SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન “અરે હાઉં કરો, સાસતિયા! કોઈ પોતાની સ્ત્રી બીજાને આપે ખરો? તમે ઘેલા થયા છો ?'' જેસલે કહ્યું. ‘‘હા, ભાઈ! ધર્મ માર્ગ અને અન્યના ક્લ્યાણની ભાવના એ ધર્મઘેલાનો પંથ છે, કાઠિયાણી તમારી સાથે આવશે તો જરૂર તમારામાં પલટો આવશે. એમ થવાથી ઘણા જીવ ઉગ૨શે. અધર્મ અટકશે અને એમનું પુન્ય અમને મળશે, એટલે હું તમને ત્રણેય ‘‘તોરલ’” આપું છું.’’ પછી સાસતિયે ઘોડી અને તલવાર તૈયાર કર્યાં, તેમાં તલવાર તો જેસલે લીધી નહિ, પણ ધોડી લઈ તોળાંદે સાથે રવાના થયા. સાસતિયો અને સાધુની મંડળી થોડે દૂર સુધી વળાવા ગયા અને વિદાય આપતા કહ્યું, ‘‘સતી! પધારજો.'' ‘‘કાઠીરાજ! હવે તો અલખના ધામમાં મળીશું,'' કહી તોરલે સાસતિયા સામા હાથ જોડ્યા અને જુદા પડ્યા. સાસતિયાનો આ મહાત્યાગ હતો, વિરક્તિ હતી, અન્યના કલ્યાણની ન મૂલવી શકાય તેવી ભાવના હતી. પોતાની સ્ત્રીનું દાન કરવું તે નાની સૂની વાત ન હતી. જેસલ અને તોરલ જોડિયા બંદરે આવ્યાં, મછવાને થોડીવાર હતી એટલે એકકોર તોરલે રામસાગર હાથમાં લીધો અને ભજન ઉપાડ્યું. જેસલ કરી લે વિચાર માથે જમ કેરા માર, સ્વપ્રા જેવો છે સંસાર, તોળી રાણી કરે છે પોકાર, આવોને જેસલરાય, પ્રેમ થકી મળીએ, સાચા સંત હોય ત્યાં ભળીએ રે. જેસલની ક્રૂરતા તોરલના શબ્દે શબ્દે નીતરતી હતી. ‘ખરું છે સતી! ભેદુ વગર ભરમ ભાંગે નહિ, અને ભરમ ભાંગ્યા વગર કલ્યાણપંથ કેમ સૂઝે?'' મછવા આવ્યા. એક મછવામાં ઘોડી ચડાવી. એકમાં જેસલ અને તોરલ બેઠાં અને કચ્છના તુણા બંદર તરફ રવાના થયાં, ભેળાં બીજા મુસાફર પણ હતાં. અચાનક સમુદ્રમાં તોફાન ઊપડ્યું, મછવો હાલકડોલક થવા લાગ્યો. ‘તોળાંદે હું મરી જઈશ.' જાડેજા ભયભીત થયા, પહેલીવાર એને મૃત્યુની ભીષણતા દેખાણી. ‘‘તોળાંદે! હું અધમ છું, મને બચાવો !'' Jain Education International <- ૩૧૭ ‘‘જાડેજા! પાપમાંથી બચવું હોય તો, પાપનો એકરાર કરો.'' “પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે, તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે એમ તોરલ કે’ છે” અને એક પછી એક પાપનો એકરાર જેસલે ભજન દ્વારા કર્યો. સમુદ્રનું તોફાન શમી ગયું પણ જેસલનો આત્મા ધોવાઈ ગયો હતો. બન્ને તુણા બંદરેથી અંજાર આવ્યાં, પોતાના બધા હથિયાર ભાંગી નાખ્યાં. પછી જેસલને ઓરડે સાધુસંતોની પંગતો જમવા લાગી. રાત્રે ભજન-કીર્તન થવા લાગ્યાં. હવે એંઠા વાસણો માંજવાનું કામ પણ જેસલ કરે છે. જેસલ, તોરલને ગુરુની ભાવનાથી જોતા. તે નિજાર પંથના પ્રવાસી હતા. તેમાં વ્યભિચાર કે વિકારને સ્થાન ન હોય. જેસલનો આત્મા તો ક્યારનો ધોવાઈ ગયો હતો. જેની ધાકથી એક દિ' કચ્છની ધરતી ધ્રૂજતી તે જેસલ એકવાર તોરલના કપડાં ધોવા માથે પોટકું મૂકી તળાવે ગયા. પણ જેસલ હવે અકળાતા હતા, તેના પાપ તેને જંપવા દેતા ન હતા, ઘણીવાર તોરલ પાસે રડી પડતા અને ગાતા, “રોઈ રોઈ કોને સંભળાવું રે, જાડેજો કે' છે ઊંડા દુઃખ કોને સંભળાવું રે, જેસલજી કે'છે' સતી એને સાંત્વના આપી શાંત કરતાં. એમાં મારવાડ-માલાજાળથી માલદેવજી અને સતી રૂપાંદેનું વાયક આવ્યું. પોતે સંત સભામાં બેસવાને લાયક નથી તેમ કહી જેસલજી તોરલ સાથે મારવાડ જવા તૈયાર નહિ પણ વાયક આવે એટલે જવું તો પડે, તોરલ અને સધીર શેઠ મારવાડ જાય છે. પાછળથી અકળાતા જેસલજીએ સમાધિ લેવાનું અચાનક નક્કી કરી નાખ્યું અને સમાધિ લઈ લીધી. આ બાજુ મારવાડમાં તોરલને અમંગળ કલ્પનાઓ આવે છે અને તે ત્યાંથી પાછા ફરે છે. તેની સાથે માલદે અને રૂપાંદે પણ આવે છે. અહીં તો જેસલજીએ સમાધિ લઈ લીધી હતી. પણ તોરલ જ્યારે મારવાડ ગયાં ત્યારે જેસલે વચન આપ્યું હતું કે, ‘‘તમારા વગર હું એકેય પગલું ભરીશ નહિ.’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy