SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઇલાબેને ‘સેવા’ને આજે આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકી દીધી છે. ઇલાબેનને સમગ્ર વિશ્વે માન-અકરામથી નવાજ્યાં છે. તેમણે આંતરરાષ્ટ્રીય પુરસ્કારોમાં મેગ્સેસે પુરસ્કાર (૧૯૭૭), કોમી એખલાસ માટેનો ધ સુસન બી. એન્થની એવોર્ડ (૧૯૮૨), ધ રાઈટ લાઈવ્સી ફૂડ (૧૯૮૪) માં પ્રાપ્ત કર્યા છે. જે નોબલ પુરસ્કારનો વિકલ્પ ગણાય છે. આપણા દેશમાં ઉપરાઉપર બે વર્ષોમાં પદ્મશ્રી (૧૯૮૫) અને પદ્મભૂષણ (૧૯૮૬) એવોર્ડથી તેમનું સન્માન થયું છે. નારીશક્તિ કેટલી પ્રચંડ છે, તેનો અહેસાસ ઇલાબહેને સમગ્ર વિશ્વને કરાવેલ છે. તેઓએ ‘સેવા’ દ્વારા ભારતનું નામ વૈશ્વિક કક્ષાએ ગૂંજતું કર્યું છે. આજીવત સર્વોદય કાર્યકર જ્યોતિબહેન વ્યાસ જ્યોતિબહેને ગુજરાત વિદ્યાપીઠની સ્નાતક, બી. એડ. ની ડિગ્રી મેળવી સુરત અને રાજકોટમાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. સિતારનો અભ્યાસ મ્યુઝિક કોલેજ વડોદરામાં કર્યો. અત્યારે રાજપારડી વિસ્તારમાં ક્વોરી અને પથ્થર ફોડવાના ઉદ્યોગમાં કાર્યરત છે. ભારતના સામાજિક કાર્યકર અને લઘુઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલા તરીકે મહિલાદિન નિમિત્તે ૮ માર્ચ ૨૦૦૦ના રોજ અમેરિકાના પેન્સિલ્વેનિયાના વીલ્સબરીના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમનો જન્મ ૧૯૩૪માં મુંબઈમાં થયો હતો. કેળવણી નડિયાદ વિઠ્ઠલ કન્યાવિદ્યાલયમાં મેળવી. આ સમયગાળા દરમિયાન શ્રી પંડિત જવાહરલાલ, શ્રી સરદાર સાહેબ, શ્રી મોરારજીભાઈ જેવા અનેક કર્મયોગીઓને જોવા અને જાણવાનો મોકો મળ્યો હતો. આમ, શાળા અને કુટુંબમાંથી રાષ્ટ્રપ્રેમ અને ગાંધીવિચારની કેળવણી મળી. ૧૯૬૫થી કચ્છમાં સ્ત્રીશિક્ષણ માટે રાપર તાલુકામાંથી કાર્યનો પ્રારંભ કર્યો. કેરલમાં વિનોબાજી સાથે પદયાત્રામાં જોડાયા. કેરાલામાં સર્વોદય મંડળનું કાર્ય ચાર વર્ષ સુધી સંભાળ્યું. ગુજરાતમાં પણ રવિશંકર મહારાજ સાથે પદયાત્રામાં જોડાયા હતાં. રેલ સંકટ, દુષ્કાળ જેવી કુદરતી આફતોમાં મહિનાઓ સુધી જે તે સ્થળે (સુરત, મોરબી, ઉત્તરગુજરાત) રહી અસરગ્રસ્તોને મદદરૂપ બન્યાં છે. Jain Education International બૃહદ્ ગુજરાત તેઓએ ભિક્ષુકો માટેનો અભ્યાસ કર્યો છે. તેમજ સ્ત્રી સશક્તીકરણ માટે હંમેશા કાર્યરત રહ્યાં છે. જ્યોતિબહેન અને તેમના પતિ જયવંતભાઈનું જીવન સાદું અને શ્રમયુક્ત રહ્યું છે. તેઓ વડોદરા સર્વોદય મંડળના સેક્રેટરી, ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી, વિશ્વમંગલ સંસ્થા-સાબરકાંઠા, કુદરતી ઉપચાર કેન્દ્ર, આરોગ્ય ભુવન–વડોદરા, મુનિ આશ્રમ, સેવા રુરલ ઝગડિયા જેવી અનેક સંસ્થા સાથે કાર્ય કરનાર તરીકે સંકળાયેલા છે. અનુભવને આલેખતાર લાગણીશીલ મહિલાસર્જક શ્રી વર્ષાબેન અડાલજા શ્રી વર્ષાબહેનનો જન્મ ૧૦ એપ્રિલ ૧૯૪૦માં મુંબઈમાં થયો હતો. પ્રસિદ્ધ નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં આ પુત્રીને સાહિત્ય અને કળાના આ સંસ્કાર લોહીમાં જ હતા. ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ. એ. થયાં. શરૂઆતમાં આકાશવાણી મુંબઈ ૫૨ એનાઉન્સર તરીકે કાર્ય કર્યું. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી નાટ્ય તાલીમ માટે તેમને સ્કોલરશીપ મળેલી. ‘મારે પણ એક ઘર હોય' આ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું ભગિનીનિવેદીતા પારિતોષિક મળેલું, વિયેટનામના યુદ્ધની કથા પર આધારિત ‘આતશ' પુસ્તકને સોવિયેટ લેન્ડ નહેરુ એવોર્ડ અને ગુજરાત રાજ્યનો એવોર્ડ મળેલા. ‘અણસાર' નવલકથાને સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેઓની ઘણી સામાજિક અને મૌલિક રહસ્યકથાઓ પ્રગટ થઈ છે. નવલકથા લખવા માટે વિષયવસ્તુની જાતમાહિતી મેળવીને જ લખવાનો તેમનો અભિગમ રહ્યો છે. તેમણે પત્રકારત્વનો અનુભવ સુધા અને ફેમીનાના તંત્રીપદે રહી કર્યો છે. વર્તમાનમાં ‘સોની' અને ‘ઝી’ નેટવર્ક માટે ધારાવાહિક લખી રહ્યા છે. કેટલીક નવલકથાનું નાટકમાં રૂપાંતર કર્યું છે, તો નાટક લેખન પણ તેમની કલમના રસનો વિષય રહ્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy