SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬૨ શહેર પાસેના મોટી મારડ ગામમાં લાલજી લોહાણા નામના એક ભક્ત થયા. તેઓ રામાયણના અભ્યાસી રામભક્ત હતા અને અહોનિશ રામ અમલમાં રાતામાતા રહેતા હતા. સંસારમાં રહેતા હતા છતાં સરોવરમાં વિકસેલા કમળની જેમ સાંસારિક વિષયોના જલનો સ્પર્શ થવા દેતા નહિ. આ સમયમાં અયોધ્યાથી સૌરાષ્ટ્રમાં આવીને સાત ખાખી સાધુઓની એક જમાત એક ગામથી બીજે ગામ વિહાર કરતી હતી. આ સાત સાધુઓમાં છ બિલકુલ અંધ હતા અને એક સાધુને એક આંખ હતી. આ એકાક્ષી સાધુ આગળ ચાલતા અને છ આંધળા સાધુઓ એકબીજાના ખંભાના સહારે પંથ કાપતા. તુલસીકૃત રામાયણના સાત કાંડોમાંથી દરેક સાધુને એક એક કાંડ કંઠસ્થ હતો. તેઓ રામાયણની કથાનું મધુર કંઠે ગાન કરતા આખા પંથકમાં વિચરણ કરતા અને સાંજ પડે ત્યારે જે ગામમાં પહોંચે ત્યાં કોઈ ભગતના ઘરે ઊતારો કરતા. આ સાત સાધુઓની જમાત એ જમાનામાં એટલી બધી લોકપ્રિય થયેલી કે લોકો એને ‘સાતના૨ી' તરીકે ઓળખતા અને આદર આપતાં. આખા કાઠિયાવાડમાં તુલસીકૃત રામાયણનો પ્રચાર કરનાર સાતકાંડ દેહ ધારણ કરીને લોકકલ્યાણ માટે સર્વત્ર ઘૂમી રહ્યા હોય! કોઈવાર ફરતાં ફરતાં તેઓ મોટી મારડ આવ્યા અને લાલજી લોહાણાના મહેમાન બન્યા. લાલજીને તો એવો આનંદ થયો જાણે સંત તુલસીદાસ ‘રામાયણ' લઈને એના આંગણે આવ્યા હોય! તેણે સાધુઓને પોતાને ત્યાં રોક્યા. રામભક્તિની હેલી વરસતી રહી અને તેમાં ભીંજાઈને દીક્ષિત થયેલા લાલજી લોહાણા ગૃહત્યાગ કરીને આ સાધુઓની સાથે ચાલી નીકળ્યા. સાધુઓ રામકથાનું ગાન કરે તેમાં લાલજીભાઈ પણ જોડાયા. સતત અભ્યાસથી લાલજીભાઈને પણ આખી રામાયણ કંઠસ્થ થઈ ગઈ. ખાખીસાધુઓની કૃપાદૃષ્ટિથી લાલજીની કુંડલીની શક્તિ જાગૃત થઈ અને તેઓ લાલજીમાંથી ‘લાલદાસ સ્વામી' બની ગયા. ઘણા સમય સુધી સૌરાષ્ટ્રમાં વિચરણ કર્યા પછી, સાત સાધુઓ અયોધ્યા ચાલ્યા ગયા. પરંતુ રામાયણની મહામૂલી વિરાસત તેઓ લાલદાસને સોંપતા ગયા, અને આશીર્વાદ આપતાં તેઓએ લાલદાસને કહ્યું, ‘દેખ બચ્ચા! અબ યે રામાયણકી ચોપાઈસે બસતીકો ચેતાના તેરા કામ હૈ.! ત્યારપછી લાલદાસ સ્વામી પણ તે વખતના સોરઠ અને કાઠિયાવાડ પંથકમાં વિચરણ કરતા કરતા લોકોને Jain Education International બૃહદ્ ગુજરાત રામકથાનું પાન કરાવતા અને ચાલ્યા જતા હોય ત્યારે ‘ચેત, ચેત' એવા ગેબી શબ્દોથી લોકોને ચેતવતા. તે સાંભળીને કોઈ સાધકના અંતરમાં અજવાળાં થઈ જતાં. બાકીના સંસારી જીવોની પાસેથી એ ‘ચેત’ શબ્દ વણસ્પર્ષો પસાર થઈ જતો. એકવાર તેઓ અમરેલી પાસેના ફત્તેપુર ગામમાં આવ્યા. ત્યાં ભોજાભગતના વિદ્વાન પૌત્ર લક્ષ્મણ ભગતે તેમને પોતાની જગ્યામાં ઘણા સમય સુધી રોક્યા. લક્ષ્મણ ભગત ઉચ્ચ કોટિના રામકથાકાર હતા અને નિષ્ણાંત લહિયા હતા. તેમણે લાલદાસ સ્વામી પાસેથી આખી રામકથા સાંભળી સ્વહસ્તાક્ષરે લખી લીધી. અને આ રીતે અયોધ્યાના ખાખી સાધુઓ જે રીતે રામાયણનો પાઠ કરતા તેવા શુદ્ધ પાઠવાળી રામાયણની હસ્તપ્રત તૈયાર થઈ. આ રામાયણ આજે પણ ભોજાભગતની જગ્યા, ભોજલધામ ફત્તેપુરમાં સાચવી રાખવામાં આવી છે. એકવાર આ લાલદાસ સ્વામી, જૂનાગઢના દીવાનચોકમાંથી પસાર થતા હતા. મુખમાંથી ‘ચેત, ચેત'ના ગેબી અવાજો, દિવાન ચોકથી ગોળાકાર અટારીઓમાં અથડાઈને પડઘા પડતા હતા. તે વખતે સામેથી નવાબની સવારી આવતી હતી, સોનાની અંબાડીમાં મદોન્મત્ત ગજરાજની પીઠ ઉપર નવાબ બિરાજ્યા હતા. હાથી મલપતી છતાં મક્કમ ચાલે ચાલ્યો આવતો હતો. લાલદાસ સ્વામી પાસે પહોંચ્યા ત્યાં સ્વામી પોતાની તુંબડી ઊંચી કરીને ‘ચેત’ શબ્દ ઉચાર્યો તો ગજરાજ થોડા ડગલાં પાછો હટી ગયો. નવાબને આશ્ચર્ય થયું, ‘યે ક્યા? રણમેદાનમેં ભી કભી પીછે નહિ હટનેવાલા મેરા હાથી, યે સાધુ કા ‘ચેત’ શબ્દસે પીછે ક્યું હટ ગયા?' નવાબે સવારી થોભાવી. અંબાડીમાંથી નીચે ઊતર્યો અને લાલદાસનાં ચરણોમાં સિજદા કરીને કહ્યું, ‘મુઝે તાજુબ હુઆ હૈ. આપકા શબ્દ સુનકર મેરા હાથી પીછે હટ ગયા. આપકા યહ શબ્દનેં કુછ ગેબી રહસ્ય હૈ. આપ ચમત્કારી બાબા હો. મૈં ખુશ હું આપ કુછ માગીએ. મેં આપકો જૂનાગઢકી રિયાસતસે કુછ ગામ દેના ચાહતા હૂં.' નવાબની પ્રાર્થના સાંભળી નિઃસ્પૃહી લાલદાસે જમણા હાથમાં પકડેલી નાની તુંબડી ઊંચી કરીને કહ્યું, ‘અગર કુછ દેના ચાહતે હો તો યે તુંબડી રંગા દે, ઔર કુછ નહિ ચાહિયે! નવાબને આ સાધુ અલગારી લાગ્યો. એણે તરત જ તુંબડી રંગાવી દીધી, પરંતુ લાલદાસ સ્વામીના શબ્દોને રંગરાગમાં આળોટતો નવાબ સમજી શક્યો ન હતો. સ્વામી એવું સૂચન કરવા માંગતા હતા, ‘કે તારે સંસારની મોહમાયામાંથી મુક્ત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy