SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૨ પરંપરાગત દાંભિક પૂજાભક્તિ અખા માટે ૫૨મ શત્રુવદ્ હતી. તે જ્ઞાનમાર્ગી સંત હતો. આશરે ઇ.સ. ૧૬૦૦ના અરસામાં અખાનો જન્મ અમદાવાદ પાસેના જેતલપુર ગામે સોની પરિવારમાં થયો હતો. યુવાનવયમાં ધંધાના વિકાસ અર્થે તે અમદાવાદમાં જઈને વસ્યો હતો. કેટલાક આધારભૂત ઉલ્લેખો મુજબ અખો જહાંગીરની ટંકશાળાનો અધ્યક્ષ પણ બન્યો હતો. યુવાનીમાં તેણે પિતા ગુમાવ્યા હતા. થોડા સમયબાદ એકની એક વહાલી બહેન તથા પત્નીનું પણ અવસાન થયું. બીજી પત્નીનો મૃત્યુથી વિયોગ થયો. સ્વજનોના વિયોગની આ બધી ઘટનાઓથી વ્યથિત અને ચિંતિત અખાના ચિત્તમાં વૈરાગ્યભાવ જાગ્યો. સંસારની બીજી થોડી ઘટનાઓએ તેના આ ભાવને વધુ દૃઢીભૂત કર્યો. જેને સગી બહેનથી અધિક માનેલી તે બહેને અખાને સાચવવા આપેલી કંઠી પરત કરતાં અખાએ પોતાનું થોડું સોનું ઉમેરીને નવી કંઠી બનાવી આપી હતી તે બહેને અખા પર અવિશ્વાસ થતાં તેની ખરાઈ બીજા સોની પાસે કરાવી. બીજાએ ખરાઈ કરતાં મૂકેલો કાપ સરખો ન થઈ શક્યો. તેથી એ કંઠી ફરી અખા પાસે સમી કરવા ધરી. અખાને આ વાતની જાણ થતાં તેનો વૈરાગ્ય વધુ મજબૂત થયો. આ જ સમયમાં ટંકશાળાના તેના કામમાં પણ વિરોધીઓએ ખોટા આક્ષેપો મૂક્યા. આ બધા પ્રસંગોએ અખાને પ્રતીતિ કરાવી કે સમગ્ર સંસાર એક પ્રપંચલીલા છે, છળકપટ અને અવિશ્વાસથી જ સભર છે. આથી સંસારમાંથી તેનું મન ઊઠી ગયું. અખો સાચા ગુરુની શોધમાં નીકળ્યો. જ્યાં જતો ત્યાં સાચા ગુરુ કે સંતને બદલે જૂઠ્ઠા અને ઢોંગીઓ જ તેને ભટકયા. છેવટે કાશીમાં બ્રહ્માનંદ નામે એક સારા ગુરુ મળ્યા, જેનો ઉલ્લેખ તેનાં ઘણા કાવ્યોમાં થયો છે. એમની પાસેથી ઉપદેશ મેળવવા સાથે તેણે વેદવેદાંતનો અભ્યાસ પણ કર્યો. પોતે પામેલું સાચું જ્ઞાન અખાએ તેની કાવ્યકૃતિઓમાં પ્રજા સામે રજૂ કર્યું છે. ચિંતનપ્રધાન છતાં ધારદાર દૃષ્ટાંત અને લોકભોગ્ય ઉદાહરણોથી શોભિત કાવ્યશૈલીથી અખો ગુજરાતનો ઉત્તમ જ્ઞાનમાર્ગી કવિ ગણાયો. ‘અનુભવબિંદુ’, ‘અખેગીતા', ‘ગુરુશિષ્ય સંવાદ',સંતપ્રિયા બ્રહ્મલીલા જેવી ચિંતનયુક્ત કૃતિઓ ઉપરાંત પ્રપંચ, ઢોંગ અને અંધશ્રદ્ધાને લક્ષ્ય બનાવી લખાયેલા તેના છપ્પાઓ એક ઉત્તમ જ્ઞાની કવિની ઊંચાઈ સર કરે છે. અખા ભગતની આ ઊંચાઇને અન્ય કોઈ ગુજરાતી કવિ આંબી શક્યો નથી. Jain Education International ભક્તકવિ અને સંત પ્રીતમદાસ બૃહદ્ ગુજરાત ગુજરાતી મધ્યકાલીન કવિઓમાં શ્રેષ્ઠ જ્ઞાની કવિ અખાની જ્ઞાનાશ્રયી કવિતાની કેડીએ ચાલીને તે રાજ્યમાર્ગ બનાવનારા થોડા જ્ઞાનમાર્ગી કવિઓમાં સંત પ્રીતમદાસનું નામ આગળ પડતું મૂકી શકાય તેમ છે. તેમનો જીવનકાળ ઇ.સ. ૧૭૨૦ થી ૧૭૮૯નો ગણાયો છે. શ્રી રમણલાલ સોનીના પુસ્તકમાં આ કવિનો જન્મ સૌરાષ્ટ્રના ચૂડા ગામે ઇ.સ. ૧૭૧૮માં થયાનું જણાય છે. પૂર્વજન્મના સંસ્કારના પરિણામે આ જન્મમાં બાળપણથી જ તેમને સાધુઓનો સંગ સાંપડ્યો હતો. રામાનંદી સાધુઓની જમાતના એક અગ્રણી સંત-મહંત ભાઈદાસજી પાસેથી તેમણે ગુરુમંત્ર અને ઉપદેશ લીધો હતો. ઇ.સ. ૧૭૬૧માં સંત પ્રીતમદાસે ખેડા (હાલ આણંદ) જિલ્લાના કરમસદ પાસે આવેલા સંદેશર ગામે આવીને નિવાસ કર્યો હતો. અહીં આવ્યા પછી તેમણે ભક્તિબોધ અને સત્સંગનાં કાવ્યો લખવાનું શરૂ કર્યું હતું. જ્ઞાનમાર્ગી અને વેદાંતી હોવા ઉપરાંત તેમણે યોગમાર્ગનો અભ્યાસ પણ કર્યો હતો. સંદેશરનિવાસી આ સંતે અખાની જેમ વિવિધ કાવ્યરચનાઓ કરી હતી. તેમના કાવ્યસર્જનમાં કક્કા-વાર અને તિથિ-મહિનાની રચનાઓ ઉપરાંત જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનાં પદોનો સમાવેશ થાય છે. આ સાથે ધોળ, છપ્પા, સાખીઓ, નામ મહિમા, ગુરુ મહિમા, જ્ઞાનપ્રકાશ અને જ્ઞાન ગીતા જેવી વિવિધ રચનાઓ પણ તેમણે આપી છે. કાવ્ય લેખનનો મુખ્ય વિષય વેદાંતને અનુલક્ષી થતી જ્ઞાનની વાતો, વૈરાગ્યનો ઉપદેશ, ભક્તિનો બોધ, બ્રહ્માનુભવ માટેનો યોગમાર્ગ વગેરે જોવા મળે છે. પ્રીતમદાસની ઉત્તમ રચના ‘જ્ઞાનગીતા’ ગણાઈ છે. ઉપરાંત, ‘ગુરુ-શિષ્ય-સંવાદ' રૂપે રચાયેલી કાવ્યકૃતિમાં જીવનનાં ઉત્તમ પ્રશ્નો વિશેની વિચારણા સાદા-સરળ શબ્દોમાં રજૂ થઈ હોવાથી સામાન્ય લોકો તથા ભાવુક ભક્તજનોમાં તે ખૂબ લોકપ્રિય બની છે. For Private & Personal Use Only જીવ શું છે? ઈશ્વર શું છે? જગત અને માયા શું છે? આવા ઘણા અધ્યાત્મ જગતના પ્રાથમિક પ્રશ્નોથી માંડીને નામસ્મરણ, સંત-માહાત્મ્ય, વિચાર, યોગ, જ્ઞાન-ભક્તિવૈરાગ્ય, પ્રેમ-વિરહ, તૃષ્ણા, મન, બ્રહ્મ સ્વરૂપ અને જીવનમુક્તનાં લક્ષણો એમ અનેક વિષયના પ્રશ્નોનું કવિએ www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy