SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન લખપતિ વણજારો લૂંટાઈ ગયો. તે રોતો કકળતો પોતાના સાથીઓ સહિત ખીમ સાહેબ પાસે આવ્યો. ખીમ સાહેબે તેને આશ્વાસન આપી રાત રોકી દીધો. અને સવાર થતાં તેને જગાડી લૂંટાયેલા રૂપિયા સવા લાખ આપી વિદાય કર્યો. ખીમ સાહેબના ધામમાં અપાર ધન છે, એમ સમજી મેધ ખાચર નામે એક લૂંટારો સંતના ધામમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો. તેણે ઘણી શોધખોળ કરી પણ કાંઈ મળ્યું નહિ. ખીમ સાહેબે તેને આશ્વાસન આપ્યું. પછી તે જ્યાં જુવે ત્યાં ધનના ઢગલા દેખાવા લાગ્યા, આ લૂંટારાને પણ ગુરુદેવે ભક્ત-સંત બનાવી દીધો. આરબનો એક ખલાસી પણ ખીમ સાહેબનો કૃપા પાત્ર બન્યો હતો. તેને અનેક શિષ્યો હતા. ખીમ સાહેબે રવિ સાહેબ સાથે મહાપ્રયાણની તૈયારી કરી. સંવત ૧૮૫૭માં સમાધિ લઈ લીધી. સમર્થ કવિ ત્રિકમ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયમાં જે સમર્થ કવિઓ થયા એમાં ત્રિકમ સાહેબનું નામ પણ મોખરે છે. ચોવીસે કલાક ખોળામાં બેસારીને ફરતા ડુંગરા જેની ચોકી કરે છે. જ્યાં નાથ કંથડનાં બેસણાં છે. આવી કચ્છ વાગડની વંકી ધરતીમાં આવેલ રામવાવ ગામે ત્રિકમ ભગતનો હરિજન જ્ઞાતિ (ગરવા)માં જન્મ થયો. તેમના પિતાનું નામ માંડણ મહારાજ અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. ખેતો અને મનજી નામે ત્રિકમ ભગતના બે ભાઈઓ હતા. ત્રિકમ ભગતનાં લગ્ન બાલ્યાવસ્થામાં થયાં. તેમનાં પત્ની ભિનબાઈને એક જ સંતાન હતું. ત્રિકમ સાહેબને આત્મારામથી તાલી લાગી ગઈ અને તે ગુરુને ગોતવા ગરવા ગિરનારની યાત્રાએ ગયા. ગુરુ દતાત્રેયની આજ્ઞા લઈ માભોમમાં પાછા આવ્યા. કબીર સાહેબના ધંધાભાઈ ત્રિકમ ભગત શાળ ઉપર કપડાંના તાણાવાણા વણતાં રામનામ રટતા. પછી તેણે કાગનોરાના ડુંગરની ધારમાં એક મોટી ગુફા હતી. આ ગુફામાં રામગર નામે એક મહાત્મા રહેતા. ત્રિકમ ભગત દરરોજ આ મહાત્માનાં દર્શન કરી પોતાને કૃતકૃત્ય માનતા. એક દિવસ ત્રિકમ ભગત પોતાના ખેતરમાં સાંતી હાંકતા હતા. ત્યાં પેલા મહાત્મા ગુફામાંથી બહાર આવ્યા પણ Jain Education International * ૩૪૯ એના પગમાં મોટી મૂળ પેસી ગઈ. યોગીરાજ ફસડાઈ પડ્યા, બાવળની શૂળ પગમાંથી કાઢી પોતે ચાલ્યા ગયા. ત્રિકમ ભગતે આ દૃશ્ય જોયું, તેને ઘણું દુ:ખ થયું, પોતે પોતાનું સાંતી પડતું મૂકી યોગીની ગુફા પાસે ગયા અને ગુફાની આજુબાજુમાંથી ઝાળાં, ઝાંખરાં, કાંટા, કાંકરા દૂર કરવાનું કામ શરૂ કરી દીધું. સાંજ સુધીમાં તેણે ગુફાની આજુબાજુનો ભાગ અરીસા જેવો સ્વચ્છ બનાવી દીધો અને પછી આ કાર્યક્રમ રોજીંદો બની ગયો. શૂળ, કાંટા અને બોરડીનાં ઝાળાથી ઘેરાયેલી ગુફા એક જ દિવસમાં સ્વચ્છ થયેલી જોઈ યોગીરાજને નવાઈ લાગી. મહાત્માને મન તો બધું સરખું હતું. કાંટા, કાંકરા કે ઝાળાં એને કોઈથી ચેતીને ચાલવાનું ન હતું. એક દિવસ વહેલી સવારે અંધારામાં ત્રિકમ ભગત ગુફાના દ્વાર પાસે વાસીદું વાળતા હતા. ત્યાં એકાએક યોગી મહારાજ ગુફાની બહાર આવ્યા. ત્રિકમ ભગત પાણીનો ઘડો નીચે મૂકી મહાત્માના ચરણમાં ઢળી પડ્યા. યોગીએ ભગત ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. ‘“બેટા! કાંઈ કહેવું છે?'' ‘‘હા બાપજી! મને ગુરુમંત્ર આપો.” ત્રિકમ ભગતે કહ્યું. ત્રિકમ ભગતની આવી માગણીથી મહાત્મા મુંઝાણા કારણ કે, પોતે જીંદગીભર કોઈના ગુરુ ન થવાનો નિયમ લીધો હતો. “બેટા! હું તો તને મારો શિષ્ય બનાવી શકું નહિ. પણ તું રાપરમાં જા. જ્યાં ભાણ સાહેબના પુત્ર અને રવિ સાહેબના શિષ્ય ખીમ સાહેબ બીરાજે છે. એ તને ગુરુમંત્ર આપશે. તેને મારું નામ આપજે અને નિશાની માટે આ મારો અંચળો આપું છું. હું તો હવે ઝાલાવાડમાં લીંબડી પાસે રંગપર ગામે જઈ સમાધિ લઈશ.' ત્રિકમ ભગત રાપર આવ્યા. ખીમસાહેબ પોતાના નિત્યકર્મથી પરવારી દરિયાસ્થાનમાં પોતાના આસન ઉપર બેઠા છે. ત્યાં ત્રિકમ ભગત દરિયાસ્થાનમાં દાખલ થઈ ખીમ સાહેબ પાસે હાજર થઈ ગયા અને હાથ જોડી પગમાં પડી ગયા. એક ગામડિયા હરિજનને ખીમ સાહેબના પગમાં પડતા જોઈ ત્યાં બેઠેલા ભાવિક ભક્તો ઉશ્કેરાઈ ગયા. એક સેવકે પોતાના પગમાંથી ચાંખડી કાઢી ત્રિકમ ભગતના કપાળ ઉપર મારી. ચાંખડીનો ઘા ત્રિકમ ભગતના કપાળમાં સખત વાગતાં લોહીની ધારા ચાલી. આથી ખીમસાહેબના કોમળ હૃદયમાં અકથ્ય વેદના થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy