SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જઈ ભાત દીધાનો પરચો બતાવ્યો. વાલમરામ ચૌદ વર્ષના હતા ત્યારે પિતા દેવ થયા. સં. ૧૮૯૫માં વાલમરામ હરિજન વાસમાં ભજન કરવા જશે તેવું જાણી એમને ઓરડીમાં પૂરી ભાઈ ખાટલા નાખી આડા સૂતા. છતાં ગામમાંથી ખબર મળ્યા કે વાલમરામ તો હરિજનવાસમાં મીઠી હલકે ભજન ગાય છે. ત્યારે ઓરડામાં જોયું તો ત્યાં પણ વાલમરામ સૂતેલા. આમ બે-ચાર વાર ખાતરી કરી પછી ભાઈઓએ વાલમરામને સતાવવાનું બંધ કર્યું. ત્યારપછી સંસારમાંથી મન ઊઠી જતાં બે વર્ષ ભારતની પદયાત્રા કરી. યાત્રાએથી આવ્યા બાદ ગુરુઆજ્ઞાથી ગારિયાધારમાં જ સં. ૧૯૦૩માં જગ્યા સ્થાપી સદાવ્રત બંધાવ્યું. પછી અનેક પરચાઓ બતાવી સં. ૧૯૪૨માં વૈશાખસુદ ૫ ને દિવસે સમાધિ લીધી. ગારિયાધારમાં આજે પણ ગામની વચ્ચે વાલમરામની જગ્યા છે. ને સદાવ્રત ચાલે છે. શ્રી સતુ બાવા પૌરાણિક પવિત્ર ધામ કાશીમાં શ્રી ગંગામૈયાના મણિકર્ણિકા ઘાટ ૫૨ સંતશ્રી સતુઆ બાવાની જગ્યા છે. ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતના યાત્રાળુઓને ઊતરવા સુંદર સગવડ છે. આ જગ્યામાં વિદ્યાર્થીઓને કાશીક્ષેત્રમાં સંસ્કૃતના ષડ્શાસ્ત્રોનો અભ્યાસ કરવાની વ્યવસ્થા છે. આ સતુઆ બાવા મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણા પાસેના રતનપુર ગામના મુખી હતા. દુષ્કાળના વખતમાં ખેડૂતો રાજાનું મહેસુલ ભરી શકે તેવી સ્થિતિમાં ન હતા. ત્યારે પાલીતાણા ઠાકોર પ્રતાપસિંહજી પોતે જ ધાકધમકી અને ત્રાસ વરસાવી મહેસુલ ઉઘરાવવા નીકળ્યા. રતનપુરમાં મુખી તરીકે રણછોડ પટેલે લોકોની સ્થિતિ જોઈ દયા કરવા સાચા શબ્દો કહ્યા. ઠાકોરે રોષે ભરાઈ રણછોડનું ઘર અને સર્વસ્વ જપ્ત કરી તેને કહ્યું : ‘‘હવે ભીખ માગતો ફર અને ઉપદેશ દીધા કર.’’ રણછોડ પટેલ એ જ ક્ષણે સંસાર છોડી કાશીમાં ગયા. પછી સ્મશાનમાં ધામા નાંખ્યા. ભજન, સાધુ સેવા ઇત્યાદિના પ્રભાવથી સિદ્ધ પુરુષ થયા અને ખર્ચી ખૂટી જાય, લૂંટાઈ જાય તેવા યાત્રાળુઓને મદદ કરવા લાગ્યા. ભાવનગરના રહીશ રધુને મહાત્માશ્રીએ ગંગામાંથી રેતી કાઢી એમાંથી સોનૈયા આપ્યા. રઘુ આશ્ચર્યચક્તિ થઈ ગયો. એણે પાછળથી કાશીમાં આ જગ્યા બંધાવી આપી. સતુઆ બાવા સાથવાનું સદાવ્રત ચલાવવાના કારણે સતુઆ બાવા તરીકે પ્રખ્યાત થયા. Jain Education International ♦ ૩૦૯ શ્રી ઢાંગર ભગત શ્રી ઢાંગર ભગત લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં જન્મેલા. એમનાં પત્ની સેજુબાઈ પણ એવાં જ સત્સંગી અને સેવાપરાયણ હતાં. ઢાંગરભગતનું ગળું મીઠું ને ભજનો બહુ સરસ ગાઈ શકતા. એમને ઘેર સાધુ સંતોનો મેળો ભરાતો, પણ આવક પોતે બે જણા મજૂરી કરીને લાવતા તે સિવાય બીજી ન હતી.. કોઈની મદદ લેતા નહીં. સાધુસેવામાં એકવખત પીપાજી ભગતને સત્કાર માટે તેમનાં પત્ની સેજુબાઈની એકમાત્ર સાડી વેચવી પડેલી. પિપાજીને તથા સીતાદેવીને ખબર પડી. યાત્રાએ જતાં મધુપુરી (મહુવા)માં ઢાંગર ભગતની સંતસેવા ને દારિઘ જોઈ પીંગળી ગયેલા. પીપાજીએ પોતાનાં પત્નીને દરખાસ્ત કરી કે ‘‘તમે નાચો ને હું ઢોલક બજાવીશ.' સીતાદેવીએ બજારમાં નૃત્ય કર્યું અને જે પૈસા ભેગા થયા તે ઢાંગર ભગતને આપવા ગયા. બન્ને સંતો વચ્ચે ૨કઝક ચાલી, છેવટે ઢાંગર ભગત અને સેજુબાઈ ભક્તરાજ પીપાજી તથા સીતાદેવી સાથે યાત્રાએ નીકળ્યા. રસ્તામાં સિંહના રૂપમાં પરમાત્માએ દર્શન કરાવ્યાં. બન્ને સંતોને ભાવસમાધિ લાગી. ત્યાં પાણી માટે સંતોએ વાવ તૈયાર કરાવી, પછી તો ગામ વસ્યું અને તે પીપાવાવ. ઢાંગર ભગત પીપાજીની વિનંતીથી પીપાવાવમાં જ રહ્યા. આજે પણ પીપાવાવમાં સુંદર મંદિર છે. પીપાજીના હસ્તે ત્યાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થયેલી. તેજા ભગત તેજા ભગતનો જન્મ ધોરાજી ગામે લેઉવા કણબી જ્ઞાતિમાં થયો હતો. અઢાર વર્ષની ઉંમરે તેમને નશ્વર જગતનું સ્વરૂપ ઓળખાયું, વૈરાગ્ય પ્રગટ થયો. ખંભે કાવડ ભેરવી જે લોટ મળે તેના પોતે જાતે રોટલા બનાવી ભૂખ્યા દુખ્યાને ખવરાવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કણબી જ્ઞાતિનો સહકાર મળવા લાગ્યો. અને ધોરાજીમાં સારા એવા અન્નક્ષેત્ર તથા મંદિરની સ્થાપના કરી. આજે ધોરાજીમાં તેજા ભગતની જગ્યા પ્રસિદ્ધ છે. ધના ભગત ઇ.સ. ૧૭૩૯માં ધોળા ગામે કણબી જ્ઞાતિમાં જન્મેલા શ્રી ધનાભગત બાળપણથી જ પ્રભુભક્તિ અને લોકકલ્યાણમાં મશગૂલ રહેતા. ગૃહસ્થધર્મનું યોગ્ય પાલન કરતા. ઘેર દીન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy