SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ‘વિદૂરનીતિ’, ‘શ્રીધરી ગીતા’, ‘શુકનીતિ’, ‘કળાવિલાસ’, ‘રાજતરંગિણી’ ઇત્યાદિ તેમના અનુવાદિત પુસ્તકો છે. પ્રખર ધર્મચિંતક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (ઈ. સ. ૨૬-૯-૧૮૫૮ થી ઈ. સ. ૧-૧૦-૧૮૯૮) ‘એક બ્રાહ્મણ’, ‘એક પ્રવાસી’, ‘અભેદમાર્ગ પ્રવાસી’ એમ વિવિધ તખલ્લુસધારી, મણિલાલ દ્વિવેદીનો જન્મ સાક્ષરભૂમિ નડિયાદમાં થયો હતો. ઇ.સ. ૧૮૭૫માં મેટ્રિકની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં નાપાસ થયા અને બીજે વર્ષે સમગ્ર યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા! મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી. એ. થયા. અભ્યાસમાં તેજસ્વી હોવાથી ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર વિષયમાં જેમ્સ ટેઈલર પારિતોષિક મળ્યું હતું. ૧૮૮૦માં મણિભાઈની નડિયાદની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અને ૧૮૮૧માં સરકારી કન્યાશાળાઓના નિરીક્ષકપદે નિમણૂંક થઈ હતી. ૧૮૮૫થી ૧૮૮૮ સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે રહ્યા. નબળી તબિયતને કારણે ત્યાંથી નિવૃત્ત થઈ નડિયાદ આવ્યા. વડોદરા રાજ્યે પ્રાચ્યવિદ્યા વિભાગ શરૂ કર્યો હતો. તેના અધ્યક્ષ તરીકે ડિસેમ્બર ૧૮૯૩થી જુલાઈ ૧૮૯૫ સુધી રહ્યા. માત્ર ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવી, ઇ.સ. ૧૮૯૮માં નડિયાદ ખાતે મણિભાઈનું અવસાન થયું. સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓના વિદ્વાન મણિભાઈ દ્વિવેદીનું લક્ષ્ય ચરિત્રસુધારણા ઉપર વિશેષ હતું. સાહિત્ય તથા શિક્ષણના ક્ષેત્રમાં તેઓ રહ્યા. ત્યાં ઉપરોક્ત બાબત ઉપર તેમણે વિશેષ ભાર મૂક્યો છે. ધર્મચિંતક તરીકે આદિ શંકરાચાર્યનો અદ્વૈત સિદ્ધાંત તેમને વધારે આકર્ષી ગયો હતો. ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન' એ બે સામયિકો દ્વારા મણિભાઈએ અદ્વૈત સિદ્ધાંત આધારિત ધર્મચિંતકની પોતાની આભા મજબૂત બનાવી હતી. હિંદુધર્મ અને ફિલસૂફી પ્રત્યે મણિભાઈને વધારે લગાવ હતો. ભારતીય સંસ્કૃતિનો વિદેશમાં પ્રચાર થાય તે હેતુથી એક સૈકા અગાઉ અંગ્રેજીમાં લેખો લખ્યા હતા. એમના નિબંધોમાં ગદ્યની સુઘટ્ટતા છે પણ તેમના કેટલાક વિચારોમાં તર્કસંગતતા દેખાતી નથી. ‘સુદર્શન ગ્રંથાવલી' એ તેમના ધર્મતત્ત્વ વિષયક લખાણોનો સંગ્રહ છે. ‘કાંતા’ અને ‘નૃસિંહાવતાર' મણિભાઈએ લખેલાં Jain Education International બૃહદ્ ગુજરાત નાટકો છે. ‘આત્મ નિમજ્જન' તેમનો કાવ્યસંગ્રહ છે. ‘ન્યાયહાસ્ય’ અને ‘ચેતનશાસ્ર' અનુક્રમે તર્કશાસ્ત્ર અને માનસશસ્ત્ર ઉપરનાં પુસ્તકો છે. મણિભાઈએ ‘સ્યાદ્વાદ મંજરી'નું અંગ્રેજી ભાષાંતર—સંપાદન હાથે ધરેલું. તેમના મૃત્યુથી એ અધૂરું રહ્યું. વર્ષો પછી આનંદશંકર ધ્રૂવે તે કામ પૂર્ણ કર્યું. અને ઈ.સ.૧૯૩૩માં પ્રસિદ્ધ થયું હતું. તેમણે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના સૂચનથી પાટણના જૈન હસ્તલિખિત પુસ્તકોના જ્ઞાનભંડારની તપાસ કરેલી. આ કામગીરી માટે મણિભાઈ આઠ મહિના પાટણમાં રહેલા. ૨૬૧૯ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ વડોદરા રાજ્યે છપાવીને પ્રગટ કરી હતી. તેના આધારે વડોદરા રાજ્ય તરફથી પ્રાચ્યવિદ્યામંદિર અને ગાયકવાડ ઓરિઅન્ટલ સીરીઝ નામની ગ્રંથમાળાઓની સ્થાપના થયેલી. ‘ષદર્શન', ‘યોગબિંદુ' ઇત્યાદિ ૧૭ સંસ્કૃત ગ્રંથોનું મણિભાઈએ ભાષાંતર સહિત સંપાદન કરેલું. ‘તર્ક કૌમુદી’, ‘યોગસૂત્ર’, ‘માંડુક્યોપનિષદ’, ‘સમાધિશતક'ના મણિભાઈએ કરેલા અંગ્રેજી અનુવાદ-સંપાદન પ્રગટ થયાં છે. પ્રકાંડ દર્શનશાસ્ત્રી શ્રીમદ્ રાજચંદ્રજી (સંવત ૧૯૨૪ થી ૧૯૫૭) (ઇ. સ. ૧૮૬૮ થી ૧૯૦૧) રાજકોટ જિલ્લાના મોરબી પાસેના વવાણિયા ગામમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ સંવત ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે થયો હતો. તેમના પિતા રવજીભાઈ મહેતા વવાણિયા પંથકના મહાજન હતા. શ્રીમદ્નું નામ પહેલાં લક્ષ્મીનંદન હતું. પછી રાયચંદભાઈ પાડવામાં આવ્યું હતું. ગાંધીજીએ રાયચંદ્રને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તેમની આત્મકથામાં ‘રાયચંદભાઈ' નામનું એક પ્રકરણ પણ છે. શ્રીમા નાનાભાઈ મનસુખલાલ ૨વજીભાઈ મહેતા પાછળથી કાઠિયાવાડના જાહેરજીવનના અગ્રણી બન્યા હતા. કિશોરાવસ્થાથી રાયચંદભાઈના મનમાં જગતના નાશવંતપણાની ભાવના જાગૃત બનતી જતી હતી. મોરબી અને રાજકોટમાં શિક્ષણ મેળવી સોળ વર્ષની વયે રાયચંદભાઇ વવાણિયામાં પિતાની દુકાને બેસતા. ભણતર દરમિયાન તેમની બુદ્ધિપ્રતિભા ખીલી ઊઠી હતી. સંવત ૧૯૪૩માં ૧૯ વર્ષની યુવાન વયે રાયચંદભાઈએ મુંબઈમાં તેજસ્વી સ્મરણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy