SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન આશ્ચર્યજનક રીતે સંતાડાયેલાં છે. આ ભીંતચિત્રો કલા અને કુદરતના અભ્યાસનો પ્રોજેક્ટ છે. તેમનાં આ ચિત્રો પ્રદર્શનમાં આવતા મુલાકાતીઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલ છે. તેમના ચિત્રોની શૈલી ભારતીય હોવા છતાં રજૂઆતમાં મોજ અને યુવાનપેઢીની કલ્પનાને સાકાર કરે છે. તેમને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, ઓલ ઈન્ડિયા કાલીદાસ અકાદમી, લુઝિયાના આર્ટસ એન્ડ આર્ટિસ્ટ ગિલ્ડ દ્વારા ઇનામ અને આર્ટ એમ્બેસેડર એવોર્ડ બેટનરુઝ તેમ જ એવોર્ડ ફોર લુઝિયાના આર્ટ એજ્યુકેશન એસોસિયેશન “મિડલ સ્કૂલ આર્ટ એજ્યુકેશન'' ઓફ ધી ઇયર.... ૨૦૦૧નું બહુમાન મળ્યું છે. કચ્છતા માટીકામતા કલાકાર હાંસબાઈમા મનુષ્ય દ્વારા જે કળાઓ વિકસી છે તેમાં ‘માટીકામ’ની કળા પ્રથમ વિકસી છે. આનંદકુમાર સ્વામીએ માટીકળાને ‘ધાર્મિક સંસ્કૃતિ’ તથા કળાના ઇતિહાસનો દસ્તાવેજ કહેલ છે. કચ્છના હાંસબાઇમાએ તે કલા હસ્તગત કરી છે તેનો ઉપયોગ મુખ્યત્વે ઘર શણગારવામાં થાય છે. કચ્છના આ લીંપણકામના કુશળ કારીગરો તરીકે બન્નીના મુસ્લિમો તથા રબારીઓ ગણાય છે. અત્યારે આ કુશળ કારીગરોમાં ભુજ તાલુકાના ભુજોડી ગામના રબારી બહેન હાંસુબાઈ ગણાય છે. તેમને પોતાની બે પુત્રીઓ ભચીબાઈ અને લાસુબાઈને પણ માટીના ચિતરના પાઠ શીખવ્યા છે. હાંસબાઈમાએ મુંબઈ, ભોપાલ, વડોદરા, સુરત વગેરે અનેક શહેરોમાં પોતાનો કસબ રજૂ કર્યો છે. સ્વ. વડાપ્રધાન ઇંદીરાગાંધીની પણ પ્રશંસા પ્રાપ્ત કરી હતી. તેમણે રાષ્ટ્રીય પારિતોષિક પણ મેળવેલ છે. તેઓ લીંપણ પર જે ભાત બનાવે છે. તેમાં મુખ્યત્વે પ્રકૃતિનાં તત્ત્વો, પ્રાણી કે માનવ આકૃતિ અને ભૌમિતિક ડિઝાઈનો સામેલ હોય છે. સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, ઊંટ, હાથી, ઘોડા, વીંછી, કરચલા, મોર, ઝાડ, પનિહારી અને કૃષ્ણલીલાનાં ચિત્રો પણ દોરવામાં આવે છે. આ બધા આકાર લીંપણ કામ ઉપર માટી અને તેના મિશ્રણથી ઉપસાવવામાં હાંસબાઈમા માહિર છે. આધુનિક યુગમાં ઘર, ફ્લેટ, હોટલ, કલાગૃહો Jain Education International - ૧૬૩ વગેરેની ભીતો પર આ કળા સ્થાન પામી છે. મોટાં શહેરોમાં તે ફેશનનો એક ભાગ બની છે. આમ, એક લોકકલાને આધુનિક યુગમાં પ્રસિદ્ધિ સાંપડી છે. ચિત્ર અને શિલ્પકલાના જાણકાર સ્વ. ઊર્મિલાબેન ગિરધરલાલ વિકાસગૃહ ટ્રસ્ટીમંડળના પ્રમુખ શ્રી ઊર્મિલાબેન એટલે ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મેલ અતિનમ્ર નિરાભિમાની બહેન. સ્વ. મુ. પુષ્પાબહેન સાથે વર્ષો જુનો સબંધ હતો. સારાં ચિત્રકાર તથા શિલ્પકલાનાં જાણકાર હતાં. સૌની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરે, તેની હકીકત જાણે અને સહાયભૂત થાય. તેમનું ધર જૂઓ તો કલાભવન જેવું લાગે. આવાં ઊર્મિલાબહેન જતાં સંસ્થાએ તથા કાર્યકરોએ આઘાત અનુભવ્યો. સ્વ. ગિરધરભાઈ દામોદરદાસનાં ધર્મપત્ની શ્રીમતી ઊર્મિલાબેનનો જન્મ ૧૯૧૩માં અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી મંગળદાસ ગિરધરદાસને ત્યાં થયો હતો. કળા તેમના જીવનનું એક અભિન્ન પાસું હતું અને તે ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય દરેક પ્રવૃત્તિમાં વ્યક્ત થતું હતું. જ્યોતિસંઘ અને વિકાસગૃહમાં તેમણે સક્રિય સેવાઓ આપી હતી. ૧૯૭૩ થી ૨૦૦૧ સુધી તેઓ વિકાસગૃહ ટ્રસ્ટીમંડળનાં પ્રમુખ રહ્યાં હતાં અને જીવનપર્યન્ત તેઓ સૌને પ્રેરણા આપતાં રહ્યાં હતાં. ૧૯૬૬ થી ૧૯૭૨ સુધી તેઓ જ્યોતિસંઘના પ્રમુખ રહ્યા હતા. સંદર્ભ પુસ્તકો (૧) સમયકી પરતોમૈં વીરાયતન—બિહાર (૨) જગતની પ્રતિભાસંપન્ન મહિલાઓ—શા. ના. પાઠક (૩) બાળ કેળવણીનાં ત્રણ વ્યાખ્યાનો—મનુભાઈ પંચોળી (૪) કલાગુરુ રસિકલાલ પરીખઊર્મિ પરીખ (૫) યોગાનુયોગ–વસુબહેન ભટ્ટ (૬) શિક્ષણમાં આંતરદર્શન-ઈશ્વરભાઈ પરમાર (૭) વીરાંગનાઓની વસુંધરા ગરવી ગુજરાત–સંપાદક-અમર પંડિત (૮) શબ્દલોકના યાત્રીઓ (૯) ભારતની આઝાદીની લડતમાં સૌરાષ્ટ્રની મહિલાઓનું પ્રદાન–પ્રા. (ડો.) સ્મિતાબહેન ઝાલા-અપ્રકાશિત શોધનિબંધ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy