SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન ગાંધી દર્શના કર્મઠ અનુયાયીઓ –દશરથલાલ . શાહ મહાત્મા ગાંધી એક યુગપુરુષ. | મુઠ્ઠીભર હાડકાંનો આ મહામાનવ અણીશુદ્ધ પ્રદીપ્ત કાંચનથી બનેલો. એનું બહુ આયામી-પ્રખર વ્યક્તિત્વ. એમણે જ્યાં જ્યાં હાથ નાખ્યો, ત્યાં ત્યાં પાષાણમાંથી જીવતાં માનવતીર્થો સરજયાં. ગાંધીયુગ દ્વારા માનવધર્મની શ્રેષ્ઠતાનો વિચાર મુખ્યત : સ્થપાયેલો જણાય છે. આ ગાંધીથી સ્વરાજ મળ્યું એ તો એક બનાવ : પણ આ ગાંધીથી એક અનોખી જીવનશૈલી ઉજાગર થઈ, તેમાંજ ગાંધીજીની સાર્થકતા અને સફળતા ગણીએ. ઉપનિષદો, ગીતા અને રામચરિત માનસે જે જીવનશૈલીનાં ભરપેટે ગુણગાન અને યશોગાન ગાયાં છે. તેના ઉભટ્ટ જીવનયાત્રીઓ આ ગાંધીના જ પુણ્યપ્રતાપે દેશે જોયા. એકાદ બે નહિ પણ ગાંધી ફોજના રચનાત્મક વિચારધારાના સેંકડો સૈનિક ગામડે ગામડે પથરાયા. આ લેખમાળામાં તો ફક્ત એવા વીસ-પચ્ચીસ નામો જ છે પણ બધા પ્રબળ પુરુષાર્થી, નામરહિત એવા ગુર્જરધરાના કણેકણમાં આત્મસાતુ થયેલા અને બીજા ઘણા હોવાના. શ્રી દશરથલાલ શાહે ગાંધીગુણના પારસમણીના કણ આપણી હથેળીમાં મૂક્યા છે. ગાંધીજી જન્મે મોઢ વણિક હતા, નાતજાતથી આગળ હતા પણ વિનોબાજી કહેતા કે “વાણિયાનો ગુણ કાંઈ થોડો જાય?” ગાંધીનો વ્યાપાર સત્ય, અહિંસા, ચોરી ન કરવી વગેરે અગિયાર વ્રતનો. ગાંધીના અત્રે દર્શાવાયેલા અનુયાયીઓ પણ એવા પાક્કા કે જીવનવ્રતમાં ક્યારેય બાંધછોડ નહિ.અત્રે આ બધા પરિચયો રજૂ કરનાર શ્રી દશરથલાલભાઈમાં પણ ગાંધીવિચારની પૂરી સમજણ. તેમનો જન્મ અમદાવાદમાં તા. ૧૬-૯-૧૯૩૧ના રોજ થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં અનુસ્નાતક અને અનુપારંગતની પદવી મેળવી. ગુજરાત વિદ્યાપીઠની પારંગત (હિન્દી), ગુજરાત યુનિવર્સિટીની એમ. એ. (હિન્દી) અને રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ-વર્ધાની રાષ્ટ્રભાષા આચાર્યની પરીક્ષા પાસ કરી, જેમાં ભારતભરમાં તેઓ સૌ પ્રથમ હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં મદદનીશ ગ્રંથપાલ અને મ.દે. મહાવિદ્યાલયમાં હિન્દીના પ્રાધ્યાપક તથા છેલ્લાં દશ વર્ષ ગાંધીદર્શનના પ્રાધ્યાપક તરીકે નિષ્ઠાભરી કામગીરી કરી. નિવૃત્ત થયા બાદ પણ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં માનદ સેવા આપી રહ્યા છે. સરકારી અધિકારીઓને ગુજરાતી ભાષાની તાલીમ આપવાની તથા ભાષાનિયામકની કચેરીમાં હિન્દી ભાષાના વ્યાખ્યાતા તરીકે પણ સેવા આપી. “ભૂમિપુત્ર” પાક્ષિકના સંપાદનમંડળમાં સેવા આપવા ઉપરાંત તેમાં નિયમિત ચરિત્રલેખો પણ લખતા રહ્યા છે. હાલ અખિલ ભારતીય સર્વસેવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે છેલ્લા દોઢેક વર્ષથી સેવા આપે છે. તેમણે દસેક જેટલાં પુસ્તકો પણ હિન્દી તથા ગુજરાતીમાં પ્રગટ કર્યા છે. મુખ્યત્વે “બાપૂના જીવનવ્રતો”, “રચનાત્મક કાર્યક્રમો-આજના સંદર્ભમાં,” “ગાંધીજીના પ્રેરકો”, “ગાંધીજીના સમકાલિનો”, “ગાંધીજી અને આપણી રાષ્ટ્રભાષા”, “ગુજરાતી સાહિત્યકાર નર્મદ” મુખ્ય છે. નિયમિત તેઓ રેંટિયો કાંતે છે. જાતે કાંતેલા અને સીવેલાં, ઇસ્ત્રી કર્યા વગરનાં વસ્ત્રો પહેરે છે. તેમનાં પ્રવચનોમાં મુખ્ય સાર : સાદું જીવન જીવવાનો, જીવનની જરૂરીયાતો ઘટાડવાનો. સ્વાવલંબન ઉપરનાં તેમનાં પ્રવચનો રેડિયો દ્વારા અવારનવાર યોજાય છે. ગાંધીજીના રચનાત્મક કાર્યોમાં વિશેષ રસ હોવાથી એકોતેર વર્ષની ઉંમરે આજે પણ મુખ્યત્વે ગ્રામપ્રજામાં ગ્રામસ્વરાજની પૂરી સમજણ આપવાના આશયથી સતતપણે પ્રવાસ કરતા રહ્યા છે. | સ્વભાવે સરળ તેમજ સ્પષ્ટ વક્તા અને નખશીખ પ્રામાણિક કાર્યકર તરીકેની તેમની છાપ છે. સ્વાવલંબી હોવાથી તેમનું પોતાનું મોટા ભાગનું કામ જાતે જ કરે છે. હાથમાં લીધેલું કોઈ પણ કામ પૂરી ચીવટ અને ખંતથી પૂરું કરે છે. મળવા જેવા માણસ છે. ધન્યવાદ. -સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy