SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કે પ્રતિભા દર્શન તો જોઈ આપોને મારા આ શેરડીના વાઢમાં કેટલો ગોળ થશે અને મને ફાયદો થશે કે નુકશાન જશે?' અરે ગાંડા! કાંઈ શેરડીના વાઢના તે જોષ જોવાતા હશે?” જેઠા મહારાજે કહ્યું. ખેડૂત તો પગ પકડીને વિનવવા લાગ્યો, “ના મહારાજ! જ્યાં સુધી જોશ નહિ જોઈ આપો ત્યાં સુધી તમને જવા નહિ દઉં'. મહારાજને થયું તેની વાડીએ સ્નાન કર્યું અને ભોળા દિલથી પૂછે છે, વળી પ્રભાતનો પહોર છે તો લાવ એના મનનું સમાધાન કરું. જેઠા મહારાજે ખેડૂતની સામે જોઈને કહ્યું, “જો ભાઈ! તું તારા આ વાઢમાંથી ગોળ નહિ બનાવી શકે. વળી શેરડી, વેચી પણ શકીશ નહીં, અને છતાં તું ધારીશ એટલા પૈસા તને મળશે. બસ, આ તારા વાઢનું ભવિષ્ય. લે હવે રામરામ.” કહી જેઠા મહારાજે અમરેલીની વાટ પકડી. - ખેડૂત તો વિચારમાં પડી ગયો. આ તે કેવી રીતે બને? હું ન શેરડી વેચી શકીશ, ન ગોળ બનાવી શકીશ, છતાં શેરડીના વાઢમાંથી પૈસા મળશે શી રીતે? થોડા દિવસો પસાર થયા અને એક દિવસ સાંજે વડોદરા રાજ્યના ફટાયા કુંવર, પલટન સાથે શિકારે નીકળ્યા. શિકાર દોડતો દોડતો આ ખેડૂતના વાડમાં ઘૂસી ગયો. કુંવરે હુકમ કર્યો. વાડને ચારે બાજુથી ઘેરી લઈને કાપી નાંખવામાં આવ્યો. અને શિકારને હાથ કરીને વીંધી નાંખ્યો. પછી પેલા ખેડૂતને બોલાવીને કહ્યું, ભાઈ! તારો વાઢ સૈનિકોએ કાપી નાંખ્યો છે, પણ રાજના ખેડૂતો તો અમારા રાજસિંહાસનના પાયા છે. તારા વાઢની તું માંગે એટલી કિંમત રાજ આપવા તૈયાર છે. અને એ ખેડૂતને તેના વાઢના મોંમાંગ્યા દામ ચૂકવવામાં આવ્યા. હાથમાં નગદનાણાની કોથળી ઝાલી એ ખેડૂત તો આંખો મીંચીને મનોમન જેઠાબાપા જયોતિષીને વંદી રહ્યો! આવા હતા ત્રિકાલજ્ઞાની જેઠા મહારાજ જ્યોતિષી અને આવું આશ્ચર્યકારક હતું તેમનું ભવિષ્યકથન! વાણીતું ઝવેરાત ઘડનાર કવિ ઝવેર માસ્તર ઉર્દુના શાયર અકબર ઇલાહાબાદીનો એક બહુ જ જાણીતો શેર છે, ઈશ્કકો દે જગહ દિલમેં અકબર! ઇલમસે શાયરી નહિ આતી.” જે ૨૯૧ કવિતા કરવી એ કોઈ જાદુનો ખેલ નથી. કોઈ બાજીગરની હાથચાલાકી નથી! જ્યારે કોઈ કવિના અંતરના અમી કૃપામાંથી પ્રેમનું અમૃત છલકાઈને વહેવા લાગે છે ત્યારે એમાંથી સોના જેવી શુદ્ધ કવિતાનો જન્મ થાય છે. જોડકણાંની બાજી તો કોઈ પણ ખેલી શકે છે એ તો એક પ્રકારની કરામત કે કારીગરી છે. એમાં અંતરમનને તરબતર કરી મૂકે તેવું કાવ્યતત્ત્વ નથી હોતું. પરંતુ ભક્ત કવિના હૃદયમાંથી પાણીની જે સરવાણી ફૂટે છે તેમાં લોકોને ગમી જાય તેવી મધુરતા હોય છે. આપણા ઘણા પ્રાચીન તથા અર્વાચીન કવિઓની કવિતામાં આવી દિવ્ય કલા જોવા મળે છે. “ઝવેરનું ઝવેરાત’ કાવ્યસંગ્રહના સર્જક કવિ સ્વ. ઝવેરભાઈ કલ્યાણભાઈ હસનાની આવા સ્નેહથી છલકાતા કવિ હતા. એમના આ કાવ્યસંગ્રહને કવિતાનો ગ્રંથ કહેવા કરતાં ભજન સંગ્રહ કહેવો વધુ યોગ્ય છે, કારણ કે એ એવી વાણી છે જે અખિલ બ્રહ્માંડના માલિક શ્રી હરિના ગુણોનું સંકિર્તન છે, એ એવી વાણી છે જેમાં શબ્દોનું સૌંદર્ય અને અર્થોનું ગાંભીર્ય અને ગેયતાના માધુર્યનો ત્રિવેણી સંગમ રચાય છે. ઈ.સ. ૧૯૧૩ની આસપાસ, ગાયકવાડ રાજ્યના અમરેલી પ્રાંતમાં ઘણા કવિઓ થયા. સાહિત્યકાર ચૌધરી રઘુવીરે “અમરેલી’ને “કવિતાની રાજધાની’ કહીને નવાજી છે તેમાં સત્ય છે. આ કવિ એક તરફ તો પૂજય મહાત્મા ગાંધીજીના પ્રભાવથી સ્વાતંત્ર્ય સંગ્રામ તરફ આકર્ષાયા હતા અને તે વિષયનાં કાવ્યોનું સર્જન કરી, લોકજુવાળને જાગૃત કરતા હતા, તો બીજી તરફ પ્રાચીન સમયથી ધસમસ વહેતી આવતી સંતવાણીના પ્રવાહમાં પડીને ભજનો, કીર્તનો અને ધૂનો જેવી પરંપરાની રચનાઓ પણ કરતા હતા. આવા કવિઓમાં “હંસમાનસ'ના રચયિતા પ્રજ્ઞાચક્ષુ કવિ હંસ, ભોજા ભગતના વંશજ ભક્ત કવિ લવજીભાઈ, જાળિયા ગામના કવિ ભગવાનજી નાકરાણી, અમરેલીના કવિ છગન તથા વ્યવસાયે શિક્ષક અને માસ્તર કવિ તરીકે લોકપ્રિય થયેલા કવિ ઝવેરભાઈ કલ્યાણભાઈ હસનાની મુખ્ય હતા. તેઓએ અમરેલી પ્રાંતના જે જે ગામોમાં શિક્ષક તરીકે નોકરી કરી હતી ત્યાં તેણે શિક્ષણની સાથે કાવ્યસાધના પણ કરી હતી. તેઓ કાવ્ય રચતા એટલું જ નહિ સારા ગાયક પણ હતા અને પોતાનાં કાવ્યો મધુર કંઠે વિદ્યાર્થીઓને ગાઈ સંભળાવતા. ગામ સભાઓમાં તથા જાહેર સરકારી કાર્યક્રમોમાં પણ તેમના કંઠે વહેતાં કાવ્યો લોકોને મંત્રમુગ્ધ કરતાં! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy