SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન શાળા, કોલેજ છોડી સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવનારાઓમાં ગુજરાત કોલેજના વિનોદ કિનારીવાલા અને ઉમાકાન્હની શહાદતને આજ પણ સૌ વંદી રહ્યા છે. એવું જ કોમી આગ બુઝાવવા શહીદી વહોરનાર વસંત હેગીસ્ટે અને રજબઅલી લાખાણીનું બલિદાન યાદ રહેશે. આઝાદીના સમગ્ર એપીસોડમાં બ્રહ્મસ્વરૂહ શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદનો ફાળો પણ નાનો સુનો નથી. ગુજરાત : તપોભૂમિનું શ્રદ્ધાકેન્દ્ર: સમયે સમયે સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિવર્તનો નિહાળ્યાં. આ ભૂમિને સાર્થક કરનાર અનેક વંદનીય વિભૂતિઓની, પોતાના જ્ઞાનોજ્જવલ પ્રકાશથી પથરાયેલી ધર્મવૈભવની અનોખી શોભા આપણને લાંબી સ્મૃતિયાત્રામાં લઈ જાય છે. કવિવર નાનાલાલ કહે છે તેમ - ગિરિ ગિરિ શિખર શિખર સોહત મંદિરે ધ્વજ ને સંત મહંત, ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ આપણો ગુણિયલ ગુર્જર દેશ." 34 સંત સૌરભથી મહેંકતી આ ભૂમિ ઉપર અનેક સંપ્રદાયો ઉદય પામ્યા અને પાંગર્યા, સદ્વિચાર અને સુકૃત્યો દ્વારા મુક્તિ મેળવીને માનવજીવનને સાર્થક કરનારાઓનો એક વિશાળ ભક્તિવંત વર્ગ જોવા મળ્યો, સંયમજીવનમાં સાધનાનાં સુમનો ખીલવી ઉગ્ર તપસ્યા અને અપ્રમત્ત સાધનાના બળે આધ્યાત્મિક પગદંડી ઉપર ચાલીને ધર્મભાવનાને બળવત્તર બનાવનારા પ્રગતિશીલ પરિબળો પણ યુગે યુગે ઉદ્ભવ્યાં. જીવનનાં પારદર્શક મૂલ્યોને સમજાવતો ચક્રવર્તી સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આજ પણ મોજૂદ છે.સંતોની સૂવાસથી વિભૂષિત થયેલી સૌરાષ્ટ્રની ભૂમિ પર બગદાણા, વીરપુર કે સતાધાર જેવી ઘણી જગ્યાઓ વિદેશોના અનેક ભાવિકજનોનું આસ્થાકેન્દ્ર બની રહી છે. ભાવનગરમાં રામમંત્રમંદિરના પ્રેરણાદાતા પૂ. મુનિ મહારાજ ભાવનગર ચિત્રાના અદ્ભુત સંત મસ્તરામબાપા, સાદા નિર્મોહી બજરંગદાસબાપુ, દુઃખીશ્યામબાપા, ભાવનગરમાં ગોળીબાર હનુમાનની જગ્યાએ મોટું તીર્થ બનાવી દેનાર અને દુષ્કાળમાં લાખો ગાયોને પાળનાર પોષનાર પૂ. મદનમોહનબાપા આ સૌનો ભક્તગણ મોટી સંખ્યામાં ગુજરાતમાં પથરાયેલો છે. મુસ્લીમ ઓલીયાઓની દરગાહો ઉનાવા, સરખેજ, શાહઆલમ વગેરે જાણીતા સ્થળો છે. સંસારના સર્વ સંબંધો છોડીને મહાભિનિષ્ક્રમણ કરી ત્યાગ અને સમર્પણની માત્ર ભાવનાથી ભક્તિના સર્વોચ્ચ શિખરે પહોંચનાર અસંખ્ય મહામાનવોની મૂલ્યવાન ભેટ ગુજરાતને મળી છે. તેઓએ જ્ઞાન, ભક્તિ અને શ્રદ્ધાના દીવડા પ્રગટાવ્યા અને જેમની કીર્તિનો ચાંદ આજે પણ ગુજરાતમાં સોળે કળાએ પ્રકાશી રહ્યો છે. Jain Education International શાશ્વત શાંતિની ઓળખ માટે આ ગ્રંથના સંતોના પરિમલ પરિચયો આપણને સમજાવે છે કે ભાવના હશે તો હૃદયમાં નિર્મળ ભાવશુદ્ધિ સરળ બની રહેશે. ભાવથી જ પરમાત્માનું સાનિધ્ય અનુભવાય છે. સાચા ભાવ વગરના તમામ કર્મકાંડો નકામા છે. આંખ અને હૈયાં જેટલાં ચોખ્ખાં હશે એટલે અંશે આપણો જીવનબાગ મઘમઘતો બની રહેશે. આ ગ્રંથના ધર્મમંગલ વિભાગમાં આ બધી ચિંતન પ્રસાદીનો આસ્વાદ જરૂર માણશો. વિવેકમર્યાદાસંબંધે પણ આ સંતો આપણને સમજાવે છે કે જીવનમાં પ્રગતિ અને વિકાસ, સિદ્ધિ અને સમૃદ્ધિનો માનવીને ક્યારેક નશો ચઢે છે તો હાર અને હતાશા માનવીને ક્યારેક ઘણો બધો બોધપાઠ આપી જાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy