SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અંગ્રેજીના એવા અચ્છા જાણકાર કે બાપુના ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ'નો અંગ્રેજી અનુવાદ વાલજીભાઈએ કર્યો. ૧૯૩૪માં બાપુની હિરજનયાત્રામાં પણ વાલજીભાઈ સાથે રહેલા. અત્યંત ઓછા બોલા, સ્વતંત્રમિજાજી અને સ્વાભિમાની પુરુષ હતા. એમની આજુબાજુ કાગળો અને પુસ્તકોના ઢગલા જ હોય. સમાજ સુધારક ગટુભાઈ ધ્ ગુજરાતમાં પ્રાર્થના સમાજના આદ્યસ્થાપકોમાં ભોળાનાથ સારાભાઈ દેવેટિયા એક હતા. તેમના દૌહિત્ર ગટુભાઈ આ પ્રાર્થના સમાજના મંત્રી અને પ્રમુખ રહી ચૂક્યા હતા. ગુજરાતના સમાજ સુધારકોમાં ગટુભાઈનું નામ અવશ્ય આવે. આવા સમાજ સુધારક ગટુભાઈનો જન્મ અમદાવાદમાં ૧૮૮૧ની ૧૦મી મેના રોજ થયો હતો. ૨૪ વર્ષની ઉંમરે સરકારી નોકરીમાં જોડાયા અને પૂરા ૨૬ વર્ષ આ નોકરી કરી. ૫૦ વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ સમાજસુધારાના કામમાં અત્યંત સક્રિય બન્યા અને જીવનભર એ જ કામમાં લાગ્યા રહ્યા. સમાજ સુધારાની અનેક સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા હતા અને આમ મન, બુદ્ધિ અને કર્મથી એક સાચા સમાજ સુધારક તરીકે એમણે ખ્યાતિ મેળવી હતી. ગટુલાલને સમાજસુધારકની દીક્ષા ગુજરાતના અગ્રગણ્ય સમાજસુધારક શ્રી લાલશંક૨ ઉમિયાશંકર ત્રવાડી પાસેથી મળી હતી. શરૂઆતમાં તેઓ શ્રી મહિપતરામ રૂપરામ અનાથાશ્રમની કાર્યવાહી સમિતિના સભ્ય નિમાયા હતા અને ત્યારથી એમનું સમાજસુધારકનું કામ શરૂ થઈ ગયું ગણાય. પછી તો એ સંસ્થાના તેઓ લગાતાર ૩૫ વર્ષ મંત્રી તરીકે પોતાની સેવાઓ આપતા રહ્યા. ‘સંસાર સુધારા સમાજ' નામની સંસ્થામાં પણ તેઓ આરંભથી જ સક્રિય સભ્ય હતા અને પછીથી તો એ સંસ્થાના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. એ જ રીતે બીજી એક સંસ્થા ‘ગુજરાત સામાજિક સેવામંડળ'ના પખવાડિક મુખપત્ર ‘જ્યોતિર્ધર'ના એઓ લગાતાર ૩૧ વર્ષ સુધી સંપાદક રહ્યા અને એ મારફતે એઓ લોકોના માનસ-પરિવર્તનનો બૌદ્ધિક રાહ ચીંધતા રહ્યા. ‘ગુજરાત વિદ્યાસભા’ના પણ તેઓ સૌથી જૂના સભ્ય હતા અને ૧૯૩૨-૩૩ના ગાળામાં કનૈયાલાલ મુનશીના ‘તર્પણ’ નાટકમાં ઋષિનો પાઠ ભજવી એમણે પોતાની કલા Jain Education International બૃહદ્ ગુજરાત રસિકતાનો પણ પરિચય કરાવ્યો હતો. માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેઓ પ્રાર્થના સમાજના સભ્ય થયા હતા, ત્યાંથી માંડીને સમાજ સુધારાના અનેક ક્ષેત્રે એમણે કામ કર્યું. એમાં હિરજન સેવા પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગાંધીજીએ આપેલા રચનાત્મક કામોમાં અસ્પૃશ્યતા નિવારણના કામને હાથમાં લઈ સામાજિક પુનરુત્થાન દ્વારા તેઓ રાજકીય ક્રાંતિની પ્રક્રિયામાં પણ પૂરક બન્યા બતા. આ બધી પ્રવૃત્તિઓના મૂળમાં એમનામાં પડેલી ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અતૂટ શ્રદ્ધા હતાં. ‘સાદું જીવન અને ઉચ્ચ વિચાર’ના સૂત્રને એમણે ચરિતાર્થ કર્યું હતું. પ્રાર્થના સમાજના સભ્ય તરીકે એમનું શરીર ચાલ્યું ત્યાં સુધી એ નિયમિત રીતે પ્રાર્થના સભામાં હાજરી આપતા હતા. શુદ્ધ અને સાત્ત્વિક જીવનમાં જ સાર્થકતા છે એમ તેઓ માનતા હતા. તેઓ પ્રભુનાં દર્શન મંદિર-મહાદેવમાં નહિ, પણ દીનદુખિયા લોકોની વચ્ચે કરતા હતા. અનેક સંસ્થાઓ સાથે સંબંધ રાખીને તેઓ પોતે પણ એક સંસ્થારૂપ બની ગયા હતા. એમનું સમાજ દર્શન જીવનના અંત સુધી આધુનિક રહી શક્યું હતું. તેઓ કદી પરંપરાગત મૂલ્યોને ચકાસવાની જરૂર નથી, એમ માનીને ચાલ્યા નથી. એમને એમ કહી શકાય કે એ સુધારાનો ચમચો લઈને જન્મ્યા હતા. સુધારાના ધાવણના સંસ્કા૨ ૮૭ વર્ષના દીર્ઘ આયુષ્ય સુધી જાળવી રાખ્યા, એટલું જ નહિ, પણ તેમાં વૃદ્ધિ કરી હતી. એમના બનેવી શ્રી રમણભાઈ નીલકંઠના સંબંધને લીધે એમને સક્રિય સમાજજીવનમાં પ્રવેશવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં હતાં. એમનાં બંને બહેનો વિદ્યાબહેન શારદાબહેન ગુજરાતના સૌ પ્રથમ ગ્રેજ્યુએટ બહેનો હતાં, તે એમના સાસરીપક્ષના સુધારક માનસને આભારી હતું. ‘ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ’ના ગટુભાઈ વર્ષો સુધી મંત્રી રહ્યા હતા. સાચે જ ગટુભાઈનું લોહી સુધારાની બાબતમાં એટલું જ જુવાન અને તંદુરસ્ત માલૂમ પડે છે. ગટુભાઈનું આખું જીવન સુધારાની પ્રવૃત્તિમાં વીત્યું, તેમના મૃત્યુ પછીની છેલ્લી સ્મશાનયાત્રાની વિધિ પણ સુધારા સાથે પૂર્ણ વિરામ પામી. નવા પ્રકારની શબવાહિનીમાં એમની સ્મશાનયાત્રા તા. ૨૪મી મે ૧૯૬૮ના રોજ નીકળી હતી. લવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy