SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જે બૃહદ્ ગુજરાત વિશિષ્ટતાઓને બિરદાવી છે. ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતની પ્રજાને જગતની મહાજાતિ કરીકે ગણાવી છે. જગતના મહાન ઇતિહાસકાર એચ. જી. વેલ્સે ગુજરાતની પ્રજાને જગતની સૌથી વધુ અહિંસક અને શાંત પ્રજા તરીકે ઓળખાવી છે. નર્મદ અને મેઘાણી જેવી પ્રભાવક પ્રતિભાઓની યશસ્વી કલમે પંકાયેલા શૌર્યવંતા ગુજરાતના પાંચ કરોડ ગુજરાતીઓની લાક્ષણિક્તા તો જુઓ! સંપત્તિ અને કળા કૌશલ્ય, શૌર્ય અને પ્રેમ, ધર્મ અને કર્તવ્યનો જે ભૂમિમાં અદ્ભુત સુંદર સમન્વય જોવા મળ્યો; ક્યાંક સંતદર્શન અને શ્રવણસત્સંગ દ્વારા ધર્મપ્રેમ અને તપની સાધનાની છોળો ઊછળતી જોઈ, જે જીવનની કોઈ ઉચ્ચ ભૂમિકા તરફ લઈ જાય છે, ક્યાંક કરુણા અને માનવતાનો મહેરામણ ઊભરાતો જોવા મળ્યો; ક્યાંક પરાક્રમો અને વીરતાની વિપુલતાનાં દર્શન પ્રાપ્ત થયાં છે; ક્યાંક સાહસિકતા, નીડરતા અને દઢ મનોબળનો સાગર હિલોળતો નિરખવા મળ્યો; ક્યાંક કલ્યાણક પ્રવૃત્તિઓના શ્રેષ્ઠતમ કીર્તિમાન સ્થંભોસમાં દેવાલયો જોયાં, જેમાં ઇતિહાસની ધબકતી પ્રેરણાઓ માલુમ પડી. આ મંદિરો જ સમાજની ધરી છે. આ મંદિરો જ વિચારો અને સદાચારનાં સાચાં વિતરણ કેન્દ્રો છે. શાંતિ સંસ્કાર અને સંત સમાગમની ગંગોત્રી એ આ મંદિરો. સંસ્કૃતિના ઊંચા મૂલ્યોનું રક્ષણ કરનારા આ મંદિરો કલ્યાણના સદાવ્રતો બની રહ્યાં છે. આ પ્રત્યેક ઘટનાપ્રસંગોમાં ગુર્જર સંસ્કૃતિના સૂક્ષ્મ તત્ત્વોનું આબાદ દર્શન જોવા મળે છે. પ્રત્યેક વતનપ્રેમી ગુજરાતીના અંતરમાં એનું ચિરંતર સ્થાન હૃદયના ધડકનની જેમ ધડકે છે અને અપાર આત્મગૌરવ નિરંતર છવાયેલું જ રહે છે. આ વિચારધારાને સતત બળ અને પ્રેરણા આપવામાં શિક્ષણજગતના પ્રજ્ઞાવતો ડૉ. કુમારપાળ દેસાઈ અને ડૉ. રમેશભાઈ જમીનદારનું વિશેષ પ્રદાન રહ્યું છે. માનવીનાં જીવનમાં પથરાયેલા શુભ સાત્વિક તત્ત્વોને પ્રમાણવાની એક નવી જ ક્ષિતિજ દોરીને માનવીય સંસ્કાર સૌરભની ગરિમા અને તેની સભાનતાનું રસદર્શન કરાવવાનો અમારો લાંબા સમયનો આ એક પ્રબળ થનગનાટ હતો. ૧૯૫૫ થી ૧૯૬૪ સુધીના ભાવનગર જિલ્લાના મારા જાહેર જીવન દરમ્યાન લેખન, વાંચન અને પત્રકારત્વના મારા શોખ અને રુચિને કારણે સ્વનામધન્ય એવા અનેક ભિષગુરત્નોનાં ચરિત્રોથી વાકેફ થતો રહ્યો. સંયમસુવાસ વડે જેણે પોતાના તેજઝબકારાથી સમાજ અને રાષ્ટ્રને એક નવો જ રાહ બતાવ્યો એવા સંતમહાપુરુષોનો એક અતૂટ પ્રવાહ સતત જોવા મળ્યો. લલિતકળા, સાહિત્યથી જેણે પોતાનાં ઊર્ધ્વગામી જીવનની આત્મીયભાવે ઝાંખી કરાવી અને જેમના પુનિત સાનિધ્યે આ ધરતીની ગરિમાનું વિચારવલોણું મારા મનમંદિરમાં સતતપણે ઘૂમતું રાખ્યું એવી આત્માની અનંત શક્તિઓમાં તદાકાર બની વિચરતી એવી સૌ પ્રતિભાઓની સારપનું સામૈયું કરવાનો હર્ષના આંસુઓ સાથે આ એક ઉમદા પ્રયાસ છે તેમ સમજવું, કારણ છેલ્લા ચારેક દાયકામાં આશા, બને અપર્વ ઉલ્લાસ સાથે મન ભરીને જે જે શુભ સૌંદર્ય જોયું. માણ્યું. અનુભવ્યું એ જ મારી આશા શ્રદ્ધાનું પ્રેરકબળ બની રહ્યું. મારી સમજણનો સૂર્યોદય લાવવામાં જૈન મુનિઓનો વિશેષ ફાળો રહ્યો છે. મારું આ અનુભવભાથું મારી જીવનમાંડણીમાં આજસુધી એક ધબકતી ચેતના બની રહ્યું. તેને આશા ઉત્સાહથી વાગોળવાનો આ પ્રકાશન દ્વારા શુભ અવસર મળ્યો છે ત્યારે એ સૌ હૃદયસ્પર્શી પ્રતિભાઓનાં માન-સન્માનને કંકુ ચોખાથી વધાવીએ. અહોભાવથી તેમના ઓવારણાં લઈએ અને ભાવોલ્લાસથી સૌને પ્રણમીએ. “જય જય ગરવી ગુજરાત” આ પંક્તિએ ખરેખર તો ગુજરાતના મૃદુ કલેરવને ચિરંજીવિતા બક્ષી છે. હૈયાની સુવાસથી મઘમઘતા અનેક મહાપુરુષોએ જગતના ચોકમાં સ્નેહ અને શ્રદ્ધાનાં, બિરાદરી અને પ્રેમનાં, તપ અને તેનાં કિરણો પ્રસાર્યા છે. જેની પાસેથી સ્કૂર્તિ અને ચેતનાનું પુષ્કળ ભાથું મળી રહે તેવી ચારિત્ર્યસંપન્ન પ્રતિભાઓએ ચિંતન, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy