________________
પ્રતિભા દર્શન
જે ૨૦
એ બે બાબતોને કેટલાક વિરોધી માનતા હતા; પણ ગાંધીજીએ આ તથાકથિત વિરોધી બાબતોને ભેગી કરી એક નવું બળ જન્માવ્યું. અહિંસાથી ભરેલી વીરતાથી યુદ્ધ ખેલવાના નવા જ પાઠ ગાંધીજીએ શીખવ્યા. બળવંતરાય ઠાકોરે આ ભાવનાને યોગ્ય રીતે બિરદાવી છે–
“છે જંગ સાત્વિક બળો પ્રકટાવવાનો ચારિત્ર્ય સૌમ્ય વ્રત સાધુ ખિલવવાનો.” સામા પર ઘા કર્યા વિના જીતવાનો ભગવાન બુદ્ધ અને મહાવીરનો પ્રયોગ ગાંધીજીએ કરી બતાવ્યો. ખરેખર તો આખીય ગુજરાતની અહિંસા અને કરુણામય સંસ્કૃતિનું સત્ત્વ ગાંધીજી સાંગોપાંગ વ્યવહારમાં ઉતારે છે અને આથી એમની સિદ્ધિ ગુજરાતના સત્ત્વનું સામર્થ્ય અને ખમીર પુરવાર કરે છે. આમ અશોકના શિલાલેખમાંની ધર્માજ્ઞાઓ કોતરાઈ તો દેશના ઘણા ખૂણામાં, પણ તે ઊગી તો ગુજરાતના જીવનમાં જ.
સંસ્કૃત માનવનો એક બીજો પુરુષાર્થ છે પરસ્પરનાં વિચારો, વલણો અને માન્યતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો. ગુજરાતમાં આવી પરધર્મ કે પરપ્રજા પ્રત્યેની સહિષ્ણુતા વ્યાપક રૂપે જોવા મળે છે. સંજાણના હિંદુ રાજાએ પારસીઓને આપેલા આશ્રય અને તેમને વસવાટ કાજે આપેલી જમીનનો બનાવ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનો એક મહાન બનાવ ગણાય. આવી રીતે પરધર્મીને પોતાની સાથમાં વસવાટ આપ્યાના દાખલા ઇતિહાસમાં વિરલ છે. ગુજરાતની અહિંસામાંથી ગાંધીજીએ એક સાત્વિક બળ ઊભું કર્યું, તો ગુજરાતની સહિષ્ણુતામાંથી ગાંધીજીએ જગતને “વ્યાપક ધર્મભાવના”નો વિચાર આપ્યો. પણ તાજેતરમાં બનેલી ઘટનાઓએ ગુજરાતની સહિષણુતા વિશે કેટલાક પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
સંસ્કૃતિનું પ્રતિબિંબ ઇતિહાસમાં જોઈ શકાય છે. આપણી સંસ્કારિતાની સ્થિરતા કે પ્રગતિની છાપ ઇતિહાસમાં, ભલે જુદે રૂપે પણ આવિર્ભાવ પામે છે. ઘણીવાર તો વિશિષ્ટ વ્યક્તિનાં કાર્યોમાં સંસ્કૃતિમાં આગવાં તત્ત્વોનું વિકસન કે પ્રફુલ્લન જોવા મળે છે. આમ ઇતિહાસ એ સંસ્કૃતિના વ્યક્તિત્વને ઘડનારું બળ છે. જેમ માનવીને એની આસપાસની પ્રકૃતિ પણ માનવીઘડ્યા ઘાટ ધારણા કરે છે. આથી ગુર્જરાતના વ્યક્તિત્વને જોવા માટે જે જે ભૂમિવિભાગોએ એના વ્યક્તિત્વને ઘડવામાં ફાળો આપ્યો છે તે જોવા ઘટે - પછી ભલેને આજે એ ગુજરાતની રાજકીય સીમાની બહાર હોય. આ માટે અત્યારે રાજસ્થાનમાં આવેલ ભિન્નમાલ કે શ્રીમાલને પણ જોવું ઘટે. ગુજરાતની સંસ્કૃતિના અભ્યાસીએ ગુજરાત એટલે ૨૦.૫ થી ૨૪.૦ ઉત્તર અક્ષાંશ અને ૬૯.૨ થી ૭૪.૯ પૂર્વ રેખાંશ સુધીનો પ્રદેશ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનો પશ્ચિમ-હિંદુસ્તાનનો ભાગ એવી વ્યાપક વ્યાખ્યા આપવી પડશે. | ગુજરાતના સાંસ્કૃતિક ઘડતરમાં સુબદ્ધ સીમાડા, ફળદ્રુપ જમીન, લાંબો, થોડાંક બંદરોવાળો કિનારો, નિયમિત આવતું ચોમાસું અને સમશીતોષ્ણ આબોહવા જેવા ભૌગોલિક સંયોગોએ પણ કેટલોક ભાગ ભજવ્યો છે. ગુજરાતનો સાગરકાંઠો એ એની એક ભૌગોલિક વિશેષતા છે અને એ સાંસ્કૃતિક ઘડતરમાં મહત્ત્વનું બળ છે. પ્રાગૈતિહાસિક કાળમાં ગુજરાતની ધરતી પર રહેલી નાગ પ્રજાની સમુદ્રયાનની વૃત્તિ અને વાણિજયવૃત્તિમાં આનું પગેરું શોધવાના પ્રયત્નો થયા છે, વળી પ્રાચીન ગુજરાતને પરદેશ સાથે રાજકીય સંબંધો કરતાં વ્યાપારી સંબંધો વિશેષ હતા. આજે પણ ગુજરાતીઓ એમના વેપારકૌશલ અને વ્યવહારઝીણવટ માટે જાણીતા છે. અત્યારે તો હિંદનું ભાગ્યે જ એવું કોઈ ગામ હશે જયાં ગુજરાતી વાણિજય અર્થે વસવાટ કરતો ન હોય ! ગુજરાતના વેપારીઓ કુનેહબાજ પણ ખરા. ગંભૂય (ગાંભુ) ગામનો ઠપુર નિત્રય, જગડૂશા, સમરસિંહ, શાંતિદાસ ઝવેરી અને દિલ્હીના બાદશાહ પાસેથી મુસલમાનોએ તોડેલાં જૈન મંદિરોના જિર્ણોધ્ધારનું ખર્ચ મેળવવાની વગ ધરાવતા અમદાવાદના નગરશેઠના દાખલા મળે છે. આમ સમુદ્ર આપણી વાણિજયવૃત્તિ ખીલવી; આ વાણિજયે આપણામાં સમાધાનવૃત્તિ આણી.
ગુજરાતની સમાધાનપ્રિય અને કલેશથી કંટાળવાની વૃત્તિને લીધે ગુજરાતમાં જેટલાં મહાજનો ખીલ્યાં છે તેટલાં બીજે ક્યાંય ખીલ્યાં નથી, આ મહાજનસંસ્થા ગુજરાતનું એક નોંધપાત્ર સંસ્કૃતિબળ છે. એનું ગૌરવ છે. સંઘબળનો ભારે મહિમા આ સંસ્થામાં જોવાય છે. કેટલીક વાર રાજસત્તા જે કામ લાંબા ગાળે, મોટા ખર્ચે ને મનસંતોષે કરી શકતી નથી, તે કામ આ સંસ્થા અલ્પ સમય અને દ્રવ્યથી બંને પક્ષના સંતોષ સાથે પૂરું કરે છે. મહાજનોએ ઘણા વખત સુધી પરદેશીઓને વેપારમાં પેસવા દીધા નહોતા, કોમી વેરઝેર પર કાબૂ રાખ્યો હતો ને સ્વચ્છંદ રાજસત્તાઓને નાથવાના પ્રયત્નો પણ કર્યા હતા. સામાજિક અને વ્યાવહારિક નિયમો પણ મહાજને ઘડીને પળાવ્યા હતા. મહાજનો વેપાર ઉપર વેરા નાખતા, લાગા મૂકતા ને દંડ પણ કરતા. સુતાર-લુહારનાં મહાજનોથી લઈને મિલમાલિકોનું મહાજન આજે પણ જોવા મળે છે. ગાંધીજીએ તો “મજૂર મહાજનને જન્મ આપી ઔદ્યોગિક દુનિયામાં એક નવો દાખલો બેસાડ્યો છે. | ગુજરાત પાસે વહાણવટાની ગૌરવશાળી પરંપરા હતી. ભારતનો લગભગ ત્રીજા ભાગનો સાગરકાંઠો ધરાવતા ગુજરાતમાં ભરૂચ,
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org