SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ કોઈ રોટલાનો ખાનાર, કોઈ ભૂખ્યો, કોઈ અભાગી મનેખની ભૂખ ભાંગી બાવો બઉ રાજી થાય. આવો બાવો વરસના વ૨સ વળોટી ગયો તોય રૂપે રંગે એક સરખો જોઈને લોક બધું અચરજ પામે. દાઢી મૂછના વાળ ધોળા પૂણી જેવા, માથાના વાળ કાળા ભમ્મર. પાંચ પંદર વરસ પછી જૂઓ તોય અંગ આખું આધેડ અવસ્થાને ઠેરી ગયેલું ભાળો. એકસો વરસની ઉંમરને આંબી ગયા પછી પણ એવું ને એવું રૂપ, તલ ભારેય ફેરફાર નહિં. આવા જોગી એક દિ' કસોટીએ ચઢ્યા. ધ્રાંગધ્રાના પાદરમાં આવેલા દેશળ ભગતની જગ્યામાં ભંડારો છે. ભંડારામાં નાગાબાવા સંતપરંપરાને જાળવી રાખવા પધાર્યા છે. સાધુસંતો, જોગી-જોગંદરો, સતી-જતી, ભક્તો અને સંસારીઓથી દેશળ ભગતની જગ્યામાં જાણે માનવ મહેરામણ હેલે ચઢ્યો છે. ભજનની ઠોર બોલે છે. હિરરસની હેલીએ હિલોળા લેતા માનવ મહેરામણને જોઈને આયોજકોનાં અંતરમાં આનંદ અને અકળામણનો બેવડો ભાવ રમી રહ્યો છે. ધીરો ધીરો દિ' ચઢી રહ્યો છે, બપોર થાતા આવે છે. મનની મૂંઝવણ વધી રહી છે. સૌને આપવા માટે સુખડીનું જમણ તૈયાર થઇ રહ્યું છે. માણસો પગપાળા, ગાડાં જોડીને, ઘોડે ચડીને આવી રહ્યા છે. મનેખ ક્યાંય સામ્યું સમાતું નથી. ધ્રાંગધ્રાનાં આંગણાનો આ પ્રસંગ. દેશળ ભગતની ભક્તિના પ્રતાપે અને પ્રભાવ પરગણાને પાપને પગલેથી પાછું વાળ્યું છે. તેની સુવાસ ધરતીના ચારેય છેડાને છબી ગઈ છે. સૂરજદાદો માથે આવ્યો હરિહરનો સાદ પડવાની માણસો સરવા કાને વાટ જોવા લાગ્યું. પણ હામ ભાંગીને બેઠેલા આયોજકો ‘કેમ કરવું ?’ એની ગડમથલમાં પડ્યા છે. એમાં કોકે જઈને નાગાબાવા બાપુને કાને વાત નાખી કે ‘“બાપુ, હરિહરનું ટાણું પાછું ઠેલાતું જાય છે.” જેના ઘટઘટમાં ઘનશ્યામ રમી રહ્યો છે, જેના રૂદિયામાં રામનું અહોનિશ રટણ ચાલે છે એવા બાપુની આંખ પહોળી થઈ. મોં માથે આશ્ચર્યના ભાવ પાથરી પૂછ્યું. ‘‘કારણ ?” “કારણ તો બાપુ નરી આંખે દેખાય આવે એવું છે. ધાર્યા કરતાં માણસ વધારે આવ્યું. બાપુએ પદ્માસન છોડ્યું. ઊભા થઈને ખભે ખેસ નાખ્યો, ચાલ્યા રસોડા ભણી, સુખડીના ઓરડે જઈ ઊભા રહ્યા. Jain Education International બૃહદ્ ગુજરાત ‘“એલા, હરિહરનો સાદ પાડો એટલે પંગત મંડે પડવા.’’ બાપુના વેણ સાંભળી સૌ અબોલ રહ્યા એટલે બાપુ ભીતરનો ભેદ પારખી ગયા. ‘‘ભલા માણસ ભગવાન ભેરૂ છે પછી આપણે ભો શેનો ? માણસોને બેસાડવા માંડો. સુખડી ખૂટે તો એનો જામીન હું.' એટલું બોલીને સુખડીના ઢગલા ઉપર ખેસ ઓઢાડ્યો, ખેસ હેડ્યેથી કાઢી કાઢીને મંડો ત્રાસ ભરવા. બાપુએ સેવકોને આજ્ઞા કરી. હરિહરનો સાદ પડ્યો પછી તો પંગત પછી પંગત મંડી બેસવા ને ઊઠવા. રોંઢા દિ' સુધી સુખડી પીરસાતી રહી. સાંજ પડી ત્યારે કોઈ ખાનાર રહ્યું નહી એટલે ગાયુંના મોઢાં પાસે સુખડીના ત્રાસ મુકાવી બાપુએ ખેસ ઉપાડી લીધો ત્યારે જોનાર અવતારીને ભક્તિ ભરી આંખે વંદન કરી રહ્યા. નોંધ : આ પ્રતાપી સંત પૂ. નાગાબાવા બાપુનાં દર્શને ધ્રાંગધ્રાના સ્વ. શ્રી અમુભા ઝાલા અવારનવાર જતા હતા. તેમણે અવસાન અગાઉ મને આપેલી નોંધ પરથી તેમણે જાતે તેમની સિદ્ધિનો અનુભવ કર્યો હતો. વંદનીય નાગાબાવા બાપુ પચાસ વરસ ઉપરાંત વાવના આશ્રમમાં રહ્યા હતા. ધ્રાંગધ્રા પોતાના આસનથી અર્ધો ગાઉ ઉપર જ હતું, છતાં ક્યારેય તેઓ ધ્રાંગધ્રામાં ગયા નહોતા. આત્મારામ બ્રહ્મચારી પવિત્ર નારીના વિશાળ લલાટ પર મણિ શોભે એમ આભમાં ચંદ્ર શોભી રહ્યો છે. ન્યાયી રાજવીના રત્ન જડત કવચની જેમ તારાઓ ઝગમગી રહ્યા છે. ભગવાન શિવની જટામાંથી વહેતી જાહ્નવીની ધારાઓની અંજલી પીને શીતળ બનેલો સમીર વિહરી રહ્યો છે. એવે વખતે ઝાલાવાડની હથેળી જેવી સમથળ ધરતી માથે આવેલા ધ્રાંગધ્રા ગામમાં અમુભાને આંગણે શાંતિ જેમ વ્યાકુળતાને, વૈરાગ્ય જેમ લોભને અને દાન જેમ અવગુણોને અટકાવે એમ સ્વામી માધવતીર્થની વાણી સંસારના ક્ષણિક સુખને થંભાવી રહી છે. મનેખ બધું સ્વામીજીની વાણીમાં તનથી ને મનથી તરબોળ થઈ રહ્યું છે. વાત એમ બની કે તે દી' સ્વામી માધવતીર્થની વિદ્વદ્ વાણીથી આખું ગુજરાત જ્ઞાનના ઘૂંટડા ભરતું હતું. આવા સમર્થ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy