SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સર્જન જેલમાં જ થયું છે. સ૨કા૨ે તેમને ત્રણવર્ષની જેલની સજા ફટકારી તેનું કારણ તેમણે ૨ચેલું અને તે જમાનામાં પ્રત્યેક સત્યાગ્રહીની જીભે રમતું અતિ લોકપ્રિય એક કાવ્ય હતું. ક્યાં સુધી સામ્રાજ્ય સત્તા? ચંદરોજ, ક્યાં સુધી એની મહત્તા? ચંદરોજ. શું જીવે તલવારને બંદૂક પર રાજ્ય સુખનાં સ્વપ્ર સઘળાં ચંદરોજ! આ કાવ્ય તે વખતના બધાજ ગુજરાતી છાપાઓના પ્રથમપાને છપાયું અને અંગ્રેજોનું કાળજું કપાયું. પરિણામે કવિ હંસને જેલમાં જવું પડ્યું. જેલમાં જતી વખતે પણ તેણે જે કાવ્ય રચ્યું તે પણ પ્રત્યેક સત્યાગ્રહીનો જીવનમંત્ર બની ગયેલું. આ કાવ્યના ખમીરવંતા શબ્દો છે, સહેવી ‘સુજનને ઘટે ત્યાં જેલ, ઊભા જ્યાં અન્યાયીના મહેલ. વિપદો પર વિપદો વરસે ત્યાં સુખ સગવડ સહેલ, પાણીદાર કદિ નહીં પલટે, એ તો કરશે પહેલ! સુજનને સહેવી ઘટે ત્યાં જેલ! એ વખતે આ કવિતાએ એવી હલચલ મચાવી દીધી હતી કે તેની કલ્પના આજની પેઢીને નહીં આવે. કવિ હંસે અંગ્રેજ શાસકો ઉપર કટાક્ષ કરતું એક બીજું ગીત રચ્યું હતું તે તો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના બધા જ લોકો ગાયા કરતા. ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં, પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં, ઊતર્યાં છે કાંઈ આથમણે ઓવાર રે...પરદેશી ભૂખ્યા. પૂરી પનોતી બેઠી દેશની, અટારીએ કાંઈ ભૈરવના ભણકાર રે...પરદેશી ભૂખ્યા. આ ગીત જ્યારે તેણે રચ્યું અને ગાયું ત્યારે અંગ્રેજ સરકારને આ માણસ ‘ભયંકર’ લાગ્યો અને તેની ધરપકડ કરીને દૂર દૂર વીસાપુર જેલમાં ધકેલી આવ્યા. પોતાના જીવનકાળમાં કવિ હંસે આવાં એક એકથી ચડિયાતાં અને સાચાં મોતી જેવાં ૪૩૨ ગીતો રચ્યાં છે. તેનો કાવ્ય સંગ્રહ ‘હંસમાનવ' ઇ. સ. ૧૯૩૮માં પ્રકાશિત થયો. જેની પ્રસ્તાવનામાં કાકા કાલેલકરે નોંધ્યું છે, ‘કાવ્યચક્ષુ ચોકકવિનું બિરૂદ જેને માટે સુયોગ્ય છે તેવા કવિ હંસરાજ Jain Education Intemational ૨૦૯ ગુજરાતના જાહેરજીવનના એક અત્યંત ઉજ્જવળ યુગના પ્રતિનિધિ છે. ગુજરાતે જે જે પરાક્રમો કર્યાં, જે જે ક્ષેત્રો ખેડ્યાં તે બધા સાથે કવિએ સમરસ થઈ તેનું વાતાવરણ ગુજરાતી ભાષામાં શબ્દબદ્ધ કરી આપ્યું છે'. કાકા સાહેબ કાલેલકર કવિ હંસને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સાથે સરખાવતાં કહે છે કે જેવી રીતે પંડિત સુખલાલે તત્ત્વજ્ઞાનની ઉપાસના કરી તેવી રીતે કવિ હંસે કાવ્યદેવીની ઉપાસના કરી છે. બન્ને મહાપુરુષો આ રીતે સાચા અર્થમાં ‘પ્રજ્ઞાચક્ષુ' છે! કવિનો એક બીજો કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયેલો. ‘માનસનાં મોતી' નામથી જાણીતા એ કાવ્યસંગ્રહમાં કુલ ૪૫ જેટલાં કાવ્યો સંગ્રહાણાં છે. આ રીતે કવિ હંસનો કાવ્ય પ્રવાહ સંખ્યા અને ગુણવત્તા બન્ને દૃષ્ટિએ વિશાળ પટને આવરી લે છે. એક હજાર કરતાં પણ વધારે પૃષ્ઠોમાં ફેલાયેલી એની કવિતાએ તે વખતના ગુર્જર જીવનને પરિપ્લાવિત અને પ્રસન્ન કરી દીધું હતું. ‘અંગ્રેજો માટે તેમનાં કાવ્યો તોપ ગોળાનું કામ કરતા' એવું તેમના માટે સાચી રીતે જ કહેવાયું છે. એમનાં કેટલાંક ગીતો આજે પંચોત્તેર વર્ષ પછી એવા જ તાજા અને નિત્યનવા જેવા છે. ‘નહિ નમશે, નહિ નમશે આ નિશાન, ભૂમિ ભારતનું' આજે પણ જાણીતું છે. તેમ જ રાષ્ટ્રભક્તિનું રઢિયાળું કાવ્ય, ન ભૂલાય તેવું છે. બ્રહ્માંડની ભવાની ભારત ભૂમિ અમારી, સહુ ધર્મની સુકાની ભારત ભૂમિ અમારી. અર્થોની સાથે કવિ હંસની કવિતામાં શબ્દોની રંગત પણ જામતી. રંગબેરંગી આતશબાજી ફૂટતી હોય એવા શબ્દો, કવિતાને રમણીય બનાવતા. એક જ ઉદાહરણ આ વાતને પ્રમાણિત કરશે. ડંકા વાગે, લંકા લાગે, જાગે સાદ સુણી, દુશ્મન આગે ભિક્ષા માગે, બીકણ ભાગે પીઠ ભણી. આવા આ ખુમારી, ખાનદાની અને ખેલદિલીના ખાંડાના ખેલ ખેલતા કવિ હંસને જેલમાં એકવાર જેલ સત્તાવાળાએ પૂછ્યું, ‘તમે ગીત કેવી રીતે લખો છો?' ત્યારે કવિએ ઉત્તર આપ્યો હતો, ‘મારું હૃદય મારો કાગળ છે અને મારું મસ્તક મારી કલમ છે, એનાથી હું લખું છું.’ ક્રાંતિની ભડભડ બળતી જ્વાળાઓમાંથી આપણી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy