SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૫ સંસ્કૃતિના ઉપદેષ્ટા સિદ્ધપુરુષો -ડો. નવીનચંદ્ર ત્રિવેદી આ ભૂમિનું પ્રબળ પુણ્યબળ છે કે ભૂમિના કણકણમાં સંત વિભૂતિઓની સાધનાની સુવાસ ધરબાયેલી છે. આધ્યાત્મિક સંપદાનો મઘમઘાટ આ ભૂમિની પરંપરાગત ગૌરવગાથા બની ગઈ છે. સમગ્ર ભારત દેશ ધર્મપ્રધાન સંસ્કૃતિ ધરાવતો દેશ હોઈને અને તેનાં દરેક રાજ્યોમાં વિવિધ ધર્મસંપ્રદાયના પથદર્શકો વસતા હોય તે સ્વાભાવિક છે. ગુજરાતમાં પણ ધર્મઉપદેશ આપનાર સામેથી મળતા હોય એ પુણ્યના કોઈ ઉત્તુંગ શિખરની પ્રતીતિ કરાવે છે, ધર્મ શાશ્વત છે. આજના વિલાસી વિષયી યુગમાં ધાર્મિક શુભ સંસ્કારોની તાતી જરૂર છે. સદૈવ સત્સંગની જરૂર છે. આ સત્સંગથી જ સારા વિચારો મળે છે. અને વિનય વિવેકની જાગૃતિ માટે પણ સત્સંગ જરૂરી છે. સંતસત્સંગથી જીવનમાં ઘણા પાપોમાંથી બચી જવાય છે. આપણી જીવનશૈલીને સમૃદ્ધ, સંસ્કારી અને સુચારુ બનાવવાનું સામર્થ્ય ધરાવતા આવા સંતોના જીવન પરિચયો અત્રે સમાવિષ્ટ કરાયા છે. તે સિવાય પણ ઘણા બીજા સંતો હશે પણ જેમનો અત્રે ઉલ્લેખ-સમાવેશ નથી કર્યો તે માટે સમય અને સ્થળ સંકોચની મર્યાદા જ કારણભૂત છે. સંતવિભૂતિઓના પ્રભાવ અને તેના કાર્યોની સારરૂપ વિગતો જોશો. આદિ કવિ નરસિંહ મહેતા પ્રથમ ભક્ત હતા, કવિ પછી. ત્યાંથી શરૂ કરીને એપ્રિલ ૨૦૦૦ સુધીમાં વિદ્યમાન વિભૂતિઓ/સંતોને અત્રે સમાવ્યા છે. નરસિંહથી પૂ. દાદા ભગવાન સુધીના દિવંગત સંતો અને પછીના ક્રમમાં હાલના હયાત સંતોને સાંકળી લીધા છે. જેનો ક્રમિક પરિચય આ લેખમાં જોશો. જીવનનાં રહસ્યોને સમજી લઈને જેમણે જીવનને માણી લીધું છે. ભક્તિ અને સદાચાર જેવાં ઉત્તમ તત્ત્વોને સ્થાન આપી આંતરચેતનાને જેમણે જાગૃત કરી છે. વિશાળ અનુભવ જ્ઞાનના સાગરમાંથી પરમતત્ત્વનું અમૃત જેમણે મેળવી લીધેલું છે. આવા પુણ્યવંતા જ આ ધરતીના સાચા શણગાર અને અલંકારો છે, ત્રિકાળ સંધ્યા જેવો ક્રાંતિકારી પ્રયોગ આપી માનવ મનને શ્રી પાંડુરંગજીએ ઉંચાઈ બક્ષી છે. હૃદયસ્થ ભગવાનને કૃતજ્ઞતાની જરૂર નથી, પણ તે આપણા વિકાસ માટે જરૂરી છે, આ સમજાવી સ્વાધ્યાય સમાન મંત્ર બક્ષનાર પૂજનીય દૃષ્ટિદાતા દાદા તમને વંદન વારંવાર આ પરિચયો રજૂ કરનાર ડો. નવીનચંદ્ર ત્રિવેદી પણ સંત સત્સંગનો આનંદ માણનારા એક આરાધક છે. ભરૂચ જિલ્લાના જંબુસર ગામે તા. ૧૬મી જૂન ૧૯૪૭ના રોજ તેમનો જન્મ થયો. બચપણથી જ માતાપિતા પાસેથી ધર્મસંસ્કારનો વારસો મળ્યો જે વારસો આજ તેમની ઉત્તરાવસ્થા સુધી જળવાઈ રહ્યો છે. પોતાના પુરુષાર્થબળે ખંભાતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી. એ. વર્ગ-બીજામાં ૧૯૬૫માં અને તે પછી સુરતમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમ. એ. વર્ગ-બે માં ૧૯૬૭માં. તે પછી વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પી. એચ.ડી. ૧૯૭૬માં કર્યું. જે એમની શૈક્ષણિક લાયકાત. તે પછી તેમની વિવિધ સંસ્થાઓમાં ૧૯૬૫-૬૬ દરમ્યાન જંબુસરની યુ. હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે, ૧૯૬૮-૬૯માં વલસાડ જિલ્લાની સંજાણ હાઇસ્કૂલના શિક્ષક તરીકે, ૧૯૬૯-૭૦માં વલસાડની ચીખલી કોલેજમાં પાર્ટટાઈમ અધ્યાપક તરીકે જોડાયા. તે પછી ૧૯૭૦થી ખેડા જિલ્લાની ભાદરણ કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે હાલ સેવા આપે છે. અનુસ્નાતક કક્ષાએ નડિયાદ અને પેટલાદ કેન્દ્રમાં સતત ૨૦ વર્ષ એમ. એ.ના વર્ગોમાં અધ્યાપન કાર્ય. ગુજરાત યુનિવર્સિટી તરફથી એમ. ફિલ. તથા પી. એચ. ડી.ના માર્ગદર્શક તરીકેની માન્યતા. ૧૯૮૧થી ગુજરાતના પ્રથમકક્ષાના સામાયિકોમાં તેમનાં લખાણો પ્રસિદ્ધ થયાં છે. અક્ષરા સાહિત્ય સંસ્થા વડોદરા તથા ગુજરાત સાહિત્ય પરિષદમાં આજીવન સભ્ય છે, પરિસંવાદોમાં સતતપણે સક્રિય રહ્યા છે.સંગીત, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમના શોખના વિષયો રહ્યાં છે. તેમનાં પ્રકાશિત પુસ્તકો આ પ્રમાણે છે. મડિયાનું અક્ષરકાર્ય, ગુજરાતી નિબંધમાળા, અપઠિતનો આસ્વાદ, સ્વામી કષ્ણાનંદ સંપુટ (ભાગ. ૧-૨)ના સંપાદક તથા પંચદેવોપાસના. આંધીમાં ઉપદેશ, ઝલક અને ઝાંખી, કોઈ કંકર કોઈ મોતી વગેરે પુસ્તકોમાં તેમણે પ્રસ્તાવના લખી છે. ડો. નવીનચંદ્ર ત્રિવેદીને હાર્દિક ધન્યવાદ. - સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy