SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ તાવમાં માણસો કણસે છે. દવાદારૂના પૈસા નથી અને છે તો પાટણમાં નથી દવાખાનું કે નથી દાક્તર! ઉજમશી શેઠનું ખોળિયું પલંગ પથારીએ પડ્યું છે. પણ મન પાટણને ખોરડે ખોરડે ભમે છે. રોંઢો થતાં ઉજમશી શેઠ ઊઘાડી આંખે પથારીમાંથી ઊઠ્યા. પેઢીએ પૂગ્યા. ‘સરકારને કાગળ લખ્યો કે, પાટણની પ્રજા તાવમાં પીડાય છે. દવાની કોઈ સાધન-સગવડ નથી. તમે પાટણની પ્રજા માટે બે દાક્તર મોકલો, દાક્તર અને દવાખાનાનો તમામ ખર્ચ હું ભોગવીશ.' સરકારમાં કાગળ પહોંચતાં જ કાગળના જવાબમાં બે ડૉક્ટરો સરકાર તરફથી હાજર થઈ ગયા. ઉજમશી શેઠના હૈયામાં આનંદ ઊભરાયો. ઉજમશી શેઠે હરખાતા હૈયે નાણાંની કોથળિયુંનાં મોઢાં મોકળાં મૂક્યાં. પાટણની પ્રજાને પૂરેપૂરી દાક્તરી સારવાર મળે તે માટે એક દવાખાનું ચાચરિયા મહોલ્લામાં શરૂ કરાવ્યું અને બીજું દવાખાનું હીંગળાજ ચાચરમાં શરૂ કરી દીધું. દર્દીઓના ઘરે ઘરે જવા માટે બે ઘોડાગાડીઓ પણ આપી. તાવના રોગને પાટણમાંથી પાછો વાળવા ઉજમશી શેઠ અને દાક્તરોએ કમર કસી. ઘરોઘરમાં રોગમાં સપડાયેલા દર્દીઓની દિલથી દવા શરૂ થઈ. હાડપિંજર જેવી હાલતમાં જીવતી પાટણની પ્રજામાં જાણે કે પ્રાણ પૂરાયા, ચેતન સળવળ્યું. દિવસો અને મહિનાઓ વીતવા લાગ્યા, સમયસરની સારવારે તાવના રોગમાંથી માણસો મુક્ત થયાં. બંને દાક્તરોને પાટણમાંથી પાછા જવાનો વારો આવ્યો. વળી પાછા ઉજમશી શેઠ મૂંઝાણા. બંને દાક્તરો પાટણ છોડીને ચાલ્યા જશે પછી પાટણની પ્રજાનું શું ? ઉજમશી શેઠે વળી પાછા દોત-કલમ હાથમાં લીધા. સ૨કા૨ને કાગળ લખ્યો કે, ‘તાવનો રોગ જડ-મૂળથી ગયો છે. તે સરકારના દાક્તરોની સેવાને આભારી છે. પણ મારી એક અરજ છે કે બેમાંથી એક દાકતરને સરકાર કાયમ પાટણમાં રહેવા હુકમ કરશે તો હું દાક્તર અને દવાખાનાનો ખર્ચ માથે લઈશ. નોંધ : આ પરમાર્થી શેઠ ઉજમશીભાઈ પિતામ્બરદાસનો Jain Education Intemational બૃહદ્ ગુજરાત જન્મ વિક્રમ સંવત ૧૯૧૪માં ભાદરવા સુદ-૮ના રોજ થયો હતો. સંવત ૧૯૭૦માં પાટણ વોટર વર્કસ ખૂલ્લું મૂકવા સયાજીરાવ આવ્યા ત્યારે હાઇસ્કૂલની બોર્ડિંગ બાંધવા રૂા.૧૫૦૦૦નું દાન કર્યું હતું. કેદારેશ્વર મહાદેવમાં સંવત ૧૯૭૩ના માગશર મહિનામાં હોમાત્મક શતરુદ્ર યજ્ઞ કરાવ્યો હતો. પાટણમાં આયુર્વેદિક પાઠશાળા માટે ૧,૦૦,૦૦૦ આપ્યા હતા. પાટણથી ૮ માઉલ ઉપર શામળેશ્વર મહાદેવના મંદિરમાં ધર્મશાળા-કૂવા બંધાવી આપ્યાં હતાં. સિદ્ધેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવી આપ્યો હતો. જપાત્મક મહારુદ્ર યજ્ઞ કરાવ્યો હતો. બગેશ્વર મહાદેવનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. નીલકંઠેશ્વર મહાદેવમાં સંવત ૧૯૭૬માં જપાત્મક અતિરુદ્ર કરાવ્યો હતો. સાહસિક મોતીશા શેઠ અહિંસાનો આહલેક જગાવી જગતને ક્રૂરતામાંથી કરુણા તરફ દોરનાર ને તારનાર ચોવીસ સિદ્ધોનાં જ્યાં બેસણાં છે એવા સિદ્ધાચલ (શત્રુંજ્ય) પર્વત ૫૨ પૂર્વમાં પ્રગટેલા સૂર્યનાં કેસ૨વ૨ણાં કિરણો દડી રહ્યાં છે. પડતા તેજ પૂંજને ઝીલતાં શિખરબંધ દેરાસરો ઝગારા દઈ રહ્યાં છે. તપિયા અને જપિયા જૈન મુનિવરોના તપોબળે જ્યાં દયા અને દિલાવરીના દીવડા અખંડ અજવાળાં પાથરી રહ્યા છે. એવી તીર્થભૂમિના પગથારે મુંબઈ નગરીનો માલેતુજાર મોતીશાહ શેઠ ધીરાધીરા ડગલાં દઈ રહ્યો છે. ભેળા અમદાવાદના નગરશ્રેષ્ઠી હઠીભાઈ અને બીજા હેતુમિત્રો અને સગાંસંબંધીઓ નાતીલા ને નાતાદારો વીંટળાઈ શેઠની હારોહાર હાલે છે. રામપોળની બારી નામે ઓળખાતી જગ્યા પાસે પહાડમાં ઊંડો કોંતલ મોતીશાહ શેઠની નજરે નીરખ્યો. શેઠનો પગ થંભી ગયો મોતીશાહની મીટ આસપાસના વાતાવરણને માપવા માંડી. મનોહર વાતાવરણ મોતીશાહનાં મનમાં મોજના તોરા બાંધી ગયું, પંડ્યની પડખોપડખ ભેળાહાલતા હઠીભાઈ શેઠની સામે જોઈને વેણ વદ્યા : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy