SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ બગડી. ઉગ્ર વિહાર થઈ શક્યો નહીં. હાંફ ચડવા લાગ્યો. ગુજરાનવાલા પહોંચ્યા. જેઠ સુદ ૭ને દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે એકદમ શ્વાસ ચડ્યો. તેઓશ્રી ઊઠીને આસન પર બેઠા. શિષ્યમંડળ દોડી આવ્યું. તેમણે આસન ઉપર બેસીને ત્રણ વાર ‘અર્હમ્, અર્હ, અર્હ’ એમ મંત્રોચાર કર્યો અને બોલ્યા, ‘લો ભાઈ, અબ હમ ચલતે હૈ, સબ કો ખમાતે હૈં.’ અને તેઓશ્રીના ભવ્યાત્માએ નશ્વર દેહ છોડી દીધો. પૂજયશ્રીના કાળધર્મ પામ્યાના સમાચાર જોતજોતામાં સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા. અનેક સ્થળે તેઓશ્રીની પ્રતિમાની અને પાદુકાની સ્થાપનાઓ થઈ. શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થ પર પણ પૂજ્યશ્રીની પ્રતિમાઓ સ્થાપવાનો નિર્ણય થયો, એ તેમની અક્ષરકીર્તિનું ઉજ્જવળ દૃષ્ટાંત છે. તેઓશ્રી પોતાના સમુદાયની ધુરા પ્રિય શિષ્ય શ્રી વલ્લભસૂરિને સોંપતા ગયા. પંડિત સુખલાલજી તેમને અંજલિ આપતાં લખે છે : ‘આત્મારામજી પરમ વિદ્વાન હતા, શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક હતા. પરંતુ તે બધા કરતાં વિશેષ તો તેઓ ક્રાંતિકારી પણ હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું હતું, એ જ બતાવે છે કે તેઓ શાંત ક્રાંતિકારી હતા.' (સંકલન : પ્રા. રમણલાલ ચી. શાહ—‘પ્રબુદ્ધજીવન'ના તા. ૧-૭-૮૬ના અંકમાંથી સાભાર.) સૌજન્ય : ત્રિભુવન તારક તીર્થાધિરાજ-ચાતુર્માસ આરાધના સમિતિ સંચારી જૈન ભવન-પાલીતાણા તરફથી બાબુ અમીચંદ પન્નાલાલ આર્દીશ્વર જિતાલય પ્રતિષ્ઠાકારક પૂ. મુનિપુંગવ શ્રી મોહનલાલજી મહારાજ (ઇ. સ. ૧૯૬૪માં પ્રકાશિત ‘શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દિ સ્મારક ગ્રંથ''માંથી સાભાર ઉદ્ધૃત કેટલીક સંક્ષિપ્ત નોંધ અહીં પુનઃ પ્રકાશિત કરવામાં આવી છે. તેના લેખક અને સંપાદક પૂ. પ્રવર્તક મુનિશ્રી મૃગેન્દ્ર મુનિજી મહારાજના અમો અનુગૃહિત છીએ.) —સંપાદક આજથી એક સૈકા (શતક) પહેલાંનો ભૂતકાળ ખરેખર એક સુવર્ણયુગ હતો. તેની યાદ આજે પણ આપણને આનંદ, રોમાંચથી ભરી દે છે. પૂજ્ય મુનિશ્રેષ્ઠ, શ્રીમદ્ મોહનલાલજી મહારાજ એક વચનસિદ્ધ પુરુષ હતા. તેઓ ભારતમાં ગુજરાત, સૌરાષ્ટ્ર રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુ.પી., બિહાર, બંગાળ જે જે પ્રાંતોમાં વિચર્યા ત્યાં તેઓ જીવનની દિવ્ય સુવાસ અને સંભારણા મૂકી ગયા છે. તેમાં પણ સુરત અને મુંબઈની જૈન પ્રજા પર તેમના ઉપકારોની સ્મૃતિઓ ઇતિહાસને પાને અમર બની ગઈ છે. Jain Education Intemational બૃહદ્ ગુજરાત વિ.સં. ૧૯૪૭માં શ્રીમદ્ મોહનલાલજી મ. સૌ પ્રથમ મુંબઈમાં સંવેગી સાધુ તરીકે પધાર્યા હતા અને ત્યારથી સતત સોળ વર્ષ સુધી મુંબઈ અને સુરતના જૈન સંઘને તેમની ધર્મપ્રભાવનાનો નિયમિત લાભ મળતો રહ્યો. જેનાં પરિણામે અનેક ભવ્ય જિનાલયો, જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓ, ઉપધાનો, પ્રવજ્યાઓ, અને તે ઉપરાંત જ્ઞાનભંડારો, પાઠશાળાઓ, હાઈસ્કૂલ, હોસ્ટેલ, કન્યાશાળા, ધર્મશાળા, ભોજનશાળા, દવાખાના, ચેરિટીફંડો, વગેરે અનેક ભગીરથ કર્મોનાં બીજારોપણ થયાં. તેમાંથી આજે પણ ઘણી ખરી સંસ્થાઓ વિકસિત બની ધર્મ અને સમાજના ક્ષેત્રે યશસ્વી રીતે કાર્યરત છે : વિ.સં. ૧૯૩૬માં ઓશવાળોની જન્મભૂમિ ગણાતી ઓસિયા નગરીમાં જીવંત સ્વામી મહાવીર સ્વામીના ચૈત્યોનો જિર્ણોદ્ધાર કરાવ્યો. પ્રાચીન તીર્થની પુનઃ પ્રતિષ્ઠા થઈ. વિ.સં. ૧૯૪૯માં માગશર સુદ-૬ શુક્રવારે પાલીતાણા જયતલાટીના પ્રાંગણમાં આવેલ શ્રી ધનવશી ટૂંકની પ્રતિષ્ઠામાં મુનિરાજ શ્રી મોહનલાલજી મ. પ્રતિષ્ઠાચાર્ય રૂપે ઉપસ્થિત રહ્યા. વિ.સં. ૧૯૪૭ માગશર સુદ -૩ સુરત, વડાચૌટા, નગરશેઠની પોળમાં, ગોડી પાર્શ્વનાથ દેરાસરમાં પંચધાતુના પ્રાચીન સમવસરણની પ્રતિષ્ઠા જે આજે પણ દર્શનીય છે. વિ.સં. ૧૯૪૮. સૂરત, વડાચૌરાના શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા. શેઠ શ્રી ધરમચંદ ઉદયચંદ તરફથી. વિ.સં. ૧૯૫૪ સૂરત, માળી ફળિયા, ગોપીપુરા, આદીશ્વર ભગવાનનું દેરાસર, શ્રીમતિ કંકુબેન ઘેલાભાઈ લાલભાઈ. વિ. સં. ૧૯૫૫. સૂરત, ઓસવાલ મહોલો. ગોપીપુરા, મનમોહન પાર્શ્વનાથ દેરાસર, શેઠશ્રી રૂપચંદ લલ્લુભાઈ. વિ. સં. ૧૯૫૫. સૂરત, કતારગામ, શત્રુંજયાવતાર આદીશ્વર દેરાસર, શેઠ શ્રી નગીનચંદ કપૂરચંદ ઝવેરી. વિ. સં. ૧૯૫૬, સૂરત, નાનુપુરા, સીમંધર સ્વામી દેરાસર, શ્રીમતી રાજાભાઈ રતનચંદ. વિ. સં. ૧૯૫૬. સૂરત ગોપીપુરા, સૂરજમંડન પાર્શ્વનાથ દેરાસર, શેઠશ્રી જીવણચંદ ધરમચંદ પરિવાર. વિ. સં. ૧૯૫૭ સૂરત. ગોપીપુરા, કુંથુનાથ દેરાસર, શેઠ શ્રી રૂપચંદ લલ્લુભાઈ. વિ. સં. ૧૯૬૩. સૂરત. સૂરત, નાણાવટ, સમવસરણનું મંદિર, વિ.સં. ૧૯૫૨. મુંબઈ, ગુલાબવાડી, ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. વિ. સં. ૧૯૫૨. મુંબઈ, પાયધુની. ગોડીજી દેરાસર શામળા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy