SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૨૩૩ બૃહદ્ ગુજરાતના કેટલાંક સંતરો –ડો. નિરંજન રાજ્યગુરુ માનવસમાજ માત્ર રોટી પર નભતો નથી. એને ટકાવવા માટે, વિકસાવવા માટે સતત આધ્યાત્મિક પરિબળોની પણ આવશ્યક્તા રહે છે. જીવનમાં ધર્મ, નીતિ અને સદાચારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જીવન ભૌતિક સમૃદ્ધિથી નહિ તેટલું પ્રેમ અને પરમાર્થ, સત્ય અને અહિંસા, દયા અને ઉદારતા, અનુકંપા અને કરુણાની ભાવનાઓથી ભવ્ય બને છે. એક જમાનામાં જ્યારે સમૂહ-માધ્યમો નહોતાં ત્યારે માનવીની આ ઉદ્દાત્ત ભાવનાઓને ઋષિમુનિઓએ, સંતો મહંતોએ અને ઓલિયાઓએ સદાય જાગ્રત રાખી છે. સંતો મહંતોએ નિર્મળ જીવન જીવીને દાખલો બેસાડ્યા છે, તો ભક્તકવિઓએ પોતાનાં હૃદયની સરવાણીને શબ્દરૂપ આપીને માનવસમાજમાં વહેતી મૂકે છે. એમાં આ દેશ તો સાધુસંતો ને ઓલીયાઓનો દેશ છે. ભારતનો કોઈ ડુંગર એવો નહિ હોય કે જ્યાં ધજા ફરકતી ન હોય! ભારતનો કોઈ નદીકાંઠો એવો નહિ હોય કે જ્યાં ઘંટારવ પડઘાતો ન હોય! ભારતનું કોઈ પાદર એવું નહિ હોય કે જ્યાં રાત્રે ભજનમંડળી ન જામતી હોય! એમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર તો સંતોની ભૂમિ કહેવાય છે. નાના મોટા સંતોની યાદી કરીએ તોય કોઈ ગ્રંથનાં પાનાં ઓછાં પડે. એમના નની પવિત્ર વાતોએ લોકોનાં જીવન ઉજાળ્યાં છેઃ એમની પ્રતિભાએ આપેલાં દર્શનથી લોકોના જીવનપંથ પ્રકાશમય થયા છે. એવા સંતોના જીવનનું સતત પારાયણ કરવાથી જ આપણી સંસ્કૃતિ ટકી રહી છે. એવા કેટલાક સંતોનો પરિચય ડો. નિરંજન રાજ્યગુરુએ અહીં કરાવ્યો છે. આજે નિરંજનભાઈનો પરિચય ગુજરાતને કરાવવો એ સૂર્યને ચીંધી બતાવવા જેવું કામ છે. આધુનિક સંતની એ ઉત્કૃષ્ટ મુદ્રા ગુજરાત અને ગુજરાત બહાર સુખ્યાત છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સંત દાસી જીવણના ઘોઘાવદર ગામે ૨૪ ૯૫૪ના રોજ જન્મેલા નિરંજન વલ્લભભાઈ રાજ્યગુરુ ગુજરાતી સાહિત્યમાં એમ. એ., પી. એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્રણેક વર્ષના શૈક્ષણિક અનુભવ બાદ માત્ર સંશોધનને જ પૂરો સમય આપવા કટિબદ્ધ બન્યા. મધ્યકાલીન ગુજરાતી ભાષા, લોક સાહિત્ય, ચારણી સાહિત્ય અને સંત સાહિત્યના તલાવગાહી અધ્યયનના ફળસ્વરૂપે એમની પાસેથી જે-તે ક્ષેત્રના સંખ્યાબંધ લેખો અને ગ્રંથો ગુજરાતને પ્રાપ્ત થયા છે. આ યજ્ઞકાર્ય માટે એમને ચાર-ચાર સંશોધન ફેલોશીપ મળી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય અકાદમી, બી. કે. પારેખ ફાઉન્ડેશન અને ડો. હોમી ભાભા ફેલોશીપ પ્રાપ્ત કરીને કરેલાં સંશોધનો-અધ્યયનોને અનેક ચંદ્રકો અને પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ઉપરાંત, આકાશવાણી અને દૂરદર્શન પર માન્ય કલાકાર અને તજજ્ઞ તરીકે તેમની યશસ્વી સેવા છે. સૌરાષ્ટનાં ગામડાઓમાં ક્ષેત્રકાર્ય કરીને કંઠસ્થ પરંપરાનાં ભજનો, લોકગીતો. લોકકથાઓ વગેરેને કેસેટમાં કંડારીને પૂરા સાડા ચારસો કલાકનું રેકોર્ડિંગ કરીને ભગીરથ કાર્ય કર્યું છે. એક સંત સમું નિર્મળ અને એકાકી જીવન જીવતા ડો. નિરંજન રાજ્યગુરુ સંશોધક અને લેખક હોવા સાથે મનોહર ગાયકીના પણ અચ્છા કસબી છે. મેળાવડાઓ, ડાયરાઓ અને મંડળીઓમાં એમનો બુલંદ કંઠ અનેરો પ્રભાવ પાથરતો હોય છે. અને એ કહેતા પણ હોય છે કે, સંતોની વાણીના પ્રચાર-પ્રસારનું ઉત્તમ માધ્યમ લોકડાયરા છે. વિશાળ જનમેદની પર એક વાણી કેટલો પ્રભાવ પાથરી શકે છે એ અનુભવ લેવા જેવો છે. શ્રી મકરંદભાઈ દવે, ડો. હરિવલ્લભભાઈ ભાયાણી, શ્રી જયંત કોઠારી, ડો. પ્રભાશંકર તેરૈયા જેવા ગુરુઓનો ઋણસ્વીકાર કરતા ડો. રાજ્યગુરુનું પણ ગુજરાત ઋણી છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy