SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન અને વિરાટ હતું. એમના રોમરોમમાં તીર્થો પ્રત્યે અપાર ભક્તિભાવ અને એટલી જ ચિંતા હતી. કાપરડાજી તીર્થના ઉદ્ધાર સમયે પ્રાણાંત પરિષહ સહ્યો હતો. કદંબગિર તીર્થના ઉદ્ધારમાં એમણે પ્રાણ રેડ્યા હતા. આવા કાર્યોમાં પૂજ્યશ્રી જાનની પરવા કરતા નહિં. શેરીસાના તીર્થનો ઉદ્ધાર એ આચાર્યશ્રીની શ્રદ્ધાપૂર્ણ દોરવણી અને શેઠ સારાભાઈ ડાહ્યાભાઈની અથાગ જહેમતનો સરવાળો છે. માતર, રાણકપૂર, સ્તંભતીર્થ આદિ તીર્થો અને અનેક ગામોમાં જીર્ણ જિનાલયોનાં કરાવેલાં ધરમૂળ ઉદ્ધારો આજે પણ તેઓશ્રીની જીવંત યશોગાથા સંભળાવી રહ્યા છે. આ ઉપરાંત, તીર્થોના હક્કો અને તેની રક્ષા માટે પણ પૂજ્યશ્રી સતત કાળજી રાખતા. ગિરિરાજ ગિરનારનાં તીર્થ માટે જૂનાગઢના નવાબ સાથે ચાલેલા કેસમાં પૂજ્યશ્રીએ લીધેલી જહેમત ગજબની હતી. એવી જ રીતે, સમેતશિખર, તારંગા, અંતરિક્ષજી, મક્ષીજી અને શત્રુંજ્ય ગિરિરાજના ગૂંચવાડા ભરેલા કેસોના વિજય પાછળ તેઓશ્રીની વિલક્ષણ બુદ્ધિ કામ કરી ગઈ હતી. પ્રતાપી વ્યક્તિમત્તા : ઊંડું શાસ્ત્રજ્ઞાન, પ્રભાવક વાક્ચાતુરી, સતત ધર્મજાગૃતિ, કઠોર ધર્મચર્યા તેમ જ વિશાળ અને દીર્ઘદષ્ટિથી સમગ્ર શાસનની ખેવના કરતા પૂજ્ય આચાર્યશ્રી જૈન-જૈનેતરસૌમાં ખૂબ જ આદરણીય હતા. તેઓશ્રીના આ જાજવલ્યમાન વ્યક્તિત્વથી રાજા-મહારાજાઓ અને શ્રીમંતો પણ એમની સભામાં ઉપસ્થિત રહેવામાં ગૌરવ સમજતા. ભાવનગર, લીંબડી, વલ્લભીપુર, ગોંડલ, ધ્રાંગધ્રા, ઉદયપુર, જેસલમેર, સિરોહી આદિ રાજ્યોના મહારાજાઓ પૂજ્યશ્રીના ઉપદેશ અને વ્યાખ્યાન શ્રવણથી કૃતકૃત્યતા અનુભવતા. ઉદયપુરના ચાતુર્માસ વખતે દેશના પ્રખર પંડિત શ્રી મદનમોહન માલવિયાજીએ ઘણો સમય સત્સંગ કરીને આચાર્યશ્રીની પંડિતાઈ વિશે અહોભાવ દર્શાવ્યો હતો. સત્યપ્રિયતા, નિષ્પક્ષતા, નિઃસ્પૃહતા અને સમતાના ગુણોને લીધે પૂજ્યશ્રી સકળ સંઘમાં પરમ આદરણીય બન્યા હતા. સં. ૧૯૯૦ના અમદાવાદના ઐતિહાસિક મુનિસંમેલનમાં તેઓશ્રીની સૂઝ-સમઝણથી અનેક વાદ-વિવાદો શમી ગયા અને એ સિદ્ધિથી એમનો કીર્તિકળશ સર્વોચ્ચ ટોચે ઝળક્યો હતો. આટ-આટલી કીર્તિ-પ્રતિષ્ઠા, માનસન્માન હોવા છતાં પૂજ્યશ્રી અંતરથી સાવ નિઃસ્પૃહી હતા. સમયે સમયે રાજા મહારાજાઓ તરફથી કે શ્રેષ્ઠીઓ તરફથી વિનમ્રભાવે ધરાતી ભેટ, સાધુજીવનને શોભે તેમ, સ્વીકારતા નહિં. સં. ૧૯૬૬માં કદંબિગિરમાં અનેક દરબારોને હિંસા, ચોરી, વ્યસનો આદિથી મુક્ત કર્યા તેના ઉપકાર રૂપે દરબારો તરફથી તેઓશ્રીના નામે જમીન આપવાની દરખાસ્ત થઈ, પણ તેઓશ્રીએ તેનો સ્વીકાર કર્યો નહિં ! પૂજયશ્રી માત્ર ધર્મશાસન માટે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે, જે જે કરવું જરૂરી લાગતું તે બધું જ કરવા તત્પર . રહેતા અને તે કાર્ય સાંગોપાંગ પાર ઉતારતા. આમ જૈનશાસનની રક્ષા, પ્રભાવના અને વ્યવસ્થા કરવાની બહુમૂલી જવાબદારી Jain Education International × ૧૯૧ સ્વીકારનાર અને તેને કુશળતાપૂર્વક પાર ઉતારનાર આ મહાન વિભૂતિ જૈનશાસનના ઇતિહાસમાં ‘શાસન સમ્રાટ' તરીકે અમર થાય એમાં શી નવાઈ ! (સંકલન : પૂ. આ. શ્રી શીલચંદ્રવિજયજી મ. ના લેખમાંથી ટૂંકાવીને.) પોલિસ પટેલમાંથી પલટાયેલા, પ્રખર વ્યક્તિત્વતા ધારક એવા શાસતના સમર્થ સેતાતી, સકલાગમ રહસ્યવેદી, જ્યોતિષમાર્તંડ મહાપુરુષ પૂ. આ.શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ૦ પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂઢ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઉજવાયો ત્યારે શ્રી વીરવિજયજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને શોભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર હતા. પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ-પરંપરા પર કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સ્થાપિત કર્યા. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તો મૂલ જ થાય તેમ નથી ! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન-ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં ! તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યના વેત્તા હતા. તેથી ‘સકલાગમ રહસ્યવેદી' તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો ! સાધુ સંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યોનું સર્જન કર્યું. તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક / આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે છે. કોઈપણની ભૂલ થાય તો એની સામે પુણ્યપ્રકોપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા આ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષો-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના રૂપમાં આપણને મળી આવ્યા ! તે સમયે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy