SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સામે કાલાવાલા કરી રહ્યો છે. રણસંગ્રામમાં રૌદ્ર સ્વરૂપે દેખા દેતો રજપૂત આજે નાના બાળક જેવો બનીને બેઠો છે. હળાહળ ઝેરને કંઠે રોકી રાખનાર નીલકંઠ જાણે સામા હોંકારા ભણી રહ્યા છે. સૂરજનાં કિરણો મંદિરના ઇંડાંને નવરાવવા માંડ્યાં એટલે કસળસિંહ દરબાર શિવનો મહિમા ગાઈને ઊઠ્યા. ગામના પાદરમાં પૂગ્યા ત્યારે માણસોની ઠઠ જામી ગયેલી હતી. તે જોઈને કસળસિંહ ભગતને અચરજ થયું. મકરસક્રાંતિનો દિવસ હતો, એટલે ગામના ગોંદરે ગાયોને લીલું ધાસ ખવરાવી રહ્યા હતા. કાળું દાન દઈ રહ્યા હતા. પાદરમાં ઊભેલા વડલાને ઓટે દરબાર ડાયરો બેઠો હતો. ડાયરામાં હોકો ફરતો હતો. રૂપે મઢીને માંહી ઘૂંટ્યું તણાઈ રહી હતી. એક પછી એક એમ વારાફરતી એકબીજા હાથમાં રમતો હોકો જાણે માશીના હાથમાં ભાણીઓ હેત પામે એમ હરખમાં હિલોળા લેતો ડાયરા વચ્ચે હેત પામી રહ્યો હતો. ખૂબ લીલું ખાઈ જવાથી એક ગાયને મીણો ચડી ગયો હતો. ગાયની આંખ્યુ ઓડે ચડી ગઈ હતી ને મોઢેથી ફીણના ફોહા ફગફગી રહ્યા હતા. ગાય ફૂલીને ઢમઢોલ થઈ ગઈ હતી. કસળસિંહને આવતા જોઈને ડાયરામાંથી એક જણે મહરનાં વેણ કાઢ્યા-એલા! આ આવ્યા ભગત. ગાયને હમણાં બેઠી કરશે. ગાયને કાંઈ મરવા થોડી દેશે ?’’ વેણ કસળસિંહને કાને થઈને કાળજે ખટક્યાં. ડાયરો કસળસિંહની માથે મરમ ભરી મીટ માંડી રહ્યો. મૂંગા બનીને ઊભા રહેલા ભગત માથે બીજા વેણનો ઘા વછૂટ્યો. ‘‘લ્યો ભગત, મોડું કાં કરો ? સપરમે પરબે તમ બેઠે કાંઈ ગામને પાદર ગાય મરે ? મરે તો તો તમારી ભક્તિને ભોંઠપ લાગે.’ કસળસિંહે જણાવ્યું કે આજ કસોટી છે. કિરતાર તારી કળા અપરંપાર છે એટલું બોલીને જળેભર્યાં ત્રાંબાના લોટામાંથી કસળસિંહે ગાયને માથે અંજલી છાંટી. એક, બે ને ત્રીજી અંજલીએ ગાય પૂંછનો ઝંડો વીંઝતી ઠેક દઈને ભાગી. ડાયરો આખો ઝંખવાણો પડી ગયો. હાથમાં હોકો ઠઠ્યો રહ્યો ને ભગતના પગમાં પાઘડી ઉતારી માફી માગી એટલે કસળસિંહે વેણ કાઢ્યાં ‘ભાઈઓ, શીશ તો શંભુના ચરણોમાં નમાવો, એ ભોળિયો ભવની ભૂખ ભાંગશે. હું તો ભાઈ ચિઠ્ઠીનો ચાકર છું. મને વડો કરી દેખાડ્યો એ તો ભોળિયાનો ભાવ છે.’’ કસળસિંહ ભગતે જાણ્યું કે હવે જગત મને ઝંપવા નહીં Jain Education International બૃહદ્ ગુજરાત દે. ચમત્કાર સાંભળીને સૌ ઘેરી વળશે. ઘરે જઈને ખાટલો ઢાળી હાથમાં માળા લઈને બેઠા અને ભગવાનને અરજ ગુજારી કે ‘‘હવે મોડું કરશો તો હું મૂંઝાઈ મરીશ.” કસળસિંહ ભગતે આંખ મીચી, હાથમાં માળા ઠઠી રહી ને આત્મા ઊપડી ગયો અલખને આંગણે. કસળસિંહ ભગતને દેન દઈને ડાયરો ભગતના બાપુ પાસે ખરખરો કરતો બેઠો છે, સાંજનું ટાણું થઈ ગયું છે, ભગવી કંથા કાયે ધરીને સૂરજદાદો આથમણા આભને આંગણે ડગ દઈ રહ્યો છે. એવે ટાણે એક ભરવાડે આવીને કસળસિંહના બાપુના હાથમાં માળા મૂકી વેણ કાઢ્યાં : ‘“બાપુ ! કસળસિંહભાઈએ આ માળા મોકલી છે.’ ‘અરે બોલ્ય મા ! કસળસિંહ તો દેવ થઈ ગયો અને એની ટાઢીયે ઠરી ગઈ.' ભરવાડ મૂંઝાઈને બોલ્યો : ‘બાપુ ! હું વાંચે ગયો હતો તે આજ પાછો ફર્યો અને સીમાડે ભાઈ ભેળા થયા અને આ માળા આપીને બોલ્યા : ‘‘માંડણ ! બાપુને આ માળા પુગાડી દેજે. ભૂલથી હું ભેળી લેતો આવ્યો છું. સાંજે બાપુ માળા ગોતશે.' માંડણના હાથમાં કસળસિંહ ભગતની માળા જોઈને ડાયરો મૂંગો થઈ ગયો. નોંધ : આજે પણ ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામને પાદર કસળસિંહ ભગતની દેરી છે ને માનતાઓ મનાય છે. નથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy