SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨/૪૧ પ્રતિભા દર્શન મહાપૂજનની પ્રત, ઉમેદમાળા સ્વાધ્યાય, ઉપધાનવિધિ આદિ પુસ્તકો પ્રગટ કર્યા છે. ( હાલ, સંસ્કૃત વ્યાકરણ, હેમલઘુ કૌમુદિ, અહિત અભિષેક મહાપૂજન, મણિભદ્ર મહાપૂજન, શાંતિજિનપૂજન આદિનું કાર્ય પ્રકાશિત થઈ ગયું છે. પૂજ્યશ્રીને નારડોલાઈ સંઘે “ગોડવાડ કેસરી'ની પદવી આપી છે. પૂજયશ્રીને સેવાડીમાં સં. ૨૦૩૨ના માગશર સુદ ૭ના દિવસે શ્રી વલ્લભસૂરિ સમુદાયના પૂ. આ. શ્રી. પૂર્ણાનંદસૂરિજી મ. સા. ના વરદ હસ્તે ગણિ પંન્યાસની પદવી વરકાણા તીર્થમાં ૨૦૩૨ના ચૈત્ર સુદી - ૫ના રોજ ઉપાધ્યાયપદ અને વૈશાખ વદ ૩ના રોજ આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. આજે પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે આશરે પચીશેક જિનમંદિરોનાં નિર્માણ ચાલી રહ્યાં છે. પૂજ્યશ્રી નીચેની સંસ્થાઓના સંસ્થાપક છે – (૧) શ્રી આબુ તળેટી તીર્થ-શ્રી સુધર્માસ્વામી વિદ્યાપીઠ, પદ્માવતી નગરી, માનપુર, આબુ રોડ, નેશનલ હાઈ વે, ૩૦૭૦૨૬ (રાજસ્થાન), (૨) શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ જૈન તીર્થ પદ્માવતીનગરી, સૂરિજિનેન્દ્ર-પદ્મવિહાર, શ્રી નાકોડા પાર્શ્વનાથ ભૈરવદેવ જૈનતીર્થ માનપુર, આબુ રોડ, નેશનલ હાઈ – વે ૩૦૭૮૨૬ (રાજ.) (૩) શ્રી જિનેન્દ્ર વિહારનાં પ્રાગણમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈનતીર્થ, મુ-પો-સ્ટેશન, મારવાડ જંકશન જિ. પાલી. (રાજ.) (૪) શ્રી જિનેન્દ્ર-પદ્રસૂરિ જ્ઞાનમંદિર, શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈનમંદિર, જૈન ભોજનશાળા પાસે, મુ. પો. સ્ટે : ફાલના. (જિ. પાલી) (રાજસ્થાન). (૫) શ્રી ગોડી પાર્શ્વનાથ જૈન લાજતીર્થ, મુ. શિવગઢ. પો. કોજરા, જિ. સિરોહી, સ્ટેશન : સિરોહી રોડ (રાજસ્થાન) (૬) શ્રી પૂજય ધાર્મિક ટ્રસ્ટ, મુ. પો. ધનારી, સ્ટેશન : સર્પગંજ (જિ. સિરોહી) (રાજસ્થાન). પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ગ્રંથો : (૧) શ્રી ઋષિમંડલ મહાપૂજન, (૨) શ્રી અહંદુ જિન અભિષેક પૂજન, (૩) શ્રી પદ્માવતી-પાર્શ્વનાથ મહાપૂજન, (૪) શ્રી હૈમલઘુકૌમુદી (વ્યાકરણ), (૫) શ્રી શાંતિ જિનશાસ્ત્ર પૂજન, (૬) શ્રી શિલ્પરહસ્ય (શિલ્પશાસ્ત્ર વિષયક), (૭) શ્રી ઉપધાનતપ સ્મરણિકા, (૮) શ્રી સુલોચના-અશોકા જિનગુણમાલા, (૯) ઉમેદવાળા સ્વાધ્યાય આદિ, આમ પૂજયશ્રી વિજયપધસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અનેકવિધ મહાન, અદ્વિતીય અને અમર શાસનપ્રભાવના થઈ છે. એવા એ પ્રભાવક સૂરિવરને કોટિ કોટિ વંદન ! સૌજન્ય : બીવાડા (રાજસ્થાન) નિવાસી શ્રી ઘેવરચંદજી પ્રતાપમલજી ડાગાના સુપુત્રો અમરચંદ, ગૌતમચંદ, મહાવીરચંદ, સુપૌત્રો સિદ્ધાર્થ પિયૂષ, રાજેન્દ્રવિહાર દાદાવાડી પાલીતાણા (સિદ્ધગરિની છત્રછાયામાં પૂ. આ. શ્રી પારિજી મ. સા. પંન્યાસશ્રી ઈન્દ્રજિતવિજયજી મ, શ્રી રાજવિજયજી મ., શ્રી જયપ્રભવિજયજી મ. સાધ્વીશ્રી મુક્તિપ્રિયાશ્રીજી મહારાજ આદિની નિશ્રામાં ૬. કચ્છ-વાગડ સમુદાયના નેતત્વને સફળ અને ઉજ્જવળ બતાવતાર, કચ્છ અને બનાસકાંઠાદિ પ્રદેશોમાં અભૂતપૂર્વ શાસત પ્રભાવતા પ્રવર્તાવતાર, વાત્સલ્યમૂર્તિ, કરુણામૂર્તિ પૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી મ. પરમ ઉપકારી તીર્થંકર ભગવાને પળમાત્ર જેટલો ય પ્રમાદ ન કરવાની આપેલી દિવ્યવાણી અને ચેતવણી, દરેક આત્મસાધકને તેમ જ વ્યાવહારિક સાધનાને માટે પુરુષાર્થ કરતા પ્રત્યેક માનવીને માટે પણ, ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનોથી બચવા માટેનો મૂંગો સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે અને એ સમગ્ર સંસારના જીવોને માટે મહાન ઉપકારક બની રહે એવી છે. અને એટલે જ ચિત્તશુદ્ધિ અને આત્મદર્શનના આધ્યાત્મિક ધ્યેયને વરેલા આઠે પહોર, ચોવીસે કલાક, સાઈઠ ઘડી મોક્ષલક્ષી ધર્મપુરુષાર્થ કરતા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ દેવાધિદેવ શ્રી તીર્થંકર ભગવંતની આ દિવ્ય અને પવિત્ર વાણીમાંથી મળતી ચેતવણીની અને સદા જાગ્રત રહેવાની પ્રાપ્ત થતી અમૃત સમી ઉપદેશવાણીની લેશ પણ ઉપેક્ષા કેવી રીતે કરી શકે ? પૂજયશ્રીના થોડા પણ પરિચયમાં આવનારી સહૃદય વ્યક્તિને એમ લાગ્યા વિના ન રહે કે, પોતાને મળેલા આયુષ્યને પરમ કૃપાળુ પરમાત્માની અમૂલ્ય થાપણ માનીને એની પળેપળનો ઉપયોગ આત્મચિંતન, પરમાત્મચિંતન અને વિશ્વના જીવમાત્રના કલ્યાણના ચિંતનમાં થાય એ માટે તેઓ સદા પ્રયત્નશીલ રહે છે. અને બહૂમૂલી થાપણના એકાદ અંશની પણ પરની નિંદા-કૂથલીમાં, કાષાયિક મલીન ભાવોના સેવનમાં કે ભોગવિલાસની પાપવાસનાને પ્રોત્સાહન આપવામાં દુરુપયોગ ન થઈ જાય એની સતત જાગૃતિ રાખે છે. પૂજય આચાર્યદેવશ્રીના રોજબરોજના સંયમી જીવનનું અને ધર્મકાર્યનું અવલોકન કરનાર હરકોઈ વ્યક્તિને એમની સંયમસાધનાને વિશેષ મૂલ્યવાન અને શોભાયમાન બનાવનાર બહુમૂલાં રત્નસમી ત્રણ વિશેષતાઓ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy