SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન વિ. સં. ૧૯૬૨. મુંબઈ. ધાણા, આદીશ્વર દેરાસર. વિ. સં. ૧૯૬૦ (માગશર સુદ - ૬). મુંબઈ. વાલકેશ્વર. બાબુ અમીચંદ પાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ટ્રસ્ટ. આ જિનાલયનો સંક્ષિપ્ત ઇતિહાસ આ મુજબ છે. અહિલપુર - પાટણના મૂળ વતની કોટ થી બાબુ અમીચંદ પન્નાલાલ પરિવાર વિ.સં. ૧૯૫૯ ના અરસામાં અહીં સ્થાયી હતા. તેમનાં ધર્મપત્ની શેઠાણી કુંવરબાઈ ખૂબ જ ધાર્મિક અને સ્વભાવે સરળ હતાં. તેમનું જિનમંદિર બનાવવાનું સ્વગ્ન એક દિવસ સફળ થયું. મેઘનાદ મંડપથી જાણીતું શિખરબંધી ભવ્ય દેરાસર પોતાના ખર્ચે તૈયાર કરાવ્યું. એક રાત્રિએ શેઠ શ્રી અમીચંદને શાસન દેવે પ્રસન્ન થઈ સ્વમું આપ્યું. અત્યારે મુળનાયક આદીશ્વર ભગવાન જે પ્રતિષ્ઠિત છે તેનાં તેમણે સ્વપ્રમાં સાક્ષાત દર્શન કર્યાં. શાસનદેવનો આદેશ હતો કે, આ ભગવાનની મૂર્તિ ખંભાતના એક દેરાસરના ભોંયરામાં બિરાજમાન છે. તમે ખંભાત જાવ અને લાવીને તમારા સ્વનિર્મિત દેરાસરમાં પ્રતિતિ કરો.' શેઠશ્રી સફાળા જાગી ગયા. અને આ સ્વપ્રવાર્તા શેઠાણી કુંવરબાઈને કહી. દંપતિ ખૂબ જ રાજી થયાં. સવારે ત્યાં બિરાજમાન પૂજ્ય શ્રી મોહનલાલજી પાસે આવીને વિવિધ વંદન કરી આ સ્વની વિગત જણાવી. તે પછી. તે પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ શેઠ ખંભાત ગયા. એક દેરાસરના ભોંયરામાં સ્વપ્રમાં જોયેલી મૂર્તિ જેવી જ પ્રતિમાનાં દર્શન કરી નગરશેઠ પાસે મૂર્તિની માંગણી કરી. સંમતિ મળતાં પ્રતિમાજીને મુંબઈ લાવ્યા. આખરે સ્વપ્ર ફળ્યું. તે પછી વિ.સં. ૧૯૬૦ના માગશર સુદ ૬ ના મંગલ મુહૂર્તે પૂજય મુનિરાજ શ્રી મોહનલાલજી મ.ના વરદ હસ્તે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. આજે પણ બાજુના ગવાક્ષમાં લેખ ઉત્કીર્ણ છે. આ દેરાસર ભારત સરકારના પર્યટન ખાતાની યાદિમાં હોવાથી પ્રતિદિન જારી યાત્રિકો જૈન તેમ જ અજૈન ઉપરાંત વિદેશી પર્યટકો આ દેરાસરનાં દર્શને આવે છે. હમણાં આ જિનાલયનો વહીવટ શેઠ શ્રી નાનુ ધનરાજમાર દૌલતચંદ, બાબુ વિજકુમાર ચંદ્રકુમાર, બાબુ ભરતભાઈ રાજેન્દ્રકુમાર ઝવેરી, સર્વશ્રી વીરેન્દ્રભાઈ પોપટલાલ, જયંતિભાઈ શાંતિલાલ વગે૨ે ટ્રસ્ટી મહોદયો સંભાળી રહ્યા છે. આ દેરાસર અત્યારે ૧૦૦ વર્ષની પૂર્ણાહુતિના આરે છે. ત્યારે તેની શાબ્દિ મહોત્સવની તૈયારી પણ ચાલે છે. સૌજન્ય : બાબુ અમીચંદ નાબાલ આપર જૈન દેરાસર ટેમ્પલ ટ્રસ્ટ, ૪, રીંજ રોડ, વાલકેશ્વર, મુંબઈ ૪૦ શ્રી પાર્શ્વચંદ્રગચ્છતા પ્રભાવક શ્રમણભગવંત મંડલાચાર્ય શ્રી કુશળચંદ્રજી ગણિવર વિક્રમની વીસમી શતાબ્દિમાં જૈન ધર્મે વિશાલ પાષા પર Jain Education International <> ૧૮૩ કાયાપલટ કરી. સુષુપ્તિ, શિથિલતાના અંધકારમાંથી જૈનસંઘ બહાર આવ્યો. એ સમયને 'સંધિકાળ' કહી શકાય. જૈનસંઘના દરેક ગમાં આ સમયે સંવેગમાર્ગને પ્રબળ વેગ આપનાર મુનિવરો પામ્યા, જેમણે જુદા જુદા વિસ્તારોમાં નવજાગૃતિ ઊભી કરી. કચ્છ અને કાઠિયાવાડના પ્રદેશમાં આ જાગૃતિ લાવવાનું કાર્ય જાણે કે પૂ. શ્રી કુશલચંદ્રજી મારાજને સોંપાયું હતું. કચ્છમાં ધર્મવિષયક નવાગરાનું કોય આ મહત્માને ફાળે જ જાય છે. શ્રી પાર્શ્વમંદના ઇતિહાસમાં તેઓશ્રીનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે તે થયેલી લુપ્ત સુવિહીત મુનિપરંપરાને તેઓશ્રીએ સજીવન કરી, કચ્છકાઠિયાવાડ-હાલારના પ્રદેશમાં, ગચ્છના ભેદ વગર, તેઓશ્રીની નિર્મળ સાધુતાનો એવો પ્રભાવ વિસ્તર્યો કે જુદા જુદા ગચ્છના પતિઓ પણ તેમનો આદર કરતા. તેઓથી પદવીધારક ન હોવા છતાં પાર્શ્વચંદ્રગચ્છ અને કચ્છની જૈન જનતાએ તેમને 'મંલાચાર્ય', ‘‘ગણિવર’ જેવી માનવાચક પદવીથી નવાજ્યા. : જન્મભૂમિ કોડાય (તા. માંડવી, કચ્છ). પિતા : શ્રી જેતશીભાઈ. માતા : શ્રી ભમઈબાઈ. જન્મ સં. ૧૮૮૩. સંસારીનામ - કોરીભાઈ. કોડાયના જ તેમના એક સમવયસ્ક મિત્ર હેમરાજભાઈના સમાગમથી કોશીંભાઈને વૈરાગ્યનો રંગ લાગ્યો . બીજા ધોયુક મિત્રો પણ એમાં ભળ્યા. હેમરાજભાઈ સારા વિચારક અને અભ્યાસી હતા. શિથિલાચારના વિરોધી અને સત્યના શોધક એવા હેમરાજભાઈને ધર્મક્ષેત્રમાં ક્રાંતિ આણવાનો પણ સંકલ્પ કર્યો. સંવેગી દીક્ષા લઈ શુદ્ધ માર્ગને દઢ કરવાની તેમની વાતોને કોડભાઈ વગેરે અન્ય મિત્રોએ ઝીલી લીધી. હેમરાજભાઈએ એવું પણ નક્કી કરેલું કે પાંચમની સંવત્સરી કરતા હોય તથા સફેદ વસ્ત્ર ધારા કરતા હોય એવા ગુરુ પાસે જ દીક્ષા લેવી. પાંચ મિત્રોની આ મંકી ભાગીને પછીના પોંચી. ત્યાં બિરાજમાન પાચંદ્રગચ્છના શ્રીજય શ્રી હર્ષચંદ્રસૂરિ પાસે તેઓને દીયા લેવી હતી. પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે તેઓથી વધેલોની રજા વિના દીક્ષા નહિ આપે. શ્રી કલ્યાણવિમલ નામે મુનિરાજની સલાહ મુજબ અંતે સ્વયં સાધુવેશ ધારણ કરી તળેટીએ બેસી ગયા. સંધના અગ્રણીઓને ખબર પડી. તેઓની દૃઢતા જોઈને તેઓને સ્વીકારી લેવાની શ્રીસંઘે શ્રી હર્ષચંદ્રસૂરિજી મહારાજને વિનંતિ કરી. આમ, સં. ૧૯૦૭માં આ મુમુક્ષુઓની દીક્ષા થઈ, અલબત્ત, સંવેગી દીક્ષા જ. પાછળથી ખબર પડતાં જ વડીલો આવ્યા. પાલીતાણાના દરબાર પાસે ફરિયાદ થઈ. નવયિોને ચલિત કરવા માટે જોલની કોટડીમાં પૂરવામાં આવ્યા. ભૂખ્યા રખાયા. છતાં કોઈનો નિશ્ચય ડગ્યો નહિ. છેવટે દરબારે વડીલોને તેમની ઇચ્છા મુજબ છોકરાઓને પાછા લઈ જવાની રજા આપી. તે બે જણને વડીલોની સંમતિ મળી. ત્રણને તેમના વડીલો પાછા લઈ ગયા. હેમરાજભાઈને પાછા ફરવું પડ્યું. કોરશભાઈ અને બીજા એક મિત્ર દીક્ષામાં રહ્યા અને કોરશીભાઈનું નામ પડ્યું કુશલચંદ્રજી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy