SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ક RS. મwwઉમFછે RRBIJWAMI , Y યાર, W) immmmm 696. 010000000000XXxIg0/606:403:00:20..' Tuuuuuuu શttLS0LGF:0:020503:36cG:00:00:20:EOSXSC00000002MOSTE D ( પુરોવચન) –ાંદલાલ દેવલુક ભાવે કરું સ્તુતિવંદના માતા સરસ્વતીજીને અંતરભાવથી નમસ્કાર કરું છું. દિવ્ય સ્વરૂપા અને રાજરાજેશ્વરી પદ્માવતીજી તમે પણ પરમ કલ્યાણકારી અને વિરાટ શક્તિસ્વરૂપા છો, તેથી તમને પણ વારંવાર નમસ્કાર કરી ઘટઘટમાં તમારું ધ્યાન ધરી, સ્તવના કરી વિશેષતયા તમારી અપાર કૃપા ઇચ્છું છું. આર્યાવર્તની આ પાવન ભૂમિ પર પ્રકૃષ્ટ પુણ્યનિધિ અને અખૂટ શક્તિના સ્વામી એવા વિશ્વવંદ્ય મહાપુરુષોનાં પુનિત પગલાં મંડાયાં. પોતાના પ્રકાશપુંજથી વિરાટ નભોમંડળને ચોગરદમ ઝળહળતું રાખી આંતરશત્રુઓ ઉપર વિજય મેળવનાર અનેક સંતવિભૂતિઓને પણ નમસ્કાર કરું છું. સાદર સમર્પણ ગુજરાત એટલે ગુણગર્વિલો અને રળિયામણો સુંદર પ્રદેશ. ગુજરાત એટલે વસુંધરાની રસાળ અને સદાકાળ ચેતનવંતી રહેતી પાંગરેલી સંસ્કૃતિવેલ. ગુજરાત એટલે વિશ્વભરમાં અત્યંત મહિમાસભર, સ્થાપત્યકળામાં અદ્ભુત એવાં મનોહર મંદિરોનું નગર, શત્રુંજય અને ગિરનાર જ્યાં અનંતા આત્માઓ સિદ્ધિ પદને પામ્યા છે. ગુજરાત એટલે વિશ્વ ઉદ્યાનનું પ્રફુલ્લ પુષ્પ. ગુજરાત એટલે કષ્ણ-સુદામા, હેમચંદ્ર-કુમારપાળ, ગાંધી-સરદાર, દયાનંદપ્રેમાનંદની પુણ્યભૂમિ. ગુજરાત એટલે સંતો અને સાધનાની ભૂમિ; સોમનાથ અને દ્વારકા, નરસિંહ મહેતાના વૈષ્ણવોનું ધમધમતું ભક્તિ કેન્દ્ર. ગુજરાત એટલે સહજાનંદની કર્મભૂમિ. કવિ નાનાલાલે તેને “ગુણિયલ ગુજરાત” કહી છે. અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ “જય જય ગરવી ગુજરાત” કહીને ભારોભાર આ ભૂમિનાં યશોગાન ગાયાં છે. કવિ ખબરદારે “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” એમ કહીને સદાકાળ ગુજરાતની આગવી પરંપરાનું યથોચિત ગૌરવભર્યું સન્માન કર્યું છે. આ કથન જેટલું ભાવવાહી છે એટલું જ ખરેખર વાસ્તવદર્શી પણ છે. સ્વ. રમણલાલ દેસાઈએ તો ભારપૂર્વક નોંધ્યું છે કે ગુજરાતને પોતાની સાથે જ રાખી ફરતો ગુજરાતી ગુજરાતના ગૌરવ અને સૌંદર્યના ગુણનો પ્રતિનિધિ છે. કવિ ઉમાશંકરે “મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે” એમ કહીને ગુજરાતની Jain Education Intemational niemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy