SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સિંગાપુર, મલેશિયા, યુ. એસ. એ., કેનેડા અને વેસ્ટ ઈન્ડિઝ જેવા દેશોમાં તેઓ ભારતના સાંસ્કૃતિક દૂતનું બહુમાન મેળવી શક્યાં જે દેશ માટે ગૌરવપ્રદ છે. કલ્યાણ આશ્રમ ટ્રસ્ટ, શાંતાક્રુઝ જનરલ હોસ્પિટલ, મહુવા કેળવણી સમાજ, કપડવંજ કેળવણી સમાજ, સંતરામપુર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ, રાજકોટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ, નેશનલ ડિફેન્સ ફંડ વગેરે અનેક સંસ્થાઓને તેમ જ સમયાંતરે થતી કુદરતી હોનારતો માટે દેશ-વિદેશમાં કાર્યક્રમો યોજીને આર્થિક સહાય કરી છે. તદ્ઉપરાંત તેઓ અનેક સામાજિક અને સાંસ્કૃતિક સંગઠ્ઠનો સાથે સંકળાયેલાં રહ્યાં છે. ટી. વી. ૫૨ ફિલ્મ અને સિરિયલનું નિર્માણ કરી ડાયરેક્શનના ક્ષેત્રે પણ પ્રવેશ્યાં છે. ૧૯૯૧નો વિશ્વ ગુર્જરી એવોર્ડ, નેશનલ યુનિટી અને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડ મેળવવાનું બહુમાન પણ તેમણે મેળવ્યું હતું. શિક્ષણ, સેવા અને અનુશાસનના ધોતક ડો. આમ્રપાલી મરચન્ટ ડો. આમ્રપાલી મરચન્ટે એમ. એ., એલ. એલ. બી., પી. એચ. ડી. અને પી. જી. ડીપ્લોમાની પદવી અનુક્રમે ગુજરાત યુનિવર્સિટી - સરદાર પટેલ યુનિવર્સિટી - અને સસેક્સ યુનિવર્સિટી (ઇંગ્લેન્ડ)માંથી મેળવેલ છે. હાલમાં તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસરઅધ્યક્ષ તરીકે સેવા આપે છે. તેઓ ગુજરાત રાજ્યની સરદાર પટેલ રાજ્ય વહીવટ ભવન, સ્પીપા અમદાવાદ, સેન્ટર ફોર પંચાયતી રાજ, એચ. એમ. પટેલ કેરિયર ડેવલપમેન્ટ સેન્ટર, કોમ્યુનીટી પોલિટેકનિકલ, ઇન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં વિવિધ પદ પર સેવાઓ આપે છે. આ ઉપરાંત ગુજરાતની અનેકવિધ યુનિવર્સિટીમાં વિઝીટીંગ પ્રાધ્યાપક પણ છે. આ ઉપરાંત તેઓ અન્ય બત્રીશ શૈક્ષણિક, સામાજિક અને સામાજિક ઉત્થાનનો સંદર્ભ ધરાવતી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલાં છે. તેમણે ભારતનું બંધારણ, પંચાયતી ધારો અને બાળ ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ ગરીબી, મહિલા અને બાલ વિકાસ, ધોરણ ૧૨ માટેનું સમાજશાસ્ત્ર એમ વિવિધ વિષયો પર ૧૬ જેટલાં પુસ્તકો લખ્યાં છે. હાલમાં તેઓ ‘એક્શન સોશ્યોલોજી' ૫૨ પુસ્તક લખે છે. Jain Education International > ૧૬૧ તેઓ યુવાનોને ચારિત્ર્યશીલ, પરિશ્રમી અને વિશુદ્ધ ગાંધીવાદી બનાવવા માંગે છે. તેઓએ યુવાનો ખરા અર્થમાં ધર્મને સમજી શકે (માનવધર્મ) તેવા ઉમદા હેતુસર યુનિવર્સિટીમાં ધર્મમેળાનું આયોજન કરેલ જેમાં ૧૧ હજાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેઓ દૃઢ વ્યક્તિત્વમાં શ્રદ્ધા ધરાવે છે. એકાગ્રતાને ખૂબ જ મહત્વ આપે છે. તેઓને એન. સી. સી. પ્રત્યે વિશેષ લગાવ છે. આ ઉપરાંત તેઓએ વિદ્યાર્થીઓને સાથે રાખીને ગ્રામીણ પછાત વિસ્તારોમાં શિબિરોનું આયોજન પણ કરેલ છે. પંચાયતોમાં જ્યારથી મહિલા આરક્ષણનો અમલ થયેલ છે ત્યારથી મહિલા પંચાયતના સંદર્ભમાં ટ્રેનિંગ કોર્સ શરૂ કરેલ છે. તેઓ સંપૂર્ણપણે સાદો ખોરાક લે છે. મગ-ભાત. જૈન ધર્મનું ચુસ્તપણે પાલન કરે છે. પંજાબી ડ્રેસ એમનો પોષક છે. તેઓ અંગત મુલાકાતમાં કહે છે કે ‘‘ધીરજ, આશા અને આત્મસંયમ રાખવો, ક્યારેય નિરાશ ન થવું.” સમાજને આજે જરૂર છે, ‘કર્મશીલ’ મહિલા નેતૃત્વની, જે ભારોભાર આમ્રપાલી મરચન્ટમાં જોવા મળે છે. તેઓએ પૂ. બાપુ અને જૈનધર્મના સિદ્ધાંતોને આત્મસાત કર્યા છે. વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિતા એલચી મલ્લિકા સારાભાઈ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નૃત્યાંગના મૃણાલીની સારાભાઈની સુપુત્રી મલ્લિકા સારાભાઈ અમદાવાદથી બી. એ; એમ. એ. અને પી. એચ. ડી.ની ડિગ્રી મેળવી કોલેજકાળ દરમિયાન જ અભિનેત્રી તરીકેની કારકીર્દિની તેમણે શરૂઆત કરી. ૧૯૭૭ પછી તેઓ માતૃસંસ્થા ‘દર્પણ એકેડમી ઓફ પર્ફોમીંગ આર્ટસ'ના નેજા હેઠળ એક અગ્રગણ્ય સોલોઇસ્ટની રૂએ ભરતનાટ્યમ અને કૂચીપુડી શૈલીનાં નૃત્યોના કાર્યક્રમો માટે દુનિયાના દેશોનો સાંસ્કૃતિક પ્રવાસ તેમણે ખેડ્યો. ભારતીય નૃત્ય શૈલી પ્રસ્તુત કરી દુનિયાભરના લોકોની પ્રશંસા પામ્યાં. ટેલિવિઝન ક્ષેત્રે ઇન્ટરવ્યુઅર, એન્કર અને હોસ્ટ તરીકે પણ સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે ફિલ્મો દ્વારા શૈક્ષણિકક્ષેત્રે પણ મહત્ત્વની ડોક્યુમેન્ટરીનું નિર્દેશન કર્યું છે. તેમના દ્વારા સંપાદિત થયેલાં અને લખાયેલાં કલાવિષયક પુસ્તકો દેશ-પરદેશમાં પ્રશંસા પામ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy