SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ જે બૃહદ્ ગુજરાત સમયે સમયે ધર્મચેતનાનો વિશાળ વ્યાપ વધારનારા ગુજરાતના આ સંત સમુદાયમાંથી કેટલાંક દરિદ્રનારાયણની સેવા માટે ખભે કાવડો ચડાવી, રોટલા માટે ચાવલ કે આટો માંગી સદા બહાર અન્નક્ષેત્રો ચલાવ્યાં અને ભૂખ્યાં જનોની આંતરડી ઠારી. કેટલાકે જ્ઞાનસંપદાની સરવાણી વહેતી રાખવા પાઠશાળાઓ અને સ્વાધ્યાય કેન્દ્રો દ્વારા જ્ઞાનની વિશાળ ક્ષિતિજો ખુલ્લી કરી, કેટલાકે પોતાનાં શુદ્ધ બિલોરી કાચ જેવાં નિર્મળ ત્યાગમય જીવન દ્વારા અજ્ઞાની જીવોને પરમાર્થના માર્ગે ચડાવ્યા, કેટલાકે ઉપદેશો અને વ્યાખ્યાનો દ્વારા સંસારકૂપમાં પડેલાંઓને સંસાર તરવા માટે અવલંબન આપી મોક્ષધામના દ્વાર ખોલી આપ્યાં. ત્યાગ વૈરાગ્યનું મધુર સંગીત સંભળાવી સંતો મહર્ષિઓની જાગૃતચેતનાથી જ અત્રે શાંતિ સભાવનાના ભાવો વહેતા રહ્યા છે. શાસ્ત્રી પાંડુરંગદાદા, સંતરત્ન ડોંગરેજી મહારાજ અને સૌરાષ્ટ્રમાં રણછોડદાસજીએ માનવહિતના ગજબનાં કામો કરી માનવતાના પવિત્ર પ્રવાહને વહેતો રાખ્યો છે. - રોમાંચક જીવનધારાના આવા સંતોની સાથે ગુજરાતમાં ગંગાસતી જેવી સતીઓ પણ ઘણી થઈ, જેમાંના કેટલાંક પવિત્ર નામોની આજે પણ માનતાઓ ચાલે છે. ચારણજ્ઞાતિના આઈ નાગબાઈ, ગિરના આઈ સોનબાઈ ચલાળાના મળીબાઈ. પોરબંદર-બોખીરાના નિરલબાઈ, બરડાના સંત લીરીબાઈ, ખંભાળીયાનાં સંત લોયણ, સતી તોરલ જેમણે જેસલ જાડેજાને સતનો મારગ બતાવ્યો. ધર્મ પુરસ્કર્તાઓ અને ધર્મપ્રવર્તકોએ મન મૂકીને અત્રે જે કાંઈ ભારેમોટી પ્રભાવના કરી છે તેનાથી જ આપણી જીવનવણા આજે ગૂંજતી રહી છે. અને તે જ આપણું મોટું સદ્ભાગ્ય છે. બ્રહ્મભટ્ટોનાં કેસરિયાં : એક ભક્તિ ઉપાસના ઇતિહાસની ઉષા તો હજુ પ્રગટું પ્રગટું થઈ રહી હતી ત્યારે પણ પાલીતાણાની ભૂમિ એક મહાન તીર્થભૂમિ બની ચૂકી હતી. વિશ્વનો જૈન સમાજ આ ભૂમિના તેજ પ્રકાશના જે સૌંદર્ય-સંસ્કૃતિ માણી રહ્યો છે તેના પાયામાં આ તીર્થની રક્ષા કાજે ખોળામાં મસ્તકો લઈને બ્રહ્મભટ્ટ કોમના સંખ્યાબંધ દૂધમલિયા યુવાન બેટડાઓ કે જેઓ હસતે મુખે શહાદત વહોરી ધરતીની ધૂળમાં સદાને માટે પોઢી ગયા તે રહેલા છે. વિધર્મી બાદશાહોના આક્રમણ સમયે આ તીર્થની રક્ષા કાજે બ્રહ્મભટ્ટ બારોટોની આ શહાદત હકીકતે તો બારોટના લોહીમાં વણાયેલી એક જબરજસ્ત સાધના, ભક્તિસાધના અને ઉપાસના જ હતી. સાધના કે ઉપાસનામાં વ્યક્તિની ચિત્તશુદ્ધિ કે સમુહનું આંતરવિશ્વ હંમેશા જલ્દીથી ખુલી જાય છે અને પૂર્ણતાનો વાસ્તવિક આનંદ અનુભવાય છે. જલદ કુરબાનીઓ વગર કોઈપણ કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી આ સનાતન સત્ય સમજવું જ પડે. આ પ્રસંગમાં બ્રહ્મભટ્ટોનાં સ્વાર્પણ અને કેસરિયાંની સામુહિક ભાવનાનાં દુર્લભ દર્શન થાય છે. ગુજરાતના અન્ય ઘણા તીર્થોમાં પણ બ્રહ્મભટ્ટો આવી જ વીરતાનાં દર્શન કરાવે છે. સદીઓનો ઇતિહાસ પણ સાક્ષી આપે છે કે રાજદરબારો હોય કે રણમેદાનો હોય બારોટો હંમેશા મોખરે જ રહ્યા છે. સર્જનશક્તિના ગૌરવનું રક્ષણ કરનારા આ બારોટો જ હતા. આ ગ્રંથમાં જ લોકસાહિત્યમાં જ્ઞાનદર્શી બારોટ કવિઓ ઉપરની લેખન શ્રેણીમાં નજર કરી જવી. બ્રહ્મભટ્ટ બારોટો આમેય ધગધગતા અંગારા જેવા હોય છે પણ સમયકાળે કરીને આ અંગારા ઉપર રાખ વળી ગઈ છે, એ રાખ ઉડાડનારાઓની આજે તાતી જરૂરત છે. શહાદતની એવી ખમીરવંતી પ્રેરકકથાઓ પર કાળના થર ભલે બાઝયા હોય પણ એવા શક્તિસભર જીવતરનાં પોત અને નેકટેકની બીજી ઘણી વાતો આ ગ્રંથમાં જ શ્રી દોલતભાઈ ભટ્ટની લેખમાળામાં વાંચવા મળશે. જાતે મશાલ બનીને બીજાને અજવાળતા લોકોનું અસ્તિત્વ હજુ આ ધરતીને શોભાવી રહ્યું છે. સર્વસમર્પણ અને ન્યોછાવરીએ જ આ ભૂમિની આન અને શાન ટકાવી રાખી છે. ધન્ય ગુર્જરભૂમિ! ' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy