SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ બૃહદ્ ગુજરાત હતી, તેઓની શાસનશૈલી પ્રજાસુખરક અને લોકોપકારક હતી, કલ્યાણગામી હતી, તેઓની ધર્મમંડિત જીવનપ્રણાલી પણ કહેવાય છે કે અજોડ હતી. આ સૌની તેજસ્વીતા અને અમીરાતથી ઇતિહાસનાં પાનાં ખ્યાતિ પામ્યાં. નૃપતિઓ અને મંત્રીવરો ઉપરની લેખમાળમાં ડૉ. પંકજ દેસાઈએ પણ સારું એવું બયાન આપ્યું છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો. ૧૯૫૬ના નવેમ્બરમાં ગુજરાત-મહારાષ્ટ્રના વિશાળ દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થતાં ક્રાંતિકારી લોકનાયક ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની નીચે મહાગુજરાત માટેની લડત લાંબી ચાલી, છેવટે દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત રાજય અસ્તિત્વમાં આવ્યું. ૧૯૬૦ના મે મહિનાની પ્રથમ તારીખે ધન્ય પ્રભાતે, નૂતન ગુજરાત રાજ્યનો ઉદય થયો. સાબરમતીના તટ ઉપર ઐતિહાસિક ગાંધીઆશ્રમનાં પટાંગણમાં મિતભાષી, શાંતિપ્રિય અને નિર્લેપી લોકસેવક પૂ. રવિશંકર મહારાજના શુભ હસ્તે આજના ગુજરાત રાજ્યનો માણેકથંભ રોપાયો, ઝળહળતું તોરણ બંધાયું, અનેક અરમાનો સાથે ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું. ૧૯૬૦ થી ૨૦૦૨ સુધીમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓ બનીને જે સુકાનીઓ ગુજરાતને મળ્યા તે નામોને પણ યાદ કરીએ. જીવરાજભાઈ મહેતા, બળવંતભાઈ મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા, ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, સુરેશચંદ્ર મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી. મુક્તિસંગ્રામમાં ગુજરાત મોખરે ૧૯૧૫માં મહાત્મા ગાંધીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી સ્વાતંત્રયજ્ઞનો પ્રારંભ કર્યો તે પહેલાં પણ ગુજરાતે સ્વાતંત્ર્યસંગ્રામમાં યશસ્વી ફાળો આપ્યો. ૧૮૫૭થી ૧૯૪૨ની ‘હિંદ છોડો' સુધીની લડતોમાં, જનતાજુવાળના પ્રચંડ આંદોલનમાં, ગુજરાત હંમેશા મોખરે રહ્યું. ગુજરાતમાં ૧૯૧૮માં શરૂ થયેલા ખેડા સત્યાગ્રહમાં નાકરની લડતનો વખતે આદેશ અપાયો તેમાંથી જ લડતનો નાદ તીવ્ર અને બુલંદ બન્યો. આ સ્વાતંત્ર્યસંગ્રામમાં ગાંધીવિચારધારાને જીવનમાં આત્મસાત્ કરનારા કેટલાક કર્મઠ કાર્યકરોના પરિચયો આ ગ્રંથમાં જ શ્રી દશરથલાલ બી. શાહે વ્યવસ્થિત રીતે રજૂ કર્યા છે. ગાંધી દર્શનના અનુયાયીઓની આ પરિચયશ્રેણીમાં પૂ. કસ્તૂરબા, મહાદેવ દેસાઈ, પરીક્ષિતલાલ મજુમદાર, ભારતના એકવખતના વડાપ્રધાન અને ભારતીય મુત્સદ્દીગીરીના ભિષ્મપિતામહ મોરારજીભાઈ દેસાઈ, અડીખમ કર્મવીર ઠાકોરભાઈ દેસાઈ વગેરેના પચીશ જેટલા પરિચયો ગ્રંથસ્થ થયા છે. વખતોવખતની રાષ્ટ્રીય લડતોમાં પણ અનેક વિભૂતિઓનું જે પ્રશસ્ય યોગદાન હતું તેમાં મીઠુંબેન પીટીટ, વીર નરીમાન, અબ્બાસ તૈયબજી, શ્વેબ કુરેશી, ફુલચંદભાઈ શાહ, રામનારાયણ પાઠક, સ્વામી આનંદ, મામા સાહેબ ફડકે, અકબર ચાવડા, દરબાર ગોપાલદાસ, રવિશંકર મહારાજ, જુગતરામ દવે અને ભણશાલી જેવા સંતપુરુષ મોહનલાલ પંડ્યા જેવા ક્રાંતિકારી; ઉમાશંકર, સુંદરમ્, સુશીલ, કાકાસાહેબ અને મેઘાણીજી જેવા દેશદાઝથી ભરેલા સાહિત્યસ્વામીઓ; પ્રચંડ વ્યક્તિત્વ અને રાષ્ટ્રિય નેતૃત્વ ધરાવનારા વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવલંકર, ભુલાભાઈ દેસાઈ જેવા વકીલો; ચંદુભાઈ દેસાઈ, ભાસ્કરભાઈ પટેલ અને હરિપ્રસાદ દેસાઈ જેવા ડૉકટરો લડતમાં હંમેશા મોખરે હતા. ડૉ. હરિપ્રસાદ ડૉકટરી કરતાં કરતાં ગાંધી મૂલ્યોને થી વિવિધ નાગરિકસેવામાં હંમેશા મોખરે રહ્યા, તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન પ્રમુખ પણ રહ્યા તેમનું જીવન યુવાપેઢી માટે આદર્શરૂપ હતું. આવા નિસ્વાર્થ સેવકો ઘણા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy