SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૧ મનન દ્વારા અહીંની સંસ્કૃતિના સબળ સત્ત્વને સૌંદર્યમંડિત કર્યું છે. વીરતા અને શૌર્યતાની બનેલી રોમાંચક ઘટનાઓ વાંચતા અને સાંભળતાં મનના અનેક ભાવપંદનોને ઝંકૃત કરી જાય છે. સરળતાની પ્રતિષ્ઠિત આવી પ્રતિભાઓનો સંગ, સહવાસ અને સથવારો આપણી પ્રચંડ તાકાત બની રહે છે. પ્રચંડ પુણ્યબળ હોય અને પરમની અપાર કૃપા હોય ત્યારે જ મહાપુરુષોનો સંગ ઊભો થાય છે. આ સંગતી જ ચૈતન્યનું સર્જન કરે છે અને ભાવુક માનવીને સમૃદ્ધિના શિખરે પહોંચાડે છે. પછી તો અનેકોનાં કરુણા, નીડરતા, વાત્સલ્ય આપણને સુખદ અનુભૂતિ કરાવી જાય છે, એ સનાતન સત્ય છે. આવાં પ્રકાશનોથી વ્યક્તિમાં ધરબાયેલા પારસની સાચી ઓળખાણ થાય છે. સાંસ્કૃતિક ચેતનાનો આવિષ્કાર પણ આનાથી જ અનુભવાય છે. જીવનચેતનાનો વાસ્તવિક આનંદ પણ આવાં સર્જનો દ્વારા જ થાય છે. તેથી જ બૃહદ્ ગુજરાતની વિવિધક્ષેત્રની વિશિષ્ટ ગુણાનુરાગી પ્રતિભાઓનો પરિચયકોશ આપવાના એક સારગર્ભિત સાહસનો નમ્ર પ્રયાસ તો કર્યો, પણ આ બધી વંદનીય વિભૂતિઓને ન્યાય આપવા મારા જેવો માણસ નાનો અને ટૂંકો પડે. તેઓને ભાષાના શબ્દોથી શણગારવા કે વાણીના વૈભવથી વર્ણવવા પણ અશક્ય છે, પણ સમાજનું અમારા ઉપરનું ઋણ ફેડવા માટે જ આ નમ્ર પ્રયાસ હાથ ઉપર લીધો છે. આ કાર્યથી મનમોરલો નાચી ઊઠ્યો અને મારું આંતરવિશ્વ હંમેશા ઊર્મિ-આનંદના હિલ્લોળા લેતું રહ્યું, લાગણીનો સાગર ઊછળતો રહ્યો. આ કાર્યમાં અમદાવાદના રમણિકલાલ જયચંદ દલાલ અને તેમના સુપુત્ર પ્રોફેસર પરિમલભાઈ દલાલના પરિવારનો સહયોગ વર્ષો સુધી મળતો રહ્યો. શમણાનો સાક્ષાત્કાર ગ્રંથના વિશાળ વ્યાપ અને વણાટ સાથે ઘણાં વર્ષોથી એક પ્રબળ ઉત્કંઠા હતી. મનમાં એક મહત્ત્વાકાંક્ષી આયોજન અંક્તિ થઈને સતત રમતું હતું. હૈયાનો ઉલ્લાસ પણ હતો. સૈકાઓ પૂર્વેની આ ધરતીની જાજરમાન અસ્મિતા અને ગરિમાને પ્રગટ કરવાનો અંતરમાં એક દઢ સંકલ્પ અને સોનેરી સોણલું હતું. આ શુભ મનોરથ સિદ્ધ થયાનો મનમાં આનંદ છે. આ ગૌરવશાળી અસ્મિતાનું વિશુદ્ધ મૂળ તો તેનો અધ્યાત્મવાદ છે. તેના બળે જ આપણું મસ્તક ઉન્નત રહ્યું છે. ચૈતન્યશક્તિની વાસ્તવિક અસ્મિતા પણ આ અધ્યાત્મ જ છે, જેનાથી પરમને પામવાનું સરળ બની રહે છે. આ ગૂઢ વાત મારા મનમાં સુષુપ્ત ભાવે આજ સુધી નિહિત રહેલી છે. સાડા ત્રણ દાયકામાં અઢાર જેટલા માહિતીકોશ જેવા સ્મૃતિસંદર્ભગ્રંથોનું સફળ પ્રકાશન થઈ શક્યું તેમાં ભગવતીની અમારા ઉપરની કૃપા જ સમજું છું. પૂરી સમજણ સાથે તથા અનેક તાણાવાણા વચ્ચે, માત્ર ભક્તિભાવથી પ્રેરાઈને રજૂ કરેલા વિશાળ ફલક ઉપરના આ બધા ગ્રંથો ગુજરાત અને બહારના ગ્રંથાલયોમાં ઉપયોગી બન્યા છે, તેથી મારા જીવનને કૃતાર્થ સમજું છું. આ વિશિષ્ટ સાહિત્યયાત્રા અમને આંતરિક જીવનમાં ડોકિયું કરવામાં નિમિત્ત બની. તેને જ જીવનફલશ્રુતિનો સાક્ષાત્કાર સમજી જીવનના આ વહેતા પ્રવાહમાંથી આપણે સૌ પ્રેરણાનાં બિંદુ પામીએ. આ ગ્રંથયોજનાની પૂર્વ ભૂમિકા કલાસ્થાપત્યના ધ્વજધારી સમા અને જગતની આઠમી અજાયબી સમાન શત્રુંજય - પાલીતાણા મારી જન્મભૂમિ. જ્ઞાતિએ બ્રહ્મભટ્ટ (બારોટ). પિતા ભગુભાઈ અને માતા સંતોકબા. આ ચૂસ્ત ધર્મપરાયણ માતાપિતાના પુણ્યબળે જ જીવનમાં કાંઈક પામ્યો છું. જન્મદાત્રી અને જન્મભૂમિને જ્યારે જ્યારે યાદ કરું છું ત્યારે ખરેખર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy