SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ચમત્કારોનાં તેજવર્તુળો લોકસમુદાયને માટે આકર્ષણ અને આશ્ચર્યનો વિષય બને છે. સાંઠ કોરી માટે ગોંડલ દરબારે તેને જેલમાં પૂર્યા હતા. તેમાંથી ઈશ્વરે છોડાવેલું તેમનું બંધન, એક વાણિયાનું એંશી કોરીનું દેવું પ્રભુએ ભરી આપ્યું તે પ્રસંગ, આ ઉપરાંત અનેક અજ્ઞાની જીવોને તારવાના, કેટલાકના સાંસારિક સંકટો સંહારવાના અને ઘણાને અસાધ્ય રોગમાંથી ઊગારવાના પરચાઓને દાસી જીવણની મહાશક્તિ આગળ સહજ સાધ્ય ગણીએ તોપણ પોતાની રસાળ, આહ્લાદક અને દીનતાને ગાળી નાખી આધ્યાત્મિક વિકાસના પાવનકારી પંથે પ્રજાને વાળવાનું દાસી જીવણનું કાર્ય તેનો શ્રેષ્ઠ ચમત્કાર છે! તેની વાણીમાં કૃષ્ણ મિલનની ઉત્કટતા, અંતરની અગાધ પ્રીતિ, શ્યામ સુંદરનું સતત ચિંતન, અને ઝંખનાને લીધે દાસી જીવણને રાધાનો અવતાર માનવામાં આવે છે! બાહ્ય દેખાવે પણ એનામાં ગોરું રૂપ હતું. આમ તો પ્રેમલક્ષણા ભક્તિના બધા જ સાધકો, શ્રીકૃષ્ણને પોતાના પ્રિયતમ માની, ગોપીભાવે જ ભજે છે. પરંતુ દાસમાંથી દાસી બનનાર દાસી જીવણની કૃષ્ણભક્તિ ઉત્કૃષ્ટ કોટિની હતી. આથી તેમના ભજનિકોના મુખે ગવાતાં ભજનોમાં દાસી જીવણની વાણીનું બહુમાન ભર્યું સ્થાન છે. સમર્થ રામકથાકાર લક્ષ્મણ ભગત ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્યપ્રકારથી લોકસમાજનું ઘડતર કરનાર મધ્યયુગી સંતકવિ ભોજાભગતના પૌત્ર લક્ષ્મણ ભગતનો જન્મ, સંવત ૧૮૮૫માં થયો હતો. તેમના પિતાનું નામ અરજણ ભગત તથા માતાનું નામ અમૃતમા હતું. ફત્તેપુર (અમરેલી) ગામ લક્ષ્મણભગતની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. સંત કવિ ભોજાભગતે, તેમના શિષ્ય જલારામના સાનિધ્યમાં જ્યારે દેહત્યાગ કર્યો ત્યારે સંવત ૧૯૦૬માં લક્ષ્મણભગતની ઉંમર એકવીશ વર્ષની હતી. તેઓ ભક્તિ, કવિત્વ અને જ્ઞાનયોગથી ઝળહળતા દાદા ભોજાભગતના ખોળામાં ખેલ્યા હતા. એમના પ્રભાવક સંગમમાં મહાલ્યા હતા અને એમની જ્ઞાનજ્યોતિથી પ્રકાશિત થયા હતા. આનુવંશિક રીતે દાદાના સંસ્કારો અને તેજસ્વિતા તેમનામાં ઊતરી આવ્યાં હતાં. એકવાર સંત ભોજા ભગતે, લક્ષ્મણ ભગતના મસ્તક ઉપર હાથ મૂકીને તેનામાં શક્તિપાત Jain Education Intemational બૃહદ્ ગુજરાત કરતાં ભવિષ્યવાણી ભાખતાં જણાવ્યું, ‘લક્ષ્મણ ભણશે નહિ તે છતાં ધુરંધર વિદ્વાન થશે.’ દાદાની આ વાણી સાચી પડી. લક્ષ્મણ ભગતે વ્યવસ્થિત શિક્ષણ લીધું ન હતું. પરંતુ બાળપણમાં તે જમાનાની શિક્ષણપ્રથા પ્રમાણે, સંસ્કૃત શીખવા માટે તેઓ અમરેલીની પ્રખ્યાત સંસ્કૃત પાઠશાળામાં દાખલ થયા. ત્યાં તુલસી દવે નામના પ્રેમાળ પંડિત, શિષ્યોને સંસ્કૃત શીખવતા. આજથી દોઢસો વર્ષ પહેલાં માત્ર બ્રાહ્મણોને જ સંસ્કૃત શીખવાનો અબાધિત અધિકાર છે એવું મનાતું અને એક કણબી કુળનો ગામડિયો છોકરો સંસ્કૃત શીખે એમાં ઘણાને પૃથ્વી રસાતાળમાં જતી હતી તેવું લાગતું. એટલે સહાધ્યાયીઓ અને અન્ય અણસમજૂ બ્રાહ્મણો લક્ષ્મણભગતને હેરાન કરવા લાગ્યા. એક માત્ર આચાર્ય તુલસી દવે સિવાય બધા જ શિક્ષકો અને શિષ્યો લક્ષ્મણભગતની ઇર્ષ્યા કરતા. પરિણામે લક્ષ્મણ ભગતે પાઠશાળામાં જવાનું બંધ કર્યું. આચાર્ય તુલસી દવેને આ હોંશિયાર વિદ્યાર્થી ઉપર અત્યંત પ્રેમ હતો. તેણે ખૂબ સમજાવ્યા પરંતુ લક્ષ્મણ ભગતનું મન માન્યું નહિ. તુલસી દવેએ, અંતરથી આશિષ આપતાં કહ્યું : ‘‘લક્ષ્મણ! ભલે તું વિધિવત્ પાઠશાળાનું શિક્ષણ ન મેળવી શક્યો, પરંતુ તને સંસ્કૃતભાષા અને વેદશાસ્ત્રોનું જ્ઞાન સ્વયંસિદ્ધ થશે''. આચાર્ય તુલસીના આશીર્વાદ મેળવી લક્ષ્મણ ભગત ફત્તેપુર આવી, ભગવાન બુદ્ધના વચન પ્રમાણે ‘અપ્પ દીવો ભવ ।' (તું તારો દીવો થા) એ ન્યાયે પોતે જ પોતાના ગુરુ થઈ સંસ્કૃત ભાષાનો, રામાયણનો અને વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવા લાગ્યા. પોતાની તીવ્ર બુદ્ધિ, તીક્ષ્ણ સ્મરણશક્તિ અને ગ્રહણ કરવાની અદ્ભુત કુશળતાને પરિણામે શાસ્ત્રોમાં પારંગત થયા. એકવાર અમરેલી જતાં, તેઓ ઠેબી નદીમાંથી પસાર થતા હતા. ત્યાં તેમને મુંડિયા સ્વામીના ગુરૂ અને તે સમયના સુવિખ્યાત સંસ્કૃત પંડિત બ્રહ્માનંદનો સંપર્ક થયો. લક્ષ્મણ ભગત તેમને ફત્તેપુર લઈ આવ્યા. તેમની પાસેથી સંસ્કૃત અને વેદશાસ્ત્રોનું વિશેષ જ્ઞાન મેળવ્યું. અને તુલસીકૃત રામાયણનો વિશેષ અભ્યાસ કર્યો. આખું તુલસીકૃત રામાયણ તેમણે કંઠસ્થ કર્યું. તેમનો કંઠ મધુર અને બુલંદ હતો. તેઓ મૌલિક અર્થઘટન સાથે જ્યારે રામાયણની કથા કરતા ત્યારે જનમેદની મંત્રમુગ્ધ બની જતી! સમય જતાં તેમણે ફત્તેપુરમાં રામાયણ અધ્યયનની પાઠશાળા સ્થાપી જ્યાં તેઓ નાત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy