SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન આવે છે. કેમ કે કવિ રહીમના તે સમકાલીન હતા. અને રહીમનો જન્મ સં. ૧૬૧૦માં થયો હતો. આબુના વજીરેઆલમ અને અકબરના પ્રધાનમંત્રી, સરસેનાપતિ બહેરામખાનના પુત્ર અબ્દુલ રહીમખાનખાના સેના લઈ યુદ્ધે ચડ્યા ત્યારે કવિ ગંગે તેનો છપ્પય કહ્યો. ચક્તિ ભંવર રહ ગયો, ગવન નહિ કરત કલમ બન. અહિ ફનિ મનિ નહિ લેત, તેજ નહિ બનત પવન ધન. હંસ માનસર તો , ચક ચકોન મિલન અતિ. બહુ સુંદરી પદમણી, પુરૂષ સંગ કરે ન રતિ. ખલભલત શેષ કવિ “ગંગ” ભને, અમિત તેજ રવિરથ ખસ્યો. જેમ કવિ રહીમને જહાંગીરે કેદ કર્યા હતા, તેમ ગંગને પણ કેદ પૂરાવું પડ્યું. ગંગના પુત્ર સુમન ભાટ પણ સારા કવિ હતા. સુમન ભાટે સારી કવિતા લખી શાહને સંભળાવી. શાહ પ્રસન્ન થયા. ગંગને મુક્ત કર્યા, હવે શાહને પણ ગંગનો અહંગળો લાગ્યો હતો. કેશવદાસ મહાકવિ કેશવદાસનો જન્મ સનાઢ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. ૧૬૧૨માં થયો હતો. હિન્દી નવરત્ન અને કવિતા કૌમુદીમાં સં. ૧૬૦૮ લખેલ છે. તેમના પિતાનું નામ કાશીનાથ હતું. તેમનું જન્મ સ્થાન ઓડછા. ઓડછા નરેશ મહારાજા રામસિંહનાં ભાઈ ઇન્દ્રજીતસિંહજી તેનો ઘણો આદર કરતા અને ગુરુતુલ્ય માનતા. તે સંસ્કૃતના પંડિત હતા. તેના પિતા કાશીનાથે શીઘબોધ” નામે જ્યોતિષનો ગ્રંથ લખ્યો છે. તેથી અનુમાન થાય છે કે, તેણે કેશવદાસને જ્યોતિષનું જ્ઞાન પણ આપ્યું હોય. ઇન્દ્રજીતસિંહજીને ત્યાં સંગીતનો અખાડો હતો. તેને ત્યાં જ નર્તકીઓ હતી. તેમાં રાયપ્રબીન, નવરંગરાય, વિચિત્રનયના, તાનતરંગ, રંગરાય અને રંગમૂરતિ. રાયપ્રબીન ઇન્દ્રજીતની પ્રેમિકા હતી. તે ગણિકા હોવા છતાં પતિવ્રતા હતી. એકવાર તેનાં રૂપ લાવણ્યનું વર્ણન સાંભળી અકબરે તેને તેડાવી, રાયપ્રબીન નાચવિધામાં કુશળ હતી. એટલું જ નહિ પણ તે સારી કવિતા પણ કરતી. જ્યારે અકબરનું તેડું આવ્યું ત્યારે તેણે ઇન્દ્રજીતને કવિતા સંભળાવી. જે ૩૩૩ આ વાતથી ઇન્દ્રજીતે રાયપ્રબીનને અકબર પાસે મોકલી નહિ. તેથી ક્રોધ કરી અકબરે રાયપ્રબીનને બળજબરીથી તેડાવી અને ઇન્દ્રજીતને એક કરોડનો દંડ ફટકાર્યો. રાયપ્રબીન જ્યારે અકબરના દરબારમાં આવી અને મુજારા વખતે તેણે અકબરને એક દુહામાં કહ્યું કે હે બાદશાહ! હું એઠું પાતર છું.” આ દુહો સાંભળી અકબરે રાયપ્રબીનને પાછી ઇન્દ્રજીત પાસે મોકલી દીધી. અકબરે ઇન્દ્રજીતને એક કરોડનો દંડ કર્યો. તેથી કવિ કેશવદાસ આગ્રા ગયા અને મહારાજ બા -બલને મળી નીચેની કવિતા સંભળાવી. પાવક પંછી પશુ નર નાગ, નદીનદ લોક રચે દલપારી કેશવ’ દેવ અદેવ રચે, નરંદવ રચે રચના ન નિવારી, કે બલબીર બલી બલબીર, ભયો કૃતકૃત્ય મહાવ્રતધારી દેહે કરતાપન આપન તાહી, દઈ કરતાર કુબો કરતારી. આ કવિતા સાંભળી મહારાજા બીરબલ એટલા પ્રસન્ન થયા કે અકબરને મળી તેણે ઇન્દ્રજીતનો એક કરોડનો દંડ માફ કરાવ્યો અને કવિ કેશવદાસને છ લાખ રૂપિયા બક્ષિસ કર્યા. એટલે વળી કેશવદાસે કહ્યું. કેશવદાસ કે ભાલ લખ્યોવિધિ, રંક કો અંક બનાવ સંવાર્યો, ધોવે ધૂવે નહિ છૂટો છૂટે બહુ તીરથ જાય કે નીર પખાર્યો. છે ગયો રાય તબે જબ, બીરબલ નૃપનાથ નિહાર્યા, ભૂલી ગયો જગ કી રચના, ચતુરાનન બાય રહ્યો મુખ ચાયો. એટલે વળી બીરબલે કહ્યું “કવિરાજ! હજુ માગો.” ત્યારે કેશવદાસે કહ્યું. યો હું કહ્યો જો બીરબલ, માગું જ માગન હોય માગ્યો તુવ દરબાર મેં, મોહી ન રોકે હોય આ ઈન્દ્રજીતનો એક કરોડનો દંડ માફ કરાવ્યા પછી ઓડછામાં કેશવદાસનું માન ઘણું વધી ગયું, અને ઇન્દ્રજીતે તેને ૨૧ ગામ આપ્યાં. જ્યારે બીરબલ કાબુલના યુદ્ધમાં મરણ પામ્યા ત્યારે, કવિને ઘણું દુઃખ થયું. કેશવદાસના વિવાહ સંબંધી કે પુત્રપુત્રાદિ વિષે જાણકારી મળી નથી. પણ તે વૃદ્ધાવસ્થામાં અવસાન પામ્યા Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy