SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પી. એચ. ડી.ની ઉપાધિ મેળવી છે. તેમના વિચારો ઉપર સ્વામી વિવેકાનંદ અને લોકમાન્ય તિલકનો પ્રભાવ રહ્યો હતો. તેઓએ સંસ્થાઓ સાથે સંકળાઈને વિવિધક્ષેત્રે કામગીરી બજાવી હતી. વિદેશી વિદ્યાર્થીઓના સલાહકાર, બોર્ડ ઓફ સ્ટડીઝના અધ્યક્ષ, મુંબઈ અધ્યાપક સંઘના પ્રમુખ, મણિભુવન ગાંધી સંગ્રહાલયના પ્રમુખ, એશિયન બુક ટ્રસ્ટના પ્રમુખ, પબ્લિક યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝના ઉપપ્રમુખ, રાષ્ટ્રભાષા પ્રચાર સભાના પ્રમુખ, આમ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલાં હતાં. તેઓ એક અભ્યાસનિષ્ઠ અને સંશોધનવ્યસ્ત પ્રાધ્યાપિકા તરીકે પ્રખ્યાત હતાં. તેઓના અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. સામાયિકોમાં પણ એમનાં લખાણો છપાયાં છે. પોતાનાં લખાણો, વક્તવ્યો, માટે લોકસેવાર્થે જીવન અર્પણ કરનારાં ઉષાબહેનને અનેક પુરસ્કારો અર્પણ થયા છે. તેમણે ઉત્તમ શિક્ષક, સ્વાતંત્રય સેનાની, ગાંધીવાદી સામાજિક કાર્યકર તરીકેના પુરસ્કાર, તેમજ ભારતીય ગૌરવ પારિતોષિક અને કાકાસાહેબ ગાડગીલ પુરસ્કાર પ્રાપ્ત કરી બહુમાન મેળવ્યું હતું. તેઓ ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરીને સાદગીપૂર્ણ જીવન જીવતી વ્યકિતઓમાંનાં એક છે. કર્મયોગીની માફક કર્મ કરીને હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહી પોતાનાં વ્યક્તિત્વ અને સ્વમાનને તેમણે જાળવી રાખ્યું હતું. સામાજિક કાર્યોના સંવર્ધક વિધાબેન શાહ ૧૯૨૨માં રાજકોટ જિલ્લાના જેતપુરમાં વિદ્યાબેનનો સુધારક વિચારસરણી ધરાવતા કુટુંબમાં જન્મ થયો હતો. વિદ્યાબેન ૧૯૪૨માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષય સાથે બી. એ. થયાં. સ્નાતક થયા બાદ તેમણે ‘ભારત છોડો' ચળવળમાં ભાગ લીધો. ૧૯૪૫માં મનુભાઈ અને વિદ્યાબેનનાં લગ્ન થયાં. તેઓએ ગાંધીજીના સિદ્ધાંતોને અનુસરીને સાદગીપૂર્ણ લગ્ન કર્યાં હતાં. ૧૯૪૮-૫૦ના ગાળામાં મનુભાઈ સૌરાષ્ટ્ર રાજ્યમાં પ્રધાન થતાં વિદ્યાબેન રાજકોટ આવ્યાં અને ૧૯૫૧માં, રાજકોટના સદર વિસ્તારમાં પછાતવર્ગની મહિલાઓ માટે ઉદ્યોગ કેન્દ્રની શરૂઆત કરી. ૧૯૫૪માં વિદ્યાબેનના Jain Education International બૃહદ્ ગુજરાત પ્રયાસોથી રાજકોટમાં બાલભવનની સ્થાપના થઈ. જવાહરલાલ નેહરુની હાજરીમાં ઇંદીરાજીએ એનો શિલાન્યાસ કર્યો હતો. ભારતમાં આ પ્રકારનું પ્રથમ બાલભવન હતું. દેશના જનજીવન સાથે તેમનો ૫૦ વર્ષથી વધુ સમયનો અતૂટ સંબંધ બંધાયો છે. તેઓ નારી બાળકલ્યાણ, શિક્ષણ અને કુટુંબ કલ્યાણ, નાગરિક વહીવટ, ફાઈન આર્ટસ અને કલ્ચર, અપંગ કલ્યાણ રાહતકાર્ય અને બીજી અનેક સામાજિક સેવાઓ સાથે વર્ષોથી સંકળાયેલા રહ્યાં છે. આ ઉપરાંત મહિલામંડળના પાયલોટ પ્રોજેક્ટ, ઇન્દીરાજીએ સ્થાપેલી બાળ-સહયોગ સંસ્થા, હેલન કેલર ટ્રસ્ટ, નેશનલ ફોર્મ ઓફ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન જેવી અનેકવિધ સંસ્થાઓમાં તેઓએ વર્ષો સુધી સેવા આપી અને અનેક હોદ્દાઓ પર શોભાયમાન થયાં. દિલ્હીમાં વસતા ગુજરાતીઓ માટે અને દિલ્હી જતા ગુજરાતીઓ માટે તેમણે અજોડ સેવાઓ કરી છે. દિલ્હી ગુજરાતી સમાજના તેઓ ૪૦ વર્ષ પ્રમુખ રહ્યાં છે. આ સમાજ દિલ્હીમાં અતિથિગૃહ ચલાવે છે. તેઓએ ગુજરાતીઓને એક તાંતણે બાંધીને અખિલ ભારતીય ગુજરાતી સમાજની સ્થાપના કરી અને વર્ષો સુધી તેઓ એના પ્રમુખ રહ્યાં. તેઓએ નૃત્ય-સંગીતની અને ચિત્રકલાની તાલીમ માટે ‘ત્રિવેણી’ કલાસંગમની સંસ્થાની શરૂઆત કરી હતી. દિલ્હી કોર્પોરેશન બિલ્ડિંગ, પાલિકા બજાર, તાજમહેલ હોટલ, ખાન માર્કેટ તેઓના દૃષ્ટિકોણનું પરિણામ છે. તેઓને વિવિધ ક્ષેત્રોની સેવા માટે ૧૯૯૨માં ‘પદ્મશ્રી' અને ૧૯૮૬માં બાળકલ્યાણ ક્ષેત્ર માટેનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેઓએ વિશ્વમાં અનેક દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલ છે. વિદ્યાબેનને ૧૯૯૮ના વિશ્વગુર્જરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. આમ, જુદી જુદી સંસ્થાઓ દ્વારા તેમની કારકિર્દી દરમ્યાન અનેક વખત તેમનું સન્માન થયું છે. ૧૫ જેટલા એવોર્ડથી તેઓને ગૌરવ પ્રદાન કરવામાં આવ્યું છે. આમ, ગુજરાતની અસ્મિતા માટે હરહંમેશ તેઓ પ્રયત્નશીલ રહ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy