SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉજ્જવળ રાખ્યો અને સંસારી જીવોના આત્માને ઉન્નત બનાવવા દેશભરમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ખમીરવંતા સારીમા અષાઢી પૂનમની રાતે કપૂરના કરંડિયા જેવા ચંદ્રને ઢાંકીને રીંછડિયું જેવી વાદળિયું આભને ઢબૂરી ધરણી પ૨ ઝળૂબી રહી છે. ઝપટું દેતો ટાઢોબોળ પવન ફંગોળાઈ રહ્યો છે. એવે ટાણે વડા ગામથી નીકળેલું એક વેલડું પાટણનો પંથ કાપતું વગડો વીંધી રહ્યું છે. ભગવાન શિવના પોઠિયા જેવા ધીંગા ધોરીની ડોકની ઘૂઘરમાળ સૂના વગડાને ચેતનવંતી બનાવી રહી છે. વેલડામાં પાટણ ત્રિકમસિંહ બારોટનાં ઘરવાળાં સારીમા બેઠાં છે. વેડા ગામે માનતા પૂરી કરીને પાછા વળી રહ્યાં છે. હાથમાં માળાના મણકા ફેરવતાં અલખને આરાધી રહ્યાં છે. તેર મહિનાના પુત્રને પારણાંમાં ઝૂલતો મૂકીને ધણી મોટું ગામતરું કરી ગયા છે. ઓઘડનાથ બાપુના આશીર્વાદ અવતરેલા દીકરા અમરસિંહજીને ભલીભાંતી ઉછેરી રહ્યાં છે. બારોટ કુટુંબની તે દિ’ પાટણમાં જાહોજલાલી. આંગણે સમૃદ્ધિની છાકમછોળ ઊડે. વડોદરાના મહારાજા શ્રીમંત સરકારના બારોટ કુટુંબ માથે ચારેય હાથ. છત્રી, છડી, ચામર અને પાલખીના રાજ તરફથી મોટાં માન-પાન પામેલું બારોટ કુટુંબ એટલે વડોદરા રાજનું પૂછવા ઠેકાણું. જેના પૂર્વજોએ ભીડ પડ્યે રાજની ભેર કરવા લીલાં માથાં હોડમાં મૂકી હાથમાં તેગ ધારણ કરેલી. રાજ ઉપરના આવા ઉપકારનો બદલો રાજ માન-અકરામથી વાળી રહ્યું છે. ત્રિકમસિંહ બારોટ પર ગાયકવાડના ગાદીવારસોને ભારોભાર ભરોસો. બારોટનો નીકળ્યો બોલ ઉથાપે નહિ. ખોટી સલાહ બારોટ રાજને કોઈ દિ' આપે નહિ. એક-બીજા વચ્ચે રખાવટના અતૂટ તાણાવાણા વણાઈ ગયેલા. બૃહદ્ ગુજરાત આંગણે અન્નદાનની, ધણીએ માંડેલી દેગની દેખરેખ રાખી રહ્યાં છે. ‘અન્નનો ખાનાર છે કોઈ ?' એવી બારોટ સાહેબની હવેલીના નામે ઓળખાતી પોતાના ધણીના રહેણાંક મહેલાતની પરસાળમાં પહેલાંની જેમ જ સાદ પડાવી રહ્યાં છે. સાધુ-સંતો અને બ્રાહ્મણોને કોઠારમાંથી કાચાં સીધાં દેવાતાં હતાં. એમ દેવાઈ રહ્યા છે. ધણીએ પાડેલો ચીલો ચતરાય નહિ એવા દૃઢ સંકલ્પ સાથે સારીમા શોભી રહ્યાં છે. Jain Education Intemational વેડાથી પાછા વળતાં અહૂર થયું છે. પડી ગયેલા વરસાદને કારણે ગાડામારગ કપરો થયો છે. ગાડાના પૈડાંને ખરીએ ઉપાડતા બળદો વેલડાને તાણી રહ્યા છે. વેલડું પાટણની લગોલગ ફૂગવા આવ્યું છે. સૂની સીમમાં ભરાયેલા પાણીના ખાબોચિયાંમાં દેડકા દેકારાં કરી રહ્યા છે. તમરાંના તીક્ષ્ણ અવાજો અંધારઘેરી રાતના લેજા કંપાવી રહ્યા છે. ટાઢે ધ્રૂજતા શિયાળની લાંબી લાળી રાતને બિહામણી બનાવી રહી છે. પણ સારીમાના મનમાં મેઘલી રાતનું ઓહાણેય નથી. એ તો માળામા મન પરોવી અજપાજાપના અખંડ જાપ જાપી રહ્યાં છે. ગાડાખેડુ ઘેરાયેલા આભ માથે મીંટ માંડતો પાટણનો દીવો દેખાવાની વાટ જોતો બળદોનાં પૂંછડાં મરોડતો ડચકારા બોલાવી રહ્યો છે. વેલડું ઢોળાવમાં જેવું ઊતર્યું કે ગાડાખેડુની છાતી માથે મારગના બેય કાંઠેથી ભાલાનાં ફળાં તોળાણાં, એ સાથે જ પડકાર થયો. ‘‘ખબરદાર !'' ગાડાખેડુના હાથમાં બળદની રાશ ખેંચાઈ ગઈ. બળદ ધરતી સાથે ખોડાઈ ગયા. આ બધું આંખના પલકારામાં બની ગયું. વેલડું અટકીને ઊભું રહી જતાં સારીમાની સૂરતા તૂટી. એ તો હજુ ઈશ્વરભક્તિમાં લીન હતાં. સારીમા વઘાં : ‘‘ભાઈ, હવે તો આપણે પાટણના પાદરમાં પૂગવા આવ્યાં છીએ ત્યારે ક્યાં અટકીને ઊભા ?'’ ત્રિકમસિંહ બારોટને માથે ઓલિયા ઓઘડનાથની અમી નજર ઠરી ને ઘરે પારણું બંધાયું. સારીમાએ દેવ આંતર્યું છે.” દરબાર' નામની આ અલૌકિક જગ્યામાં દીકરા ભારોભાર ‘સાડા પાંચ શેર' સોનાનું છત્ર ચઢાવીને પોતાના સંકલ્પને સિદ્ધ કરી જાણ્યો. પુત્ર અમરસિંહ સાથે મીટ માંડીને સારીમા રંડાપો કાપી રહ્યા છે. “બા ! અટકીને ઊભા નથી. બુકાનીબંધાએ વેલડું સાંભળતાં જ હાથમાંની માળા હેઠી મૂકીને સારીમા બોલ્યાં : “કેમ આંતર્યું છે ?’’ ભાલા તોળીને ઊભેલા લૂટારાએ ડણક દીધી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy