SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ 302 → સંત જીવણદાસ (શિમળિયા) ખાનપુર તા. લુણાવાડા જીવણ નામના ત્રણ કવિઓના ઉલ્લેખ મળે છે. (૧) શિમળિયાના સંત જીવણદાસ, (૨) વેત્રવતીને કિનારે રહેતો મચ્છનગર (ધોળકા)નો સાધુ જીવણદાસ અને (૩) દાસી જીવણ. અહીં શિમળિયાના સંત જીવણદાસ વિશે વિગતો આપેલ છે. ૧૮ મી સદીમાં પ્રજામાં સામાજિક સડો પેઠો હતો. ધર્મમાં તત્ત્વજ્ઞાન એકડા વગરનાં મીંડાં જેવું હતું. જાતિમાં નિયમોનું ઉલ્લંઘન માત્ર સાંખી લેવામાં જ નહોતું આવતું, પણ છડેચોક અનીતિનો ઉપદેશ અને પ્રચાર પણ થતો. આવા સંજોગોમાં જીવણદાસ થઈ ગયા. જીવણદાસનું જન્મ સ્થળ ખાનપુર (તા. લુણાવાડા) છે. તેઓ સમજણા થયા ત્યારથી જ અનાસકત હતા. ખાનપુરમાં રહેતા ખડાયતા વાણિયા એમને ખડાયતાસંત તરીકે જ ઓળખે છે. એમનાં માતાપિતા સંબંધી કોઈ માહિતી મળતી નથી. લોકોકિત પ્રમાણે તેમની બાલ્યાવસ્થામાં જ એમના પિતાશ્રી પરલોકવાસી થયા હતા. તેથી માતાએ તેમનું પાલન કર્યું હતું. નાનપણથી જ એમનું ચિત્ત વૈરાગ્યપરાયણ હતું. ગૃહત્યાગ વખતે માતાને કહી ગયેલા કે તું ગુજરી જઈશ ત્યારે હું આવીને આગ મૂકીશ. એમનાં માતા મરણ પામ્યાં ત્યારે સ્મશાનમાં ડાઘુઓએ બૂમ પાડીને બોલાવ્યા, તે સમયે એકદમ અગ્નિ પ્રગટ્યો અને બધા આશ્ચર્યમુગ્ધ બની ગયા. શિમળિયાનું સ્થાન નદી કિનારે છે. જીવણદાસને એ જગ્યા ધ્યાન માટે અનુકૂળ લાગવાથી દર અગિયારસ અને પૂર્ણિમાએ ખાનપુરથી શિમળિયા આવતા. રાત્રે સામે કિનારે જઈ સમાધિમાં બેસતા અને સવારે પાછા ફરતા. મદ્રાસમાં રણછોડજીનું મંદિર છે. એ મંદિરમાં કૃષ્ણનું મદન-મોહનજીનું સ્વરૂપ છે. એવું કહેવાય છે કે ત્યાંના વૈષ્ણવોએ જીવણદાસ મહારાજશ્રીની આજ્ઞાથી એ ત્યાં પધરાવેલું. વૈષ્ણવીદીક્ષા એમણે ક્યારે લીધેલી તે કંઈ ચોક્કસ નથી. સંત જીવણદાસ વૈષ્ણવો સાથે ચોતરા ઉપર ભજનકિર્તન કરતાં. ભજન કરતાં કરતાં એક દિવસ રાત્રે ચોતરામાં તેઓ અદૃશ્ય થઈ ગયા. તે દિવસથી ચોતરો ‘‘ચેતન ચોતરા’ તરીકે પ્રસિદ્ધ છે. ચેતન ચોતરો સંત Jain Education International બૃહદ્ ગુજરાત જીવણદાસનું સમાધિસ્થાન છે. તે નદી-કિનારે આવેલ છે. તેની બન્ને બાજુએ ખડક હતા, જે પાણીના પૂરથી ધોવાઈ ગયા છે, પણ ચેતન ચોતરાને કંઈ જ નુકશાન થયું નથી. જીવણદાસ અખાના શિષ્ય લાલદાસના શિષ્ય હતા. આ અંગે આંતરિક પુરાવો જીવણદાસની વાણીમાંથી ઉપલબ્ધ થાય છે. શિમળિયાના સંત જીવણદાસ અંગે ગુજરાતી હસ્તપ્રતોની યાદીમાં સંવત ૧૮૦૩ની સાલ મળે છે. એમની બીજી બધી હસ્તપ્રતો જોતાં સંવત ૧૮૩૬ પછીની કોઈપણ સાલ એમની કૃતિઓમાં મળતી નથી. તેથી ઇ.સ. ૧૮મી સદીમાં તેઓ થઈ ગયા. એમની અપ્રગટ કૃતિઓ પદ્યમાં જ ઉપલબ્ધ થાય છે. ખંભાતમાંથી પ્રાપ્ત થયેલા ગુટકામાં ૫ થી ૧૧ સાખીઓ અને એક પદ હિંડોળાનું મળે છે. તે ઉપરાંત ગુજરાત વિદ્યાસભા (ભો. જે. વિદ્યાભવન)ની હસ્તલિખિત પ્રત (૮૪૫)માં ‘ગોપી કૃષ્ણ વિવાહ’નું પદ મળ્યું છે. ઉપરાંત શ્રી ફાર્બસ ગુજરાતી સભા હ. પ્ર. નં. ૨૦૭ માંથી ‘સદ્ગુરુ મહિમા’ અને ‘ચૌદ ભોવનરો’ તથા ‘નવીન કાવ્ય દોહન'માં ચાર પદ મળે છે. સંત જીવણદાસની પહેલી કૃતિ ‘ચાતુરીઓ' સં. ૧૮૦૨માં રચાઈ છે. અને એમની છેલ્લી કૃતિ ‘મહીમાતમ’ સં. ૧૮૩૬માં રચાઈ છે. તેથી જીવણદાસનો કવનકાળ સં. ૧૮૦૨ થી ૧૮૩૬ છે.‘મહીમાતમ’' અને ‘જીવનગીતા' એમની ઉત્તમ કૃતિઓ છે. ગારિયાધારના વાલમપીર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં ગારિયાધાર નામનું ગામ છે. ત્યાં વિ. સ. ૧૮૮૦ (ઇ.સ. ૧૮૨૪)ના જેઠ સુદ ૨ના દિવસે પ્રભુભક્તિ પરાયણ કાંત્રોડિયા પટેલ લવા નારાયણના ઘરે જબાઈ માતાની કૂખે વાલમપી૨ જન્મ્યા. વાલમરામ બાળક હતા ત્યારે જ કોઈ અજાણ્યા સંત એમનાં દર્શન કરી ગયેલા. વાલમરામે ગામઠી શાળામાં થોડુંક શિક્ષણ લીધું. સં. ૧૮૮૭માં વાલમરામે સાત વર્ષની વયે સમર્થ સદ્ગુરુ ભોજલરામને સ્વપ્રમાં શરણે જઈ કંઠી બંધાવી. ને પછી તો ભોજલરામ ગારિયાધાર પધાર્યા ત્યારે એમણે વાલમરામનું ગુરુપણું સ્વીકાર્યું. વાલમપીર આ રીતે વીરપુરવાળા જલાબાપુના ગુરુભાઈ થાય. સં. ૧૮૯૦માં વાલમપીરે એક બાજુ સંત સેવા કરી અને બીજારૂપે ખેતરમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy