________________
335
પ્રદીપિકા વગેરે વાંચવાથી માલુમ પડે છે કે, સ્વામીજીએ કેટલા શાસ્ત્ર કેવા કેવા પંડિતો પાસેથી ભણ્યા હશે. તે રીતે ભાષા સાહિત્યમાં એને ઊંડી રુચિ હતી. ભાષા કાવ્યમાં સમસ્ત અંગ અને ઘણા રીતિ ગ્રંથ, છંદ, અલંકાર, રસ અને બધા પ્રકારની ચાતુરીમાં તેણે ઘણી યોગ્યતા પ્રાપ્ત કરી હતી.
સાંખ્ય, યોગ, વેદાંત, ઘણા શાસ્ત્ર, ઉપનિષદ, ગીતા, યોગ વશિષ્ઠ, શંકરભાષ્ય વગેરેનું તેણે ઘણું ઊંડું મનન કર્યું હતું. યોગ સાધના અને મહાત્માઓના સત્સંગ, ગોસ્વામી તુલસીદાસનાં દર્શન અને અનેક પ્રસિદ્ધ મહાત્માઓનો, યોગીઓ, જ્ઞાનિઓ અને પંડિતોના સત્સંગનો તેણે ઘણો લાભ લીધો હતો. તેનામાં ઘણી સ્મરણશક્તિ હતી.
કાશીથી સ્વામીજી ક્યારેક ક્યારેક પ્રયાગ, બિહાર, દિલ્હી સત્સંગ અને વિદ્યાભ્યાસ માટે ચાલ્યા જતા, તેણે રસપ્રબોધ અને દશમ અષ્ટક જેવા ગ્રંથો લખ્યા છે, જે વેદાંત, જ્ઞાનવાળાને ઘણા ઉપયોગી છે.
‘જ્ઞાન સમુદ્ર’ નામે ગ્રંથ તો સુંદરદાસે પોતે જ ગ્રંથાકારે રચેલો છે. એમ સ્પષ્ટ જણાય છે. જ્ઞાન સમુદ્ર ગ્રંથની સમાપ્તિ સં. ૧૭૧૦ના વર્ષમાં થયાનું જણાવેલ છે. એટલે સાબિત થાય છે કે, વિ. સં. ૧૭૧૦ સુધી સ્વામીજીની હૈયાતી હતી. જે દશ અષ્ટકનો ગ્રંથ છે. તેમાંના પ્રત્યેક વિષય જુદો છે. તેમાંની કવિતા અતિ રસિક છે અને આવા બીજા ઘણાક અષ્ટકો સુંદરદાસે રચેલાં કહેવાય છે. પણ તેમાં ઘણા અપ્રગટ છે.
સુંદર વિલાસ ગ્રંથમાં ૩૪ અંગ છે. તેમાં ૫૪૭ છંદોની સંખ્યા છે. જ્ઞાન સમુદ્રમાં પાંચ હુલાસ કર્યા છે. પહેલા હુલાસમાં ગુરુ-શિષ્યનાં લક્ષણ અને પ્રસન્નતા દર્શાવ્યાં છે. બીજામાં પ્રેમલક્ષણા પરાભક્તિનું લક્ષણ વર્ણવ્યું છે. ત્રીજામાં યોગમાર્ગ, ચોથામાં સાંખ્યનું તત્ત્વ અને પાંચમામાં ચાર અભાવ વર્ણવીને અધ્યાત્મ જ્ઞાનનું સ્વરૂપ દેખાડ્યું છે. એવી જ રીતે જ્ઞાનવિલાસ અને સુંદર વિલાસ એ ગ્રંથમાં પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું વર્ણન કરેલ છે.
સ્વામીજી મહાકવિ હતા. તેણે પિંગળના નિયમ પ્રમાણે જુદા જુદા છંદોમાં કવિતા કરી છે. તેમની વાણી ઘણી રસિક અને અસ૨કા૨ક છે.
તેને પોતાના વીસ ગુરુ ભાઈઓ અને શિષ્યથી તો પ્રેમ હતો જ. આ સિવાય આગ્રામાં ‘સમયસર' નાટકના રચિયતા કવિવર બનારસીદાસજી જૈન, પંજાબના શીખ કવિવર
Jain Education International
બૃહદ્ ગુજરાત ગુરુદાસજી, ‘વિચારમાલા'ના પ્રસિદ્ધ રચયિતા અનાથદાસજી અને નવાબ અલફખાં ‘જાન કવિ’ વગેરે સાથે સ્વામીજીને મૈત્રી હતી.
સ્વામીજી શાંત રસના અને દર્શન વિષયક ગ્રંથોના અપ્રતિમ રચનાર હતા. તેના બધા ગ્રંથ તેની સામે સીધી દેખરેખ નીચે તેની વૃદ્ધાવસ્થામાં લખાયેલ. સં. ૧૭૪૨ એટલે અઢીસો વર્ષ પૂર્વે સ્વ. મહંત ગંગારામજી ફતેહપુરવાળા પાસેથી મળેલ તેના આધાર પર મૂળ અને ટીકા સાથે મોટા પરિશ્રમથી તેનું ‘‘સુંદર ગ્રંથાવલી’’ નામથી સંપાદન થયું છે. તેને રાજસ્થાન રિસર્ચ સોસાયટી-કલકત્તાએ સુંદર રીતે છાપી બે વિભાગમાં ચિત્રાદિ સાથે પ્રકાશિત કરેલ છે.
આવી સુંદર રચનાઓ કરી સ્વામીજીએ જગત ઉપર મોટો ઉપકાર કર્યો છે. તેની રચનાનો હેતુ માત્ર પરોપકાર જ હતો.
સ્વામીજીએ ફારસી શબ્દ મિશ્રિત પંજાબી, પૂર્વી અને ગુજરાતી ભાષામાં કવિતા કરી છે.
ઘણી કવિતા રહસ્યમય હોવાથી ટીકા વગર સાધારણ માણસ ન પણ સમજી શકે.
સ્વામીજી તો પોતે પ્રકાશ અને ઉજાગર છે, તેનો મહિમા કેવી રીતે લખી શકાય?
સ્વામીજી સ્વચ્છતાને ખૂબ માનતા એટલે તેણે દેશદેશના મલીન વહેવારની ઘણી નિંદા કરી છે.
કવિવર ભૂષણ
કવિવર ભૂષણનો જન્મ કાન્યકુબ્જ બ્રાહ્મણ કાશ્યપ ગોત્રમાં કાનપુર જિલ્લાના તીકવાપુર ગામમાં સં. ૧૬૭૦માં ઇ. સં. ૧૬૧૪ આસપાસ થયો હતો. તેના પિતાજી રત્નાકર ત્રિપાઠી દેવી ઉપાસક હતા. તેને ચાર પુત્રો (૧) ચિંતામણી (૨) ભૂષણ (૩) મતિરામ (૪) નીલકંઠ (ઉપનામ જટાશંકર).
નવાઈની વાત તો એ છે કે, ચારેય ભાઈઓ કવિ હતા. ચિંતામણી અને મતિરામની તો સારા કવિઓમાં ગણના છે, એમ નીલકંઠ પણ સારા કવિ હતા. તેનો એક ગ્રંથ ‘અમરેશ વિલાસ' પ્રગટ થયો છે.
ભૂષણના છ ગ્રંથોનાં નામ મળે છે. (૧) શિવરાજ ભૂષણ (૨) ભૂષણ હજારા (૩) દૂષણ ઉલ્લાસ (૪) ભૂષણ ઉલ્લાસ (૫) છત્રસાલ દશક (૬) શિવા બાવની.
For Private & Personal Use Only
www.jainelibrary.org