SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨/૨૦ ૨ પ્રવાહીના પોષણથી ચાલતા દેહમાં સખત ગરમીના કાળમાં પણ પૂજ્યશ્રીએ ચૌદ ઉપવાસ ખેંચી કાઢ્યા. આ. પ્રેમસૂરિ મ., આ. યશોદેવસૂરિ મ., અનેક પંન્યાસો, વિશાળ મુનિગણ, સાધ્વીંગણ અને શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધસંઘ પૂજ્યશ્રીની આરાધનાને નતમસ્તકે અભિનંદી રહ્યો છે. પિંડવાડાની પ્રતિષ્ઠાનું કાર્ય સોલ્લાસ પૂર્ણ થયું. શિવગંજ સંઘની વિનંતીથી ચોમાસાની જે બોલાઈ. પ્રતિષ્ઠા પૂર્ણ થયે શિરોહી થઈ પૂજ્યશ્રી શિવગંજ પધાર્યા. પૂ. આચાર્ય ભગવંતાદિ વિશાળ પરિવારનો ચાતુર્માસ પ્રવેશ ઉલ્લાસપૂર્વક થયો. અહીં પણ વધતા રોગની પીડાઓને પૂજ્યશ્રી સમતાપૂર્વક સહ્યા કરે છે. પન્નવણા વગેરે આગમસૂત્રોનું વાંચન ચાલુ છે. મુનિઓને લખવા દ્વારા હિતશિક્ષા પ્રદાન કરે છે. રાત્રે જાપ-ધ્યાનની આરાધના ચાલે છે. નિંદ્રા તો લગભગ રીંસાઈ ગઈ છે. દિવસો પસાર થતા જાય છે. પર્યુષણનાં દિવસો નજીક આવે છે. પર્યુષણના પ્રથમ દિવસથી જ ઉપવાસ ચાલુ કરીને રોગપરિષહને તમાચો માર્યો. એક એક ઉપવાસ વધતા ૩૦ ઉપવાસનો મૃત્યુંજય તપ, આવી અવસ્થામાં તેમણે પૂર્ણ કર્યો. પર્યુષણમાં વ્યાખ્યાનાદિ શ્રવણ ચાલુ છે. ઘોર તપમાં પણ સ્વાધ્યાયાદિ પ્રવૃત્તિ યથાવત્ ચાલુ છે. ગુરુ આજ્ઞાથી ૩૦ ઉપવાસનું પારણું કર્યું. થોડા દિવસ પછી પેટમાં નળી ખેંચાવા લાગી. સિરોહીથી સર્જનને બોલાવી પેટમાં સળિયા ઘોંચી પેટનું સંકોચાઈ ગયેલ કાણું પહોળું કરી નવી નળી નાંખી. થોડા દિવસ નવી નળીનું કામ ઠીક ચાલ્યું. પણ એકવાર રાત્રે અચાનક નળી બહાર નીકળી ગઈ. સર્જનને સિરોહીથી બોલાવ્યો. તેને આવતાં મોડું થયું. આહાર-પાણી વગર આખો દિવસ પસાર થયો. સાંજે સર્જને આવી ફરી નળી ફીટ કરી. સૂર્યાસ્તની તૈયારી હતી. માંડ પાણી વાપર્યું. સુરેન્દ્રનગરની જેમ ‘સવગંજ’ ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્ય આચાર્ય ભગવંતાદિ સૌ સાથે પૂજ્યશ્રી પણ સીલદર નામના નાના ગામડામાં આવ્યા. જ્યાં પૂજ્યપાદશ્રીની નિશ્રામાં ઉપધાન થયા. ઉપધાન પૂર્ણ કરી પાલનપુર પધાર્યા. ત્યાંથી ડીસા ગયા. આ બધા ક્ષેત્રોમાં પણ રોગ પરિષહને સમતાપૂર્વક સહન કરવા સાથે પૂજ્યશ્રી અવારનવાર ચાર ઉપવાસ, અઠ્ઠમ તપ વગેરે વારંવાર કરે છે. સ્વાધ્યાય, જપ, ધ્યાનાદિની પ્રવૃત્તિ પણ ચાલુ જ છે. ડીસામાંથી ચાતુર્માસ નિમિત્તે પૂજ્યપાદ આચાર્ય ભગવંતાદિ વિશાળ મુનિગણ સાથે પૂજ્યશ્રી પણ પિંડવાડા પધાર્યા. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનું વતન હોવાથી પિંડવાડા સંઘમાં પૂજ્યપાદશ્રીની આરાધના ચાતુર્માસમાં અત્યંત ઉમંગથી સુંદર રીતે ચાલે છે. પૂજ્ય પંન્યાસજી મહારાજને પણ કેન્સરગ્રસ્ત શરીરમાં રોગની પીડાઓ વધતી જાય છે. પોતાને પણ હવે અંતકાળ નજીક દેખાય છે. આ પરિસ્થિતિમાં આરાધનાનો વેગ તેઓએ વધાર્યો. દીર્ઘ તપસ્યાના Jain Education International બૃહદ્ ગુજરાત ભાવ સાથે તેમણે ઉપવાસ શરૂ કર્યા. પૂ. ગુરુદેવો સાવધ હતા. આજ સુધીના ઉગ્ર તપો પણ એક એક ઉપવાસના પચ્ચક્ખાણથી જ કરાવ્યા હતા. એક ઉપવાસ સારો થયો. બીજા દિવસે પણ ઉપવાસના પચ્ચક્ખાણ થયા પણ માથામાં શૂળ ઉપડ્યું. વેદના અસહ્ય બની. આખી રાત્રી પીડામાં પસાર થઈ. જો કે મન અરિહંતનાં રટણમાં જ હતું. સવારે સમયજ્ઞ ગુરુદેવોએ પારણું કરાવ્યું. વ્યાધિઓનું આક્રમણ વધતું સાથે સમાધિ પણ વધતી જતી હતી. આ વખતે તો પૂજ્યપાદશ્રીજી, પૂ. આચાર્યદેવ યશોદેવસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પં. ભદ્રંકરવિજયજી ગણિવર્ય પણ સાથે જ હતા. પૂ. ગુરુદેવ પં. ભાનુવિજયજી મ. વગેરે સૌ પૂજ્યશ્રીને સમાધિ આપતા. પ્રેરણાઓ કરતા સારું સારું સંભળાવતા. મુનિઓ પણ સેવામાં સજ્જ હતા. સંઘ પણ વૈયાવચ્ચમાં તત્પર હતો. પણ હવે વ્યાધિ ચારે બાજુ ફેલાઈ ગયો છે. ખાંસી, છાતી પડખામાં શૂળ, આંખ પર દબાણ, ઝણઝણાટી વગેરે પીડાઓમાં વૃદ્ધિ થવા લાગી છે. વધારામાં હવે નળી દ્વારા અપાતું પ્રવાહી નીકળી જવા માંડ્યું. અશક્તિ વધતી જાય છે. ભૂખ તરસની પીડા પણ વધતી જાય છે. પૂજ્ય ગુરૂદેવો પણ સાવધ છે. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજે પ્રેરણા કરતા કહ્યું, ‘‘આરાધનાનું જ લક્ષ્ય રાખવું, જરાય મૂંઝવણ કરવી નહીં. નવકાર મંત્રમાં ચિત્તને પરોવી દેવું. આપણી ખરી ચીજ એ જ છે. બહારના ઉપચારો નિમિત્ત માત્ર છે.”—પૂ. આ. યશોદેવસૂરિ મ., પૂજ્ય પંન્યાસજી ભદ્રંકરવિજયજી ગણિવર વગેરે વિવિધ પ્રકારે સમાધિ માટે પ્રેરણાઓ કરતા જાય છે. પૂજ્યશ્રી પણ વડીલોની પ્રેરણાઓ ઝીલતા અને સ્વયં સમાધિ માટે વધુને વધુ પ્રયત્નશીલ બનતા જાય છે. દિવસો પસાર થતા જાય છે. પેટના કાણાંમાંથી પ્રવાહી બહાર નીકળી જતું હોવાથી. પોષણ લગભગ બંધ જેવું થઈ ગયું છે. નબળાઈ વધતી જાય છે. હાથ પણ ઠંડા પડતા જાય છે. સ્વયં ઊઠવા-બેસવાનું અશક્ય થઈ ગયું છે. તૃષા જોર કરે છે. પાણીનું ટીપું પણ ટપકતું નથી. જ્ઞાનતંતુઓ પણ નબળા પડતા જાય છે. સ્મરણશક્તિ પણ ઓછી થઈ ગઈ છે. પણ એકમાત્ર અહિત શરણાદિ સાંભળવાની તીવ્ર ઇચ્છા રહે છે. રાત્રે નિદ્રાનો પણ અભાવ છે. દિવસ-રાત મુનિઓ તેમને સંભળાવે છે. દસેક દિવસથી આખો ઉપાશ્રય નવકાર મંગલ ધ્વનિથી ગુંજતો થઈ ગયો છે. શ્રાવણ વદ ૧૦ રાત્રે નબળાઈ વધી. રાત-દિવસનો પણ ખ્યાલ નથી રહેતો. પણ પ્રતિક્રમણ - પડિલેહણ - લોચ - જાપ વગેરેની જ લગની શુભ આંતરપરિણતિની સૂચક હતી. અંદર આ જ રટણા ચાલતી, આંર્તધ્યાનને જરાય સ્થાન ન હતું. વદ ૧૧ સવારે થોડા ઘેનમાં છે. બધાને લાગ્યું કે નિદ્રામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy