SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન થવું હોય તો તારી મસ્તકરૂપી તૂંબડીને વૈરાગ્યના ભગવારંગે રંગવી જોઈએ. કહેવાય છે કે લાલદાસ સ્વામીના ચૈત' શબ્દ સાંભળીને બે ડગલા પાછા હટી ગયેલા ગજેન્દ્રનો તો મોક્ષ થઈ ગયો, પરંતુ જે શબ્દ બ્રહ્મને સમજી શક્યો નહીં એવા રાજેન્દ્ર નવાબનો મોક્ષ તો ક્યાંથી થાય? આ લાલદાસ સ્વામીએ પોતાના પ્રભાવથી અને પ્રવચનોથી તત્કાલીન સમાજનું સંસ્કારઘડતર કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. સૌરાષ્ટ્રનું ધાર્મિક વાતાવરણ આવા મહાન સંતોને આભારી છે. અનોખા ઋષિકવિ લવજી ભક્ત સંતકવિ ભોજાભગતની છઠ્ઠી પેઢીએ વંશજ લવજી ભક્ત કવિ, કથાકાર, લેખક અને વૈદ્ય હતા. ભોજાભગતના પૌત્ર લક્ષ્મણ ભગત લવજી ભગતના દાદા થાય. જેમ ભોજા ભગતની કવિત્વ શક્તિ અને વિદ્વત્તા લક્ષ્મણ ભગતમાં ઊતરી આવી હતી. તેમ લક્ષ્મણ ભગતની વિદ્વત્તા અને કથનશૈલી, તેના પૌત્ર લવજી ભકતમાં ઊતરી આવી હતી. તેમનો જન્મ વિક્રમસંવત ૧૯૪૮ના આસો સુદી બીજને સોમવારે થયો હતો. તેમના પિતાનું નામ કરશન ભગત અને માતાનું નામ આદિમા હતું. તેમના જન્મ વખતના ગ્રહોને આધારે, જન્મ કુંડળી બનાવી, અમરેલીના પ્રખર જ્યોતિષી જેઠા મહારાજે ભવિષ્ય ભાખ્યું, ‘મોટા ભાઈ માવજી ભક્ત ગાદીવારસ હોવાથી આ બાળક ગાદીવારસ તો નહીં થાય, પણ આખી જીંદગી ગાદી તકિયા ઉપર બેસીને વિતાવશે અને મોટા મહંતના જેવું જ માનસન્માન મેળવશે.’ જ્યોતિષીની આ વાત સાવ સાચી પડી. લવજી ભક્ત કવિ અને લેખક થયા, તુલંસીકૃત રામાયણ અને ભાગવતના લોકપ્રિય કથાકાર થયા, જશરેખાવાળા નિષ્ણાત વૈઘરાજ થયા અને જીવનભર ગાદીતકિયા ઉપર બેસીને લોકચાહના મેળવી! એ વખતે અમરેલીના ખેડૂત અગ્રણી અને બાહોશ Øકીલ વીરજી શિવદાસે, લવજી ભક્તને અંગ્રેજી શિક્ષણ ચપાવવા, તેમના પિતાને ભલામણ કરી. પરંતુ એ જમાનાના ગ્રામ્ય જનમાનસના ખ્યાલ પ્રમાણે અંગ્રેજી ભણવાથી છોકરો બગડી જાય એવું વિચારીને પિતાએ તેને અંગ્રેજી ભણવા ન Jain Education International ૨૮૦ ભાષાશાસ્ત્ર દીધા. પરંતુ પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને અમરેલીની પ્રાથમિક શાળામાં ભણવાનું ગોઠવી આપ્યું. ત્યાં સસ્કૃત વ્યાકરણ અને તથા કાવ્યોનો અભ્યાસ કર્યો. પોતાની તેજસ્વિતાને પરિણામે તેમણે, પાણિનિના વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયીના ચારહજાર સૂત્રો કંઠસ્થ કર્યા. સંસ્કૃતિના પ્રસિદ્ધ મહાકાવ્યો રઘુવંશ, કુમારસંભવ, કીરાતાર્જુનીય, શિશુપાલવધ અને નૈષધચિતમ્ મોઢે કરી લીધા. સંસ્કૃતના બધાજ પ્રશિષ્ટ નાટકોનો ઊંડો અભ્યાસ કર્યો. સંસ્કૃત શબ્દોનો સુપ્રસિદ્ધ કોશ ‘અમરકોશ' પણ આદિથી અંત સુધી કંઠસ્થ કરી લીધો હતો. પોતાના વિદ્વાન કથાકાર દાદા લક્ષ્મણ ભગતે લખેલ ‘રામચરિત માનસ' રામાયણનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સંસ્કૃતમાં વેદવ્યાસ રચિત ‘ભાગવત’ ગ્રન્થને કથાકારની પ્રતિભાથી આત્મસાત કરી લીધો. તે સમયે સિંધમાંથી પરિભ્રમણ કરતા એક અતિ વિદ્વાન સંન્યાસી સ્વામી મહેરપ્રસાદ ફત્તેપુર આવ્યા. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. લવજી ભક્તે તેમને ફત્તેપુરમાં ઘણો સમય રોક્યા, તેમને વિદ્યાગુરુના સ્થાને સ્થાપ્યા. અને તેમની પાસેથી પણ શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કર્યો. સંસ્કૃતનો અભ્યાસ પૂર્ણ કરી, ગાદીતકિયા ઉપર બેસી, આગળ મેજ રાખી, તેમણે વાચન લેખનની પ્રવૃત્તિ શરૂ કરી, જે જીન્દગીના અંતિમ દિવસો સુધી ચાલુ રહી! જેમ અગ્નિહોત્રી બ્રાહ્મણના આંગણામાં યજ્ઞનો અગ્નિ અહર્નિશ પ્રજ્વલિત રહે છે તેમ લવજી ભક્તનો જ્ઞાનયજ્ઞ અહોનીશ ઝળહળતો રહ્યો. એમની પંચોતેર વર્ષની જૈફ ઉંમરે, જ્યારે એક આંખમાં મોતિયો હતો અને બીજી આંખ, આંચકી આવવાથી ખોટી પડી ગઈ હતી ત્યારે પણ, મહાકવિ ભર્તૃહરિના ‘વૈરાગ્ય શતક'નો સમ-વિષમશ્લોકી અનુવાદ, આંખે ડબ્બલનંબરવાળાં ચશ્મા પહેરી, હાથમાં સૂક્ષ્મદર્શક કાચ રાખી, તૈયાર કર્યો હતો. બીજા બે શતકો ‘શૃંગાર શતક’ અને ‘નીતિશતક’ના આ પ્રકારના દ્વિવિધ પદ્ય અનુવાદો તો યુવાનીમાં જ રચ્યા હતા. ભર્તૃહરિના આ ત્રણેય શતકોની હસ્તપ્રત, સ્વહસ્તે મરોડદાર સુંદર અક્ષરોમાં, લાલ, લીલી અને વાદળી ત્રણ પ્રકારની શાહીમાં લખીને તૈયાર કરી હતી. જે એમના પુત્ર મનસુખલાલ સાવલિયાએ સાચવી હતી. લવજી ભક્ત પણ એમના દાદા લક્ષ્મણ ભગતની જેવા જ ઉત્તમ લહિયા હતા. પાણિનિના વ્યાકરણ ‘અષ્ટાધ્યાયી’ ઉપર તેને પારાવાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy