SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૩ જ કરાવ્યો. તક્ષશિલા અને કાશમીરની વિદ્યાઓને ગુજરાતમાં લાવનાર આ હેમચંદ્રાચાર્ય જ હતા.” સત્તા અને પ્રતિષ્ઠાના ઉચ્ચ આર ને બિરાજવું એ શુભક સિવાય શક્ય નથી બનતું. ઇતિહાસન, ધટના ક્રમમાં સ્વરાજ પહેલાન, આપણા ગોહિલ રાજવીઓનાં શૌર્ય-પ્રતાપ સંબંધે રોમાંચક વાતો આપણા રાષ્ટ્રિય શાયર મેઘાણીજીએ “સૌરાષ્ટ્રની રસધાર’માં મુક્ત મને નોંધી છે. લોકહૃદય સુધી પહોંચેલા કવિ કાગબાપુએ પણ ‘કાગવાણી'માં સુંદર જમાવટ કરી છે. આ “કાગવાણી' પાંચ ભાગમાં પથરાયેલ છે. પ્રજાપાલનમાં ચિવટ અને કાળજી લેનારા જે કેટલાક રાજવીઓ કર્મશીલ હતા તેમાં વડોદરાના સયાજીરાવે, લોકહૈયામાં વસેલ રાજકોટના લાખાજીરાજે અને એંડલના ભગવતસિંહજીએ પ્રજાઘડતરનું પાયાનું કામ કર્યું છે. કર્નલ જોરાવરસિંહ અને જનરલ રાજેન્દ્રસિંહજીએ સંરક્ષણક્ષેત્રે એક અનોખી યશગાથા રચી છે. આપણે જેમ રાજવીઓ અને કુશળ કારભારીઓની રાજરમતના આટાપાટામાં તેમની પારંગતતા જોઈ, એ જ આગેવાનોને ધર્મભક્તિના માહોલમાં અને વિદ્યાવ્યાસંગના પરિપ્રેક્ષ્યમાં પણ આપણે ઓળખ્યા. આ બધી વિગતો દ્વારા આ ગ્રંથમાં જ ઐતિહાસિક પ્રતિભાઓનું સુંદર રસદર્શન જૂનાગઢના ઇતિહાસપ્રેમી શ્રી પ્રદ્યુમ્નકુમાર ખાચરે કરાવ્યું છે. પ્રજા અને રાજા વચ્ચેનો આદર્શ પ્રેમ અને વાત્સલ્યનું દાંત જેવું રાજા રામનું છે એવું જ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજીનું છે. પ્રજાએ તો હંમેશા તેમને દૈવી ભક્તિભાવથી જ જોયા હતા. ગોહિલકુળભુષણ ભાવનગરના આ નરેશ પ૬૫ રાજાશાહી રાજ્યોમાંથી પોતાની રાજસત્તા પ્રેમથી પ્રજાને ચરણે ધરી દેવામાં ભારતના ઇતિહાસમાં પહેલ કરી. દરિયાદીલના આ દરબારનો એ ત્યાગ અસાધારણ અને વિરલ હતો. બ્રાઝીલ એટલે ભારત જેવો જ વિશાળ દેશ ત્યાંના એક ગામમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું એક વિશાળ બાવલું મૂકવામાં આવ્યું છે જે તેમની ગાયો પરત્વેના પશુપ્રેમની પ્રતીતિ કરાવે છે. ગોહિલકુળના ગરવા ઇતિહાસનું છેલ્લું પ્રકરણ સોનેથી મઢીને સમાપ્ત કર્યું. મદ્રાસના ગવર્નર તરીકે પણ આ રાજર્ષિની સેવા નોંધપાત્ર હતી. આ પુણ્ય પ્રતિભાની બહુ નજીક આવવાનો સુયોગ ઇ. સ. ૧૯૫૫માં આ ગ્રંથના સંપાદકને પણ સાંપડ્યો હતો. એ પ્રસંગ યાદગાર હતો. ફરજિયાત શિક્ષણનું નક્કર કાર્ય આર્ષદૃષ્ટા અને લોકપ્રિય એવા વડોદરાના મહારાજા સયાજીરાવે સિદ્ધ કરી બતાવ્યું. તેમની સ્મૃતિમાં ઠેર ઠેર મૂકાયેલાં પૂતળાંઓ આજે પણ પ્રેરણા આપે છે. વડોદરાની આજની સુંદરતા અને વિકાસનો યશ ગાયકવાડ સયાજીરાવ ત્રીજાને ફાળે જાય છે. ઇતિહાસમાં ધર્મપ્રિય મંત્રીઓ અને આદર્શ દીવાનોની પરંપરા પણ એવી જ શોભાયમાન હતી. આ મંત્રીઓ વ્યવહારકુશળ અને વિનયશીલ હતા. વસ્તુપાલ, તેજપાલ જેવા નવરત્નોએ બનાવેલા બેનમૂન મંદિરો અને મૂર્તિઓ જોઈને આજે પણ દુનિયા દંગ રહી જાય છે. એમણે મજીદો બંધાવી અને સોમનાથની પૂજા પણ કરી હોવાના ઉલ્લેખો મળે છે. એ બધું આંખને વારંવાર હરખાવે છે. હૃદયને ભાવાવિત કરી મૂકે છે. આચારધર્મની સુવાસ પ્રસરાવનારી પ્રતિભાઓએ જ આપણી ગરિમાને વધારી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી ૯૬ વર્ષ પહેલા પાંચ ગગનચુંબી ભવ્ય શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કરી શ્રી અક્ષરપુરૂષોત્તમ– શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કર્યું હતું. ભાવનગરના દીવાન ગગા ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી, શામળદાસ મહેતા, જૂનાગઢના ગોકુળજી ઝાલા, ધ્રાંગધ્રાના મકનજી, મોરબીના કલ્યાણરામ, પોરબંદર-રાજકોટના કરમચંદ ગાંધી આ સૌની શાસનસેવા અજોડ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy