SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન આ અવતાર ચરિત્રના વિતરણ માટે કવિને એક લાખથી વધારે ખર્ચ થયો. કારણ કે તેને હસ્તલિખિત સો પ્રત બનાવી. પછી આ અવતાર ચરિત્ર ગ્રંથને જ્ઞાનસાગર પ્રેસ મુંબઈથી પ્રકાશિત કર્યો. પણ તે ઘણો અશુદ્ધ છે તેમ ઘણાનું માનવાનું છે. તેમાં કુલ ૫૨૦ પાનાં છે. તેમાંથી ૩૨૦ પાનામાં રામચરિત્રનું વર્ણન છે. બાકીના પાનામાં કૃષ્ણાવતાર, કપિલ અવતાર, બુદ્વાવતાર વગેરેનું વર્ણન સંક્ષેપમાં છે. આ ગ્રંથની ભાષા પિંગલ છે. કથા પ્રસંગને અનુકૂલ છંદોને પસંદ કરવામાં કવિએ ઘણી દક્ષતા દાખવી છે. એક મત એવો છે કે આ ગ્રંથની ભાષા મરૂભાષા મિશ્ર હિંદી (નાગરી)માં તેની રચના થઈ છે. જેથી સામાન્ય જનસમાજ સુધી તે પહોંચી શક્યો નથી. છતાં નરહરદાસના ભાવોમાં ઘણું કરીને મૌલિકતાનો અભાવ છે. તુલસીદાસના રામચરિત માનસ અને કેશવની રામચંદ્રિકાને સામે રાખી કવિએ આ ગ્રંથની રચના કરી છે. શું રચના પદ્ધતિ, શું ઘટના ક્રમ, શું ભાવવ્યંજના, શું યુક્તિ ચમત્કાર. બધું રામચરિત માનસને મળતું છે. જ્યાં રામચરિત માનસથી વિભિન્નતા છે ત્યાં કેશવની રામચંદ્રિકાનું અનુકરણ થયું છે. એવું કહેવાય છે કે, નરહર નિર્મિત અવતાર ચરિત્ર ગ્રંથ કાશીપુરમાં પહોંચ્યો પણ વિદ્યાભિમાની પંડિતોએ તેની અવજ્ઞા કરી. કેમ કે તે દેવનાગરી લિપિમાં લખાયેલ નહોતો. આ સાંભળી બારઃજી પોતે વારાણસી ગયા. અને વિદ્વાનોને એકત્ર કર્યા. પંડિતોની આશંકાના નિવારણ માટે કહ્યું, ‘‘કાશી નગરીના અપરાજિત પંડિતો તમે મારા ગ્રંથને અપ્રમાણિક માન્યો પણ આ કલંકના સમાધાન માટે બીજા પ્રયત્ન નકામા છે. પણ આપ વંદનીય પુરુષોના મનના સમાધાન માટે એક જ ઉપાય છે. આ ભગવાન શંકરની નગરી છે. અને ભગવાન શંકર હંમેશા સત્યની પડખે રહે છે. એટલે આપના બનાવેલ શુદ્ધ ગિર્વાણ ભાષાના ગ્રંથો વિશ્વનાથ મંદિરમાં લઈ આવો. આ બધા ગ્રંથો નીચે અવતાર ચરિત્રને રાખો અને ગ્રંથની શ્રેષ્ઠતા સાબિત ક૨વાનું ભગવાન શંકર ઉપર છોડો. જો બધા ગ્રંથોમાં ‘‘અવતાર ચરિત્ર’’ ઉપર હોય તો પ્રમાણભૂત સમજજો.'' આ ચમત્કારિક પરીક્ષા બધાએ માન્ય કરી આ રીતે પ્રબંધ કરવામાં આવ્યો. કવિ નરહરની વાત સાંભળી ઘણા લોકો એકત્ર થયા. Jain Education International * ૩૨૯ સવાર થતાં વિશ્વનાથ મંદિરનાં દ્વાર ખૂલ્યાં. નરહરદાસજીની વાત સત્ય ઠરી. અવતાર ચરિત્ર ગ્રંથ બધા ગ્રંથોની ઉપર હતો! લોકો જયધ્વનિ કરવા લાગ્યા. પંડિતો નવાઈ પામ્યા. અને સૌ બારહઠ્ઠજી તરફ આદરથી જોવા લાગ્યા. આ અભૂતપૂર્વ બનાવથી મહાત્મા નરહરદાસજીની સર્વાધિક યોગ્યતા મનાવા લાગી. અને બધાની સામે અવતાર ચરિત્રનું પૂજન થયું. આ ભાષા ગ્રંથ પ્રમાણભૂત છે. તેવી પંડિતોની સહીઓ પણ થઈ. ત્યાંથી પ્રયાગાદિ તીર્થોમાં ફરતા નરહરદાસજી પોતાના નિવાસસ્થાન મરુભૂમિમાં આવ્યા. વિશ્વનાથથી આદરણીય ગ્રંથ અવતાર ચરિત્રની ખ્યાતિ પુષ્પ સુગંધવત્ સમસ્ત રાજપૂતાનામાં ફેલાઈ ગઈ. આ વાત સાંભળી અનેક બુદ્ધિમાન સજ્જનોની અવતાર ચરિત્ર ઉપર શ્રદ્ધા વધવા લાગી. આવા મહિમામય ગ્રંથને વાંચવા માટે દૂર દેશોના વિદ્વાનોના મંડળો નરહરદાસ પાસે આવવા લાગ્યા. અને એમાંથી અનેક નરહરદાસના શિષ્યો પણ બન્યા. કહેવાય છે કે અવતાર ચરિત્ર સિવાય તેમણે બીજા ૧૬-૧૭ ગ્રંથો લખ્યા છે, પણ તેમાંથી ફક્ત છ ગ્રંથોનાં નામ મળે છે. (૧) દશમસ્કંધ (૨) રામ ચરિત કથા (૩) અહલ્યા પૂર્વ પ્રસંગ (૪) વાણી (૫) નૃસિંહ અવતાર (૬) અમરસિંહજીરા દુહી. આમાં નૃસિંહ અવતાર શિશુ સુબોધની ભાષા ટીકા સાથે પાલનપુર નિવાસી ઃ કવિ હમીરદાનજીએ સં. ૧૯૯૪માં પ્રગટ કરેલ છે. નરહરનો સ્વર્ગવાસ વિ. સં. ૧૭૭૭માં થયાનું મનાય છે. પણ ‘‘રાજસ્થાની ભાષા ઔર સાહિત્ય'' નામના ગ્રંથમાં કવિ નરહરનો જન્મ વિ. સં. ૧૬૪૮માં અને સ્વર્ગવાસ વિ. સં. ૧૭૩૩માં લખ્યો છે. વાસ્તવમાં વિ. સં. ૧૭૩૩માં તો અવતાર ચરિત્ર લખવાનો આરંભ કર્યો તેમ તેના છપ્પય ઉપરથી સાબિત થાય છે. શ્રીકૃષ્ણના અનન્ય ઉપાસક દાનેશ્વરી રહીમ રહીમનું પૂરું નામ અબ્દુલ રહીમ ખાનખાના અને તેમના પિતાનું નામ બહેરામખાં હતું. રહીમનો જન્મ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy