SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ઇતિહાસ દર્શનમાં અમર સ્મારકો —શ્રી દોલતભાઈ ભટ્ટ ગુજરાતનો ભવ્ય ભૂતકાળ ખમીરવંતો રહ્યો છે. ખરેખર આ વીરભૂમિ અને તપોભૂમિ જ છે. આ સોહામણી ધરતીમાં ભવ્ય અને ઉદાત્ત પ્રેરણાના પિયુષ ધરબાયેલા પડ્યા છે. જેનો ભૂતકાળ ભવ્ય હોય તેનો વર્તમાન સમય પણ પ્રગતિશીલ હોય જ. * ૧૨૩ જ્યાં જનસમૂહ જાગૃત અને ચેતનવંતો હોય ત્યાં ભૂતકાળની મીઠી સૌરભ પ્રેરણાનાં જળ છાંટીને સમાજને ઉન્નત બનાવતા રહીને ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવે તે સ્વાભાવિક છે. દોઢ સૈકા પહેલાં થઈ ગયેલા શેઠ મોતીશા વિરલ વ્યક્તિત્વના સ્વામી હતા. ચોપનવર્ષના જીવનપટના એ શાહસોદાગરે કરેલા શકવર્તી સત્કાર્યોએ એમનાં નામને ચિરંજીવી ચમક બક્ષી છે. ગુજરાતની આ ધરતીનાં આવાંજ સ્ત્રી-પુરુષો માન અને આદર, પ્રેમ અને શૌર્ય માટે જગતભરમાં પંકાયેલા છે, પ્રજાજીવનનાં પ્રાણ પૂરનારા પ્રજાનાયકો, કાબેલ કારભારીઓ, મગરૂબ મહાજનો, જીવદયાના રક્ષકો, પરાક્રમી અને પુરુષાર્થી પટાધરોની સાહસિક ગાથાઓએ જગતના લોકોને પ્રેરણાનું પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે. સ્વમાન અને સ્વત્ત્તરક્ષા કાજે જીવનસમર્પણ કરનારા અસંખ્ય વીરપુરૂષોની શહાદતે ધરતીની ગરિમાને ઉજ્જવળ કરી દીધી અને ઇતિહાસમાં અમર નામના મેળવી ગયેલા બહાદુર બેટડાઓની ન્યોછાવરીને આપણા લોકલાડીલા કવિ લેખકશ્રી દોલતભાઈ ભટ્ટે બહુ સરળ લોકભોગ્ય ભાષામાં ગ્રંથસ્થ કરી આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. ગુજરાતની અખબારી કોલમ દ્વારા પ્રસંગોપાત તેમની તેજસ્વી કલમ આપણી સુષુપ્ત ચેતનાને જાગૃત કરે છે. આ લેખમાળામાં આધ્યાત્મિક ભાથું વિશેષ પ્રાપ્ત થશે. જેમણે અનંતનો સ્પર્શ અનુભવ્યો છે, જેનો આત્મા આખો બ્રહ્મમાં ઢળ્યો છે, જેને ધનની, સત્તાની, યશની લગીરે ભૂખ નથી, એવા સંતરત્નોના બિલોરીકાચ જેવા જીવતરનું આપણને દર્શન કરાવ્યું છે. લેખકશ્રી દોલતભાઈ ભટ્ટે સવાસોથી વધારે પુસ્તિકાઓનું મૂલ્યવાન નજરાણું સમાજને ભેટ ધર્યું છે. અનેક સંતો અને ઓલિયાઓના સંપર્કમાં આવીને અવનવા પ્રકાશન દ્વારા આપણી ભાતીગળ સંસ્કૃતિને ધબકતી રાખી છે. સંસારની અસારતાનો માનવીને જ્યારે સ્પષ્ટ ખ્યાલ આવી જાય છે ત્યારે તેને આ જગતની ભૌતિક સમૃદ્ધિ વામણી લાગે છે. આવો જ કાંઈક બોધ આપનારી પ્રસંગકથાઓ અત્રે પ્રગટ થયેલી છે જે લેખકની નિર્મળ વિચારધારાનું પ્રતિબિંબ પણ હોઈ શકે. જૂનાં મૂલ્યો, જૂની સંસ્કૃતિ, જૂની રાખ-રખાવટની સંખ્યાબંધ પ્રેરકકથાઓ વિવિધ પુસ્તિકાઓ દ્વારા પ્રગટ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટ સંસ્કૃતિના મશાલચી તરીકે આમ સમાજમાં સાદું એવું માનપાન પામ્યા છે, તેમનો વિસ્તૃત પરિચય આ ગ્રંથમાં જ અન્યત્ર થયેલ છે. —સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy