના જૂન માસમાં અમદાવાદના એકિટંગ જજ અને સેશન જજ નિમાયા. અમદાવાદમાં પ્રથમ પગ મૂક્યો ત્યારે હસ્તલિખિત ગ્રંથોની શોધખોળ ચાલુ હતી. પ્રાકૃત મહાકવિ ચંદનો પૃથ્વીરાજ રાસો મળવો દુર્લભ હતો. તે માટે આણંદ, વિજાપુર વગેરે ગામોમાં ઘણી શોધખોળ કરાવી પણ મળી શક્યો નહિ. અખંડ ગ્રંથ મળવો મુશ્કેલ હતો. Jain Education International બૃહદ્ ગુજરાત મુંબઈની રોયલ એશિયાટિક સોસાયટીમાં એક પ્રત છે. એવું સાંભળવાથી ત્યાંનું પુસ્તક પણ મંગાવ્યું તે પણ અપૂર્ણ હતું. પછી સમાચાર મળ્યા કે બુંદિકોટાના રાજવી પાસે પૃથ્વીરાજ રાસો આખો છે. છતાં તે પણ પૂરો મળ્યો નહિં. તેની પ્રતિકૃતિ કરાવી તે સંપૂર્ણ પુસ્તક આશરે ૮૦ હજાર શ્લોકનું છે. આ પુસ્તક મંગાવતા રૂ।. ૧૧૦ તો માત્ર ટપાલ ખર્ચના થયા. આ દુર્લભ ગ્રંથ નાણાં ખર્ચી લખાવી લીધો. તે હાલ મુંબઈમાં ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયમાં છે. પછી તો ફાર્બસસાહેબે અનેક પુસ્તકો અને અનેક પુસ્તક ભંડારો જોઈ નાખ્યા. લેખો, શિલાલેખો, તામ્રપત્રો અને રાજદરબારોના રેકોર્ડ પણ તપાસ્યા અને જરૂરી પુસ્તકોનો સંગ્રહ પણ કર્યો અને તેમાં પ્રબંધ ચિંતામણિ, ભોજ પ્રબંધ, પૃથ્વીરાજ રાસો, કુમારપાલ રાસો, રત્નમાલા, પ્રવીણ સાગ૨, જગદેવ પરમાર, બાબી વિલાસ, શ્રી પાલરાસ, કેશરાસ અને હમીર પ્રબંધ વગેરે મુખ્ય ગ્રંથો છે. તેને બરાબર સમજી રાસમાળામાં ઉપયોગ કર્યો છે. પોતે પોતાના સંશોધનમાં રાસ ગ્રંથોનો ઉપયોગ કર્યો. તેથી તેના ગ્રંથનું નામ રાસમાળા રાખ્યું. મહીકાઠાંમાં પોતે પોલિટિકલ એજન્ટ હતા ત્યારે રાજકુમારને વિદ્યાભ્યાસ કરવા માટે એક નિશાળ સ્થાપી. તે ફાર્બસ શાળા નામે પ્રસિદ્ધ છે. પછી ઇ. સ. ૧૮૫૨માં ઇડરના ક્ષત્રિય રાજાઓના સહકારથી ઇડરમાં કવિ મેળાનું આયોજન કર્યું. તેમાં કવિઓની કવિતા સાંભળી પોતે યોગ્ય મદદ કરી. આમ પોતે ગુજરાતના મહિમાનો જીર્ણોદ્ધાર કરવા અનેક સ્થળેથી સામગ્રી એકઠી કરતા રહ્યા. તા. ૨૮-૩-૧૮૫૪માં પોતે યુરોપ સિધાવ્યા. ગુજરાતમાંથી તેનું શરીર યુરોપ ગયું. પણ તેમનું મન ગુજરાતમાં હતું. ત્યાં રહીને પણ ગુજરાતની સેવા ચાલુ રાખી. રાસમાળા નામે ઇતિહાસ ગ્રંથ લખાયા. રાસમાળા ભાગ-૨ ઇ. સ. ૧૮૫૬માં લંડનમાં રિચર્ડસન બ્રધર્સના મુદ્રાલયમાં સુંદર રીતે મુદ્રાંકિત કરાવી સચિત્ર પ્રસિદ્ધ કર્યો. રાસમાળાની રચનામાં પોણા ત્રણ વર્ષ થયાં તે પછી ફાર્બસ સાહેબ ઇ. સ. ૧૮૫૬ના નવેમ્બર માસમાં ભારતમાં પાછા ફર્યા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy