SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ દુઃખિયાનાં દુઃખ દૂર કરતા આગળ વધ્યા. આ યાત્રામાં રવિ સાહેબે ઘણા ચમત્કારો કર્યા. તેના ચમત્કારની ઘણી વાતો છે. આ યાત્રામાં તેમણે એક લખારા ગામમાં ચિંતામણિની રચના કરી. ત્યાંથી ભક્તિરૂપી ગંગા વહાવતા શેખડી (શેરડી) પાછા ફર્યા. ત્યાં ગુજરાતના પ્રેમી ભક્ત પ્રીતમદાસ તેને મળવા આવ્યા. બન્ને ભક્તોને મિલન અને સત્સંગનો ઘણો આનંદ થયો અને આસપાસના લોકો પણ કૃતાર્થ થયા. તે પછી રવિ સાહેબ ગિરનારની યાત્રા કરવા નીકળ્યા. ત્યાં તેને ગુરુદતાત્રેય અને ગોરખનાથનાં દર્શન થયાં. તે થોડા દિવસ ગિરનાર પર્વત પર રહ્યા. અને ત્યાં તેને કચ્છના સંત નિર્ભયરામ અને અન્ય સંતોનો સમાગમ થયો. ત્યાંથી તેઓ કચ્છ તરફ આવવા નીકળ્યા. આ પ્રવાસમાં અનેક સ્થાને અનેક સાથે સત્સંગ અને જ્ઞાનગોષ્ટિ થઈ અને ખીમસાહેબને મળવાનો સુઅવસર મળ્યો. ખીમસાહેબે પોતાનો પુત્ર ગંગારામ રવિ સાહેબને અર્પણ કર્યો. રવિ સાહેબની સંતવાણી ગુજરાતમાંથી મારવાડ સુધી પહોંચી ગઈ. ત્યાં થરાદ નામક રાજ્યના રાજકુમા૨ મો૨ા૨ પ્રેમદીવાના બની રવિ સાહેબના શરણમાં આવ્યા. આગળ જતાં તે રાજકુમાર સૌરાષ્ટ્રના પ્રતાપી સંત મોરાર સાહેબના નામથી પ્રસિદ્ધ થયા. આગળ વધી રવિ સાહેબ વાંકાનેર પહોંચ્યા. ત્યાં રતનદાસને મળ્યા. તેના આગ્રહથી રવિ સાહેબને થોડા દિવસ ત્યાં રોકાવું પડ્યું. અને ત્યાં તેણે મહાપ્રયાણ કર્યું. ગુરુ વિયોગમાં મોરાર સાહેબ અતિ વ્યાકુળ થયા. અને મોરાર સાહેબ ગુરુના શરીરને પાલખીમાં પધરાવી પોતાનાં સ્થાને ખંભાલિયા લઈ જવા પાલખી પોતે ઉપાડીને ચાલવા લાગ્યા. પણ તે ઉતાવળે હાલી રહ્યા હતા. ત્યાં પાલખીમાંથી અવાજ આવ્યો. ‘મોરાર! જરા ધીમે હાલ્ય.’’ છેવટે મોરાર સાહેબની પ્રાર્થનાથી રવિ સાહેબે પડખું ફેરવી આંખો ખોલી અને મોરાર સાહેબને ઉપદેશ આપ્યો. ખંભાલિયાના સંત ધામમાં પ્રેમસાગર ઊમટ્યો. મોરાર સાહેબને ગુરુએ છેલ્લી ઘડીએ ખંભાલિયામાં રહેવાનો અને સમાધિ લેવાનું જે વચન આપેલ તે પરિપૂર્ણ કર્યું-સંતનું વચન સત્ય જ હોય. Jain Education Intemational બૃહદ્ ગુજરાત આ રીતે પુણ્ય પ્રકાશમય જીવન વીતાવી સંવત ૧૮૬૦માં મહાપ્રયાણ કર્યું. પણ તેની દિવ્યવાણી આજેય લોકહૈયામાં ગૂંજે છે. સદ્ગુરુ દેવ ખીમ સાહેબ સદ્ગુરુ દેવ ખીમસાહેબ એટલે પૂ. ભાણ સાહેબના સુપુત્ર. ખીમ સાહેબનો સમય સં. ૧૭૯૦ થી ૧૮૫૭ સુધી માનવામાં આવે છે. ખીમસાહેબનું બાળપણનું નામ ખીમજી હતું. ખીમ સાહેબ રવિ સાહેબના શિષ્ય હતા.રવિ સાહેબે ભાણ સાહેબના પુત્ર ખીમ સાહેબને પાંખમાં લઈ સાચી ગુરુદક્ષિણા આપી હતી. ખીમ સાહેબની દૃષ્ટિમાં વિશ્વનો પ્રકાશ હતો, લોકો કહેતા એમની આંખોમાં નૂરનો દરિયો છલકાય છે. ખીમ સાહેબના હાથે એક ઉત્તમ કામ થયું હતું. રામવાવના હરિજન ત્રિકમ ભગતને પોતાનો શિષ્ય બનાવી ખીમ સાહેબે પોતાનો વિશ્વપ્રેમ અને સમદષ્ટિને પ્રગટ સ્વરૂપ આપી દીધું. એમના સંત જીવનની આ એક મહાન સિદ્ધિ હતી. કોઈ પણ સંકોચ વગર બેધડકપણે એ જમાનામાં તેણે હરિજન ભક્તને શિષ્ય તરીકે સ્વીકારી સ્પૃશ્ય-અસ્પૃશ્ય કે નાત જાતનાં બંધન તેણે ફગાવી દીધાં હતાં. ખીમ સાહેબ રવિ સાહેબની આજ્ઞાથી કચ્છના રાપર ગામે રહેતા. ધ્યાનમાં મસ્ત રહેનાર ખીમસાહેબ ઘણો વખત ભગવત્ સ્મરણમાં વીતાવતા. તે ઘણા પ્રભાવશાળી સંત હતા. તેની પણ ચમત્કારની અનેક વાતો લોકોમાં પ્રસિદ્ધ છે. તેને ધણા લોકો વરૂણદેવનો અવતાર માનતા. નાવિકો તેને ‘દરિયા પીર’ કહીને વંદન કરતા. રાપર ગામ સમુદ્ર કિનારે હોવાથી લોકો અને નાવિકો યાત્રામાં જતા પહેલાં ખીમ સાહેબનાં ચરણોમાં હાજર થતા અને આશીર્વાદ લઈ પછી યાત્રામાં જતા. ખીમ સાહેબના આશીર્વાદથી સદા એમનું કલ્યાણ થતું. નાવ સમુદ્રમાં ડૂબતી તેવા સમયે ખીમ સાહેબ ત્યાં પ્રગટ થઈ ડૂબતી નાવને બચાવી લેતા. આવા ચમત્કારની વાત પણ લોકોમાં પ્રચલિત છે. ખીમસાહેબ જેવા ભવસાગરથી તારનાર ગુરુ હતા, એવા દાની પણ હતા. કચ્છના રણમાં હરજીવન નામનો એક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy