SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સંસ્કૃતિની ઉદ્ઘાત્રી જ્ગન્માતાઓ –ડો. સ્મિતાબહેત એસ. ઝાલા > ૧૪૭ ભારતીય સાહિત્યના વારસામાં ધર્મ અને સેવા સંસ્કૃતિને ક્ષેત્રે નારીએ હંમેશાં પૂજ્યતાભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુણવંતી નારીની દેવો પણ પૂજા કરે છે. સમાજની આધારશિલાઓથી જ ધરતી સદા પ્રફુલ્લિત રહી છે. ગુજરાતે સમયે સમયે એવાં ગુણીય નારીરત્નો આપ્યાં જેમનાં વિનય-વિવેક અને શીલ-સંસ્કારની ઊજળી પરંપરાનો વિશાળ પ્રવાહ અસ્ખલિતપણે વહેતો જ રહ્યો છે. સેવા-સદાચારની આ પવિત્ર ગંગોત્રીઓનાં જીવનગાન, એનાં મૂલ્યો, આદર્શો ખરેખર મહાન અને દેદીપ્યમાન હતાં. ધર્મ અને સમાજના ઉત્થાનમાં આ નારી શક્તિએ સહાય કરી છે. ભૂતકાળમાં અનેક નારીઓએ વિશાળ સમૂહના અભ્યુદયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કમળથી પણ કોમળ એવા એમના સદ્ગુણોએ વાત્સલ્યતાનાં ઘોડાપૂર વહાવ્યાં હતાં. સરળ અને સાત્વિક એનાં મનોબળ હતાં. અમૃત વરસાવતી એમની પ્રેમાળ દૃષ્ટિ હતી. પ્રજ્ઞાજ્યોતિ સમાં આવાં નારીરત્નોની ંઅમર દેન યુગો સુધી પ્રેરણાના અક્ષયસ્રોત સમી બની રહેશે. ગઈકાલની ગરિમાની એ ગૌરવગાથા આપણી આંતરસૃષ્ટિમાં સતતપણે આજે પણ ગૂંજતી રહી છે. વર્તમાનમાં પણ કળામાં નિપૂણતા પ્રાપ્ત કરી, નેતૃત્વશક્તિ અને આચરણશુદ્ધિ જેવા ગુણોનું દર્શન થાય છે. પ્રસ્તુત થયેલી આ લેખમાળાના પરિચયોમાં પ્રભાવશીલતાનું હાર્દ જોવા મળે છે. જે સમસ્ત નારીવૃંદને એક આદર્શ પૂરો પાડે છે. તેજસ્વી નારીરત્નો વડે દીપ્તિમંત બનેલી ઉજ્જવળ પરંપરાનું ભાવિ પણ એટલું જ ઊજળું બની રહેશે. સંસારની સમસ્ત તરુણીઓ માટે આ પરિચયો પ્રેરણાના નવાં જ પરિમાણ ખોલી આપે છે. આ લેખમાળા દ્વારા નારીપ્રતિષ્ઠાપૂર્તિ રજૂ કરનાર ડો. સ્મિતાબહેન એસ. ઝાલા રાજકોટની જે. જે. કુંડલિયા આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યાં છે. તા. ૨૬-૪-૬૨ના રોજ તેમનો જન્મ થયો; એમ. એ.; પી. એચ. ડી. સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવવા સદ્ભાગી બન્યાં. “ભારતની આઝાદીની લડતમાં સૌરાષ્ટ્રની મહિલાઓનું પ્રદાન’ (૧૯૨૦-૧૯૪૭) એમના પી. એચ. ડી.નો વિષય હતો. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રાષ્ટ્રીયકક્ષાના અને રાજ્યકક્ષાના વર્કશોપ અને કોન્ફરન્સમાં હાજરી આપી સંશોધન પત્રો રજૂ કરેલાં છે. તેમણે લખેલા ઐતિહાસિક લેખો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા છે. વિવિધ સંસ્થાઓમાં વિષયના તજજ્ઞ તરીકે તેઓ સેવા આપતાં રહ્યાં છે. વિવિધ ક્ષેત્રનું વાંચન-મનન, પ્રવાસ, ચિત્ર, સંગીત અને સામાજિક, ધાર્મિક અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હંમેશા સક્રિય રહ્યાં છે. વિશેષ પ્રવૃત્તિમાં રાજકોટના વિવેકાનંદ કેન્દ્ર અને રામકૃષ્ણમિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. ડો. સ્મિતાબહેન શામજીભાઈ ઝાલાએ આ લેખમાળા તૈયાર કરવામાં ઘણાબધા સંદર્ભોનો આધાર લીધો છે. આ લેખમાળા દ્વારા નારીરત્નોની સાધનાસિદ્ધિનો એક આદર્શ રજૂ કર્યો છે. —સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy