SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ૨ લાખો લોયણના શરણે ગયા બાદ લોયણે તેને જુદા જુદા ભજનો દ્વારા જ્ઞાન આપ્યું છે. તેમાં કેટલાંક કર્મ, ઉપાસના અને જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાવાળાં ભજનો છે. આવાં ૮૪ જેટલાં ભજનો લોયણે લાખાને સંભળાવ્યાં છે. આ ભજનના પ્રભાવથી લાખાના અંતરનાં તાળાં ખૂલી ગયાં. અંતે શીલ અને સાધુતાનો વિજય થયો. લાખો આત્મજ્ઞાની ભક્ત બની ગયો. લોયણના અનેક ભજનોમાં યોગ ક્રિયાનો અને સ્થૂલ, સૂક્ષ્મ, કા૨ણ અને મહાકારણના પૃથક્કરણનો નિર્દેશ આપે છે. આથી એ સમયની ભક્તિમાર્ગને પંથે વળેલી સ્ત્રીઓના ઉચ્ચ જ્ઞાનનો પરચો મળે છે. ભક્ત કવિ શ્રી ઇશરદાસ ભક્ત કવિ ઇસરદાસજીનો જન્મ મારવાડમાં જોધપુર તાબે બારમેડ પરગણામાં ભાદ્રેસ ગામે, જે રોહિડયા શાખાના ચારણનું ગામ છે ત્યાં સુરા બારહઠ્ઠને ત્યાં વિ. સં. ૧૫૧૫માં શ્રાવણ શુદ,૨ ને શુક્રવાર (ઇ.સ. ૧૪૫૯) થયો હતો. તેમનાં માતાનું નામ અમરબા હતું. ઇશરદાસનાં પત્નીનું નામ દેવલબા હતું. ઇશરદાસ ચૌદ વર્ષની વયે જ કવિતા કરતા. આ જ્ઞાન તેમના કાકા આસાજી પાસેથી મળ્યું હતું. જેમ દરેક મહાપુરુષોના જીવનમાં લોકોએ ચમત્કારો અને પરચા જાણ્યે અજાણ્યે પણ આરોપી દીધા છે. તેમ ઇશર બારોટ માટે પણ થયું છે. ઇશરદાસના આખા જીવનને ચમત્કારોમય બનાવી દીધું છે. સુરા બારોટે પોતાનું વીડ વાઢવા માટે ૬૦-૭૦ દાડિયા કર્યા પણ ગુમાનદાનજી દાડિયાને ધમકાવીને પોતાના વીડમાં લઈ ગયા. સુરા બારોટે ૬૦-૭૦ દાડિયા માટે રસોઈ બનાવેલ. હવે આ રસોઈ ક્યાં નાંખવી? પણ ગામના પાદર જવાલાગિરિની જમાત પડેલી એટલે સુરા બારોટે તે સાધુની જમાતને બોલાવી જમાડી દીધા. જવાલાગિરિજીએ આ રસોઈનું કારણ પૂછ્યું એટલે સુરા બારોટે મહંતશ્રીને સાચું કારણ જણાવી દીધું. જવાલાગિરિજીને ઘણું દુ:ખ થયું. તેણે ગુમાનદાનજીને સમજાવવા કોશિશ કરી પણ ગુમાનદાને તો જવાલાગિરિનું પણ અપમાન કર્યું. આથી જવાલાગિરિજીએ સુરા બારોટને કહ્યું. Jain Education International બૃહદ્ ગુજરાત ‘‘હવે હું હિમાલયમાં હાડ ગાળી તારે ત્યાં પુત્ર રૂપે અવતરીશ, નામ ઇશરદાસ રાખજે.' પછી જવાલાગિરિજીએ હિમાલય જઈ હાડ ગાળી સુરા બારોટને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. જેનું નામ સુરા બારોટે ઇશરદાસ રાખ્યું. ઇશરદાસને દેવલબાથી બે પુત્રો થયાં. એકનું નામ જોગાજી અને બીજાનું નામ ચોડાજી. ઇશરદાસ તેના કાકા આશાજી સાથે સૌરાષ્ટ્રમાં તીર્થયાત્રા કરવા નીકળ્યા દ્વારકા, સુદામાપુરી, સોમનાથ અને જૂનાગઢ ગિરનારની યાત્રાએ આવ્યા. ત્યાં એક સાધુનો ભેટો થયો. એમ કહેવાય છે, કે તે લક્ષ્મણ જતિ હતા. પછી તે કચ્છમાં કેરાકોટ આવ્યા. જ્યાં મહાપ્રતાપી રાવળ જામનાં રાજ હતાં. ઇશરદાસ અને આશાજી રાવળ જામની કચેરીમાં સુંદર કવિતા સંભળાવે છે. પણ મહાપંડિત પીતાંબર ભટ્ટ નકારમાં માથું હલાવે છે. એટલે રાવળ જામ મોજ આપતા નથી. ઇશરદાસને ક્રોધ થયો અને પીતાંબર ભટ્ટને મારવાનું નક્કી કર્યું પછી સાંજના વખતે છૂપી રીતે પીતાંબર ભટ્ટને ઘેર જઈ તુલસીક્યારા આડા સંતાયા. પીતાંબર ભટ્ટને તેમનાં પત્ની મોડા આવવાનું કારણ પૂછે છે. પીતાંબર ભટ્ટ ખુલાસો કરે છે કે, ‘‘આજ મારવાડથી બે કવિઓ આવ્યા છે, તેની કવિતા ઘણી સુંદર છે. પણ આવી કવિતા કોઈ માણસને બદલે જો ઈશ્વરની કરે તો જરૂર તેનો મોક્ષ થાય.’' આ સાંભળી ઇશરદાસનો ક્રોધ ઉતરી ગયો અને તલવાર પીતાંબર ભટ્ટના પગમાં મૂકી માફી માગી. પછી ઇશરદાસ ઈશ્વરના ગુણ ગાવા લાગ્યા. ૩૬૦ કવિતાની સ્તુતિ લખી. જે ગ્રંથ હાલ ‘‘હરિરસ’” નામે ઓળખાય છે. ઈશરદાસજી પીતાંબર ભટ્ટને ગુરુ માનવા લાગ્યા. અને પુરાણો વગેરેનું જ્ઞાન તેમની પાસેથી પ્રાપ્ત કર્યું. પછી રાજકીય કાવાદાવાના કારણે રાવળ જામને કચ્છ છોડવાની ફરજ પડી. સંવત ૧૯૫૬, શ્રાવણ સુદ, ૭ને બુધવારે સ્વાતિ નક્ષત્રમાં રાવળ જામે જામનગર અથવા નવાનગ૨નું વાસ્તુ કર્યું અને ઇશર બારોટને રાજકવિ તરીકે સ્થાપ્યા. એક દિવસ ઇશરદાસ ઘોડેસ્વાર થઈને નદી કાંઠે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy