SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સંતના અધ્યાત્મજ્ઞાનનો લહાવો સરળ બનાવે છે. વ્યસનમુક્તિ આંદોલન, આદીવાસી વિકાસ, સંસ્કૃતિપ્રચાર, કુરિવાજ નાબુદી, રોગીઓને સહાય, સાહિત્યપ્રકાશન અને વ્યક્તિત્વ વિકાસની વિદ્યાર્થી ઉપયોગી ધ્યાનશિબિર તથા મૌનમંદિરો અને ગૌશાળા સંચાલન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતો એક અભણ સંતના શિક્ષિત અને પદવીધારી અનુયાયીઓથી સદા પ્રવૃત્તિશીલ રહ્યો છે. આ દર્શાવે છે કે માત્ર અક્ષરજ્ઞાન જ નહિ પણ અલૌકિકજ્ઞાન જગતને અને જનને અજવાળે છે. સંત થવા માટે મોટી ડીગ્રી કે દુન્વયી. શિક્ષણ કરતાં અલૌકિક સાધના અને જ્ઞાન વધુ આવશ્યક છે આવા અલૌકિક જ્ઞાનધર પૂ. આશારામ બાપુ એમના આતમને અજવાળે ઊજળા સંત છે. જ્ઞાનસંપ્રદાયના અધિકારી ગાદીપતિ પૂ. અવિચલદાસજી મહારાજ સૌરાષ્ટ્ર એ એક સમયે સંતોની ભૂમિ ગણાતું પરંતુ આજે સ્થાનફેર થયો છે. મધ્યગુજરાતમાં શેઢી નદીથી મહીસાગર વચ્ચેના પ્રકૃતિના સુરમ્ય અને માત્ર ચારુ જ નહિ ચારુતર થી વધુ સુંદર (ચરોતર)ની ભૂમિમાં આધ્યાત્મિક વિકાસ અને ધર્મસંસ્થાઓ વિકસતી જાય છે. સાક્ષરનગરી નડિયાદમાં પૂર્વે સંતરામનું સંસ્થાન તો પશ્ચિમે કેશવ ભવાની મહારાજની સંસ્થા સ્થાપિત છે. મહુધાના માર્ગે પૂ. મોટાનો હરિ ઓમ આશ્રમ તો વડતાલ અને બોચાસણ ગામે સ્વામીનારાયણનાં ભવ્ય મંદિરો ખડાં છે. સાથે પૂ. મોટા, સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી કૃષ્ણાનંદ અને સંતપ્રીતમદાસજી જેવા સંતો અનુક્રમે નડિયાદ, દંતાલી, ભાદરણ અને સંદેશરમાં વસ્યા હતા. આ બધા સંતોને કારણે ચરોતર પણ સંતભૂમિ ગણાવી શકાય છે. આણંદ ડાકોર માર્ગે સારસા નામના નાનકડા ગામે જ્ઞાન સંપ્રદાયની ગુરુગાદી સ્થાપિત છે. કેવલજ્ઞાન વિદ્યાપીઠ દ્વારા અધ્યાત્મજ્ઞાનના વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે. અજ્ઞાનતામાં ઘેરાયેલા અને સગુણ કે નિર્ગુણભક્તિમાં ફસાયેલા સાચા ભગવાનને ભૂલેલા માનવીઓને જોઈને કેવલ ભગવાને ૫૨મ ગુરુઓને અહીં મોકલ્યા. આમ સકર્તા સર્જનહાર કુબેરસ્વામીરૂપે કરુણાસાગરને પૃથ્વીપર મોકલે છે તેઓ અથાહજ્ઞાન ચર્ચીને ભવમાંથી આત્માઓને મુક્ત કરે છે. આ વિચારધારાની પરંપરામાં સ્થપાયેલી ગાદીના સંતોને Jain Education International - ૨૬૫ ‘કુવેરાચાર્ય’ તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્ ધર્મધૂરંધર પરમગુરુ શ્રીમત કરુણાસાગરજી મહારાજ સારસાપુરીમાં. સંવત ૧૮૨૯ના મહાવદી બીજે પ્રગટ થયેલા. જે પ્રથમ ‘કુવેરાચાર્ય’ ગણાયા. બાદ બીજા ગાદીપતિ પૂ. નરદેવસાગર મહારાજ અને ત્રીજા પૂ. શ્રી બળદેવજીમહારાજ, ચોથા પૂ. ભગવાનદાસજી થયા હતા. સાતમા ક્રમે પૂ. નેમિનાથજી મહારાજ જે શીતલદાસજી મહારાજના નામે વધુ જાણીતા હતા. તેઓશ્રીના અનુગામી તરીકે હાલના સંતશ્રી અવિચલદાસજી મહારાજ બિરાજે છે. ઉંમરના બે દાયકા માંડ પૂરા કરી યુવાનીના પ્રવેશદ્વારે જ જ્ઞાન અને સંયમથી શોભિત પૂ. દાસજીએ ગુરુગાદી સ્વીકારી પોતાના ગુરુઓ અને પુરોગામીઓ માફક આ સંતે પણ અનેક પડકારો સહન કર્યા છે. તેઓએ કાશીમાં રહીને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. અર્થજ્ઞાન સંપ્રદાયના ગ્રંથોમાં પણ ઊંડું અધ્યયન કરી પારંગત થયા. તીવ્ર યાદશક્તિ, નિર્ભયતા, માણસની પરખ, સાથે હિન્દુઓમાં હિંમત અને ચેતનની ચિનગારી ફૂંકવાવાળા આ સંત વિશ્વહિંદુપરિષદના ટોચના નેતાઓમાં પણ સ્થાન પામ્યા છે. રામમંદિર નિર્માણના જાગૃતિ આંદોલન અંગે તેમણે પ્રવચનો દ્વારા હિંદુ સમાજને ચેતનવંતું બનાવવાનું મહત્ત્વનું કાર્ય કર્યું છે. સંપ્રદાયની ગાદી પરંપરા ઉપરાંત પોતાના ગુરુની જેમ હિંદુ સમાજના ઘણા પદ તેમણે શોભાવ્યાં છે. ભજનો, શિબિરો અને પ્રવચનો દ્વારા તેમણે સમાજના દરેક વયના લોકોને સાથે રાખી કામ કર્યાં છે. હાલ તેમની સંસ્થાદ્વારા પ્રકાશિત કૈવલજ્ઞાનોદય' સામયિકમાં સેવાઓ આપવા સાથે ધર્મ અને સામાજિકવિકાસની અનેકવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ સક્રિયપણે માર્ગદર્શન આપી રહ્યા છે. માનવસમાજે પણ પોતાના પ્રતિભાવરૂપે થોડો સમય પહેલાં જ તેમનો સુવર્ણજયંતિ દિવસ ઉજવીને તેમના પ્રતિ પ્રેમ અને પ્રશંસાભાવ વ્યક્ત કર્યો હતો. આમ ચરોતરને ચોતરે સંતરામ, સ્વામીનારાયણ, ‘માઈશક્તિપીઠ' એવા ત્રિકોણ સાથે ચતુષ્કોણે જ્ઞાનસંપ્રદાયની ગંગા વહાવી અધ્યાત્મ કાર્યનો ચોક પૂર્યો છે. ભાગવત ભારકર પૂ. રમેશભાઈ ઓઝા (પૂ. ભાઈ) ગુજરાતી પ્રજામાં કથાકારો દ્વારા ધર્મ-સંસ્કારનું સિંચન અને માનવકલ્યાણ પ્રત્યેની જાગૃતિ લાવવાનું કાર્ય વર્ષોથી થતું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy