SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન પ્રકાંડ દર્શનશાસ્ત્રીઓ –રાજુલ વે વિશ્વમાં માન મૂકાવે તેવા આપણે ત્યાં બ્રાહ્મણ અને શ્રમણ બન્ને પ્રવાહોમાં પ્રકાંડ દાર્શનિકો થયા છે જેમનું પ્રદાન યુગો સુધી ચિરંજીવી બની રહેશે. * ૨૯૫ વૈદિકોમાં જેમ ન્યાય, વૈશેષિક, યોગ, વેદાંત જેવાં છ દર્શનો આવ્યાં તેમ ભગવાન બુદ્ધ પછી ક્ષણિક વિજ્ઞાનવાદ અને શૂન્યવાદી દર્શનોની લાંબા સમય સુધી પ્રતિષ્ઠા રહી, જ્યારે જૈનદર્શનમાં સ્યાદવાદે અનંતજ્ઞાન, દર્શન અને ચારિત્ર્યના પરમ પ્રભાવક સિદ્ધાંતો આપ્યા, જે વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. આ બધા વૈશ્વિક દાર્શનિકોના પ્રજ્ઞાપ્રસાદને ઝીલી, તો કોઈ કોઈ સ્વતંત્રપણે પ્રજ્ઞાપારમિતા પામી ગુજરાતના મહાન જ્યોતિર્ધરો તરીકે પ્રસિદ્ધિ પામ્યા. મહર્ષિ દયાનંદજીએ તો વેદના સંહિતા ભાગને જ પ્રમાણ માની નબળાં તત્ત્વોની સામે લાલબત્તી ધરી, ઈચ્છારામ દેસાઈએ ‘ચંદ્રકાન્ત’ જેવા ગ્રંથો પ્રકાશિત કરી લોકશિક્ષણનું ભારે મોટું કામ કર્યું. પારડીમાં અડિંગો જમાવી વેદમૂર્તિ શ્રીપાદ દામોદર સાતવળેકરે વેદો અને ગીતા ઉપર અદ્ભૂત કામ કર્યું અને પૂરા શતાયુ પુરુષાર્થી રહ્યા. અભેદમાર્ગના પ્રવાસી મણિલાલ નભુભાઈ, સ્વામી વિવેકાનંદજીને પણ સુપ્રસન્ન કરી શક્યા. શ્રીમદ્ રાજચંદ્રજી-રાયચંદભાઈ-મહામુકત પુરુષ. જીવનમુક્ત આ પુરુષે પદો રચ્યાં. અને સદ્બોધ આપ્યો. પંડિત આનંદશંકર ભારતીય ધર્મોના મહા મેધાવી, મહાત્મા ગાંધી પણ તેમનો અભિપ્રાય પૂછે. બનારસ વિશ્વવિદ્યાલયના કુલપતિજી. પં. સુખલાલજી પ્રજ્ઞાનેત્રોથી જીવ્યા પણ એમના ગ્રંથો મૂળ સિદ્ધાંતોને ઊંડી ગવેષણાથી સમજાવતા રહ્યા. બેચરદાસજી પણ સત્યનિષ્ઠ અને શાસ્ત્રનિષ્ઠ પૂરા. મશરૂવાળા સાદા, સરળ ગદ્યના પુરસ્કર્તા. જ્યારે ફિરોઝદાવરકે માલવણિયા તત્ત્વાન્વેષણના સાચાં મોતી લાવનાર સંબુદ્ધ પુરુષો. યોગીના પણ ગુરુ શ્રી મકરન્દ્રભાઈ અવધૂતિ ચિંતનના પારગામી ગણાયા. ફાધર વાલેસ સવાયા ગુજરાતી ચિંતક અને આચાર્ય રત્નસુંદરસૂરિજી શાસ્ત્રો પાછળ દોડનારા નહિ પણ શાસ્ત્રો એની પાછળ દોડે એવા વાચસ્પતિ શીલબોધિ પૂણ્ય સાધુ પુરુષ. આ બધા દાર્શિનિકોનો સહજભાવે પરિચય કરાવે છે સૌરાષ્ટ્રના એક પ્રખર પત્રકાર રાજુલ દવે. તેઓ ખૂબ જ નમ્ર અને પ્રેમાળ હોવાનું અનુભવાયું છે. તેમનો જન્મ મુંબઈમાં તા. ૧૧-૧૨-૧૯૫૬માં થયો. એમ. એસ. સી. સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવવાને સદ્ભાગી બન્યા. પત્રકારત્વ તેમનો બચપણથી શોખ હતો એટલે અખબારી ક્ષેત્રે હિંમતપૂર્વક ઝંપલાવ્યું. વર્ષોથી ફૂલછાબ, ગુજરાત સમાચાર અને ‘ધી ફાઈનાન્સિયલ એક્સપ્રેસ' ગુજરાતીમાં નિષ્ઠાથી કામ કરે છે. બહોળો પ્રવાસ ખેડી અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું. વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું બન્યું. ઘણો બહોળો મિત્રવર્ગ ઊભો કરી શક્યા છે. અગત્યના ઐતિહાસિક, સામાજિક સમાચારો અખબારી આલમને પૂરા પાડવામાં સાચી મહેનત લીધી. તેઓ એક સારા અનુવાદક પણ છે. એક સાહિત્યિક સામયિક ‘ઊર્મિનવરચના’ સાથે વર્ષોથી સંકળાયેલા હતા. આકાશવાણી રાજકોટ ઉપરથી અને દૂરદર્શન દ્વારા અવારનવાર વાર્તાલાપ આપતા રહ્યા છે. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પત્રકારિત્વનાં વ્યાખ્યાનો આપવા પણ જાય છે. સાતેક જેટલાં પુસ્તકો પ્રગટ કર્યાં છે. એકત્રીશ જેટલાં પુસ્તકોનું સંપાદન કર્યું છે. વર્તમાન સમયના બધા જ પ્રવાહોથી પૂરા વાકેફ રહ્યા છે. શિક્ષણ સાહિત્ય પ્રવૃત્તિઓમાં ઘણી જગ્યાએ તેમનું સારું એવું પ્રદાન નોંધાયું છે. તેઓ ઉત્તરોત્તર પ્રગતિ પામે તેવી હાર્દિક શુભેચ્છાઓ. —સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy