SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન શષ્ટ્રીય ચેતનાના સ્વાતંત્ર્ય સેનાનીઓ —જયશ્રીબેત મતસુખલાલ કોટેચા કોઈપણ રાષ્ટ્ર ગુલામીનાં કારણે જેનાં સત્ત્વ અને સંસ્કૃતિ લાંબો સમય સુધી પરદેશી સલ્તનત નીચે રગદોળાયાં હોય તેની મુક્તિનો સમય બહુ નાજુક હોય છે. કાળબળે કેટલાક વિચારવંત અને નીડર લોકોની જાગૃતિ દ્વારા ભારતની સ્વાતંત્ર્ય ચળવળનાં મંડાણ થાય છે. ૧૮૫૭નો બળવો, તેનાં ઘમસાણમાં, ગોળીઓની રમઝટમાં, “ચલો દિલ્હી’”ના નારા વચ્ચે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો શહીદી વ્હોરીને અમર બની ગઈ. પણ પછી રાષ્ટ્રીય ચેતનાનો સંચાર પ્રજામાં ચાલુ જ રહ્યો. ૧૬૫ મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળનો પ્રારંભ ૧૯૩૦ની દાંડીયાત્રાથી શરૂ થયો. મીઠાનો કાયદો તોડવા જતાં સેંકડો લોકોએ જેલવાસ ભોગવ્યો, વખતો વખતની એવી ઘણી લડતોથી આજે પણ લોકોમાં શક્તિના, સંકલ્પના ઉમંગો લહેરાતા રહ્યા છે. મહામાનવ ગાંધીની પોતાની અલૌકિક પ્રભાથી એ યુગમાં એક એવું અદ્ભૂત વાતાવરણ ઊભું થયું કે વિવિધ ક્ષેત્રોના ભેદો ભૂલાયા, સમગ્ર લોકજીવન એકરસ બની ગયું. જનતા અને જનાર્દન એકરૂપ બન્યા, અનેક લડતોમાં ઘણા લોકોએ તન મન વિસારે મૂકી એક માત્ર સેવાસમર્પણની ભાવનાથી આકરી સજા ભોગવી પછી તો રચનાત્મક વિચારધારાનો ચુસ્તપણે અમલ કર્યો. આ સ્વાધીનતા માટે જ થઈને ઘણા માણસો જીવનભર ઝઝૂમ્યા, કુરિવાજો, દૂષણો અને અન્યાય જોયા ત્યાં સામે થયા, લોકેષણાની જરા પણ ખેવના રાખ્યા વિના પોતાનાં વૈવિધ્યપૂર્ણ શક્તિ-સામર્થ્યની સૌને પ્રતીતિ કરાવી. મુક્તિફોજના કેટલાક સેનાનીઓના ટૂંકા પરિચયો અત્રે રજૂ કરે છે જયશ્રી બહેન કોટેચા. તેમનો જન્મ રાજકોટમાં ૧૯૬૦માં થયો. ઇતિહાસ વિષયમાં એમ. એ.; એમ. ફિલ પ્રથમ નંબરે થયાં. હાલમાં રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા આર્ટસ કોલેજમાં, ઇતિહાસ પરિષદ અને ગુજરાત ઇતિહાસ પરિષદમાં પેપર રીડિંગ તથા ‘પથિક’માં તેમનો સંશોધન પેપર રજૂ થયેલ છે. “વૃજલાલ દુર્લભજી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ” રાજકોટના સ્થાપના, વિકાસ અને પ્રવૃત્તિ તે તેમનો એમ. ફિલનો લઘુ શોધનિબંધ હતો. ઇતિહાસમાં ખૂબ જ રસ ધરાવે છે - ધન્યવાદ ભાવનગર યુનિવર્સિટીના ઇતિહાસ અનુસ્નાતકભવનના પ્રોફેસર અને વડા ડો. પી. જી. કોરાટ અને ઇતિહાસ અનુસ્નાતક ભવનના રીડર અને ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્રના નિયામક ડો. મહેબૂબ દેસાઈએ તેમના સંશોધન ગ્રંથો દ્વારા સ્થાનિક અને સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં નોંધપાત્ર પ્રદાન કરેલ છે. Jain Education International પ્રા. જયશ્રીબહેન મનસુખલાલ કોટેચાએ તૈયાર કરેલ સ્વાતંત્ર્ય સૈનિકોની લેખમાળા અધિકરણ માટે ડો. પી. જી. કોરાટ સંપાદિત ‘ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પાયાના કાર્યકરોનું પ્રદાન’” અને ડો. મહેબુબ દેસાઈના સંશોધન ગ્રંથ ‘સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમરેલી'નો આધાર લીધો છે. આ બન્ને ગ્રંથો આધારભૂત દસ્તાવેજો, રૂબરૂ મુલાકાતો અને સ્વાતંત્ર્યસૈનિકોની ડાયરીના આધારે લખાયા છે. એટલે તેની પ્રમાણભૂતતા, આધારભૂતતા નિશ્ચિત છે. આ દૃષ્ટિએ અત્રે ૨જૂ થયેલા રાષ્ટ્રીય ચેતનાના સ્વાતંત્ર્યસૈનિકોના ટૂંકા પરિચયો સામાન્યજન અને અભ્યાસીઓ બન્નેને ઉપયોગી થઈ પડશે. એવી આશા અસ્થાને નહિં ગણાય. —સંપાદક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy