SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૦૦ લોકસંતો : દીuતંભો –પ્રો. ડો. આર. ટી. સાવલિયા લોકસંસ્કૃતિનું સંવર્ધન કરનારા ઓલિયા સંતોની વાતો ન્યારી છે. માનવીને કોઈ આકસ્મિક ઘટનાના પ્રભાવમાંથી જ વૈરાગ્યનો રંગ લાગી જાય છે. ત્યારે તેમના જગતના તમામ ભૌતિક સુખો કાલ્પનિક જણાય છે. અને આધ્યાત્મિક સુખમાં જ તેમને વાસ્તવિક સુખની અનુભૂતિ થાય છે. સમયે સમયે સિદ્ધ આત્માઓનું પ્રાગટ્ય થયાનું અને ચમત્કારો દ્વારા કોઈ અદેશ્ય શક્તિના પરચા અનુભવાયાનું સાંભળીએ છીએ પણ તેમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ભગવાન રામચંદ્રજી પ્રત્યે હનુમાનજીને અપાર શ્રદ્ધા હોવાને કારણે રામનું નામ લઈ ઊંડા પાણીના પ્રવાહમાં પથરી નાંખ્યા અને જે કાંઈ ચમત્કાર થયો તેનાથી સૌ વિદિત છે. વર્તમાન સમયમાં પણ ગામને ગોંદરે કે તીર્થસ્થાનોમાં સંતપુરુષોનાં ઊભેલાં બાવલાંઓ કે એવાં સ્મૃતિ સ્મારકો ખરેખર તો આપણાં પ્રેરણાસ્થાન બન્યાં છે. સમાજને ઊંચી ભૂમિકાએ લઈ જવા આ અવધૂત યોગીઓએ ભારે મોટો પુરુષાર્થ કર્યાનું જણાય છે. અત્રે થયેલી સંતોની જીવનધારા એવો અહેસાસ કરાવે છે કે સુખ બહારનાં સૌદર્યમાં નહિ પણ ભીતરના આત્મસૌદર્યમાં જ સમાય છે. સંતોની સ્મૃતિઓમાંથી આપણે શાંત સુધારસનો આસ્વાદ માણીએ અને લેખક-પ્રાધ્યાપક ડો. રામજીભાઈ ઠાકરશીભાઈ સાવલિયાનો પરિચય પણ જોઈએ. ભારતીય સંસ્કૃતિ વિષયમાં એમ. એ. (૧૯૮૨) અને પી. એચ. ડી. (૧૯૮૯). “ગુજરાતની હિંદુ દેવીઓનું પ્રતિમવિધાન” નામના મહાનિબંધનું ICHP નવી દીલ્હીના અનુદાન દ્વારા પ્રકાશન (૧૯૯૧) અને ગુજરાતમાંની માતૃકાઓનું મૂર્તિવિધાન” (૧૯૯૩) અને “કલાવિમર્શ' (૨૦૦૦), ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશન. ગુજરાતની દિગુપાલ પ્રતિમાઓ (૧૯૯૮) અને પાશુપત સંપ્રદાય: ઉદ્ભવ અને વિકાસ’ (૧૯૯૯) પુસ્તકરૂપે પ્રકાશન. ગુજરાતનાં પ્રાચીન સરોવર, તળાવો અને કૂંડો’ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત (૨૦૦૦), “સંસ્કૃત સાહિત્ય અને ઇતિહાસમાં શાસ્ત્રી' (દ્વિતીય)ની પદવી (૧૯૯૭). ક. ભા. દવે રીપ્યચંદ્રક : ગુજરાત ઇતિહાસ પરિષદ, ૧૯૯૧. સમાજ ગૌરવ પુરસ્કાર : લોકસેવા ફાઉન્ડેશન, અમદાવાદ મે, ૧૯૯૯. સ્વ. ડો. હરિભાઈ ગૌદાની સમાજ ગૌરવ પુરસ્કાર : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, અમદાવાદ, ૨૯ જુલાઈ, ૨૦૦૧. ક્યુરેટર કમ લેકચરર, વિચાર ટ્રસ્ટ, “ધાતુપાત્ર સંગ્રહાલય' (૧૯૮૨ જુલાઈથી ૧૯૮૪ જુલાઈ). ૧૯૮૪ થી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં ભારતીય સંસ્કૃતિ વિષયમાં અધ્યયન-સંશોધન અને અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક. ભારતીય સંસ્કૃતિ વિષયમાં પી.એચ.ડી. માટે ગુજરાત યુનિવર્સિટી (ઓક્ટો. ૧૯૯૬) તથા આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યાકેન્દ્ર અને બૌદ્ધ દર્શન વિષયમાં એમ. ફિલ અને પી. એચ. ડી. માટે ગૂજરાત વિદ્યાપીઠ (માર્ચ, ૧૯૯૮) દ્વારા માન્ય માર્ગદર્શક અધ્યાપક. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની સંસ્થાઓનું આજીવન સભ્યપદ ધરાવે છે. “સામીપ્ય” અધ્યયન અને સંશોધન સૈમાસિક (૧૯૯૨ થી) સહાયક સંપાદક. ગુજરાત ઇતિહાસ પરિષદમાં કોષાધ્યક્ષ (૧૯૯૪ થી૧૯૯૭), અને મંત્રી (૧૯૯૭ થી), આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અને બૌદ્ધદર્શન કેન્દ્ર અને ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતક કેન્દ્રમાં મહેમાન અધ્યાપક (૧૯૯૬ થી). પુરાતત્વ (ખોજ) શિબિરઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં (૧૯૯૨ થી) તજજ્ઞ તરીકે. સામીપ્ય, પથિક, કુમાર, સ્વાધ્યાય, સંબોધિ, ગુજરાત જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં ૯૫ જેટલા વિવિધ વિષયોના સંશોધનાત્મક લેખો છપાયા. ગુજરાત વિશ્વકોશમાં પુરાતત્ત્વ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયમાં ૫૦ જેટલા અધિકરણો લખ્યાં. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઈ સંશોધન પેપર રજૂ કરી ચર્ચામાં ભાગ લીધેલ છે. હાલ, અધ્યાપક, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદમાં કાર્યરત. -જંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy