Page #1
--------------------------------------------------------------------------
________________
વૈરાટને લેખ. ન. ૨૭૮ ] (૨૬૯)
વરાટ નગરને શિલા લેખ.
રાજપૂતાનાના જયપુર રાજ્યમાં એક વૈરાટ યા ખૈરાટ નામનુ ગામ આવેલું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકરી પેાતાના એક ત્ર રીપેાટૅમાં આ સ્થાન સબધી સક્ષિપ્ત ઇતિહાસ આપતાં જણાવે છે કે
અવલાકન.
મત્સ્ય દેશના રાજાનું વિશદ્રનગર, જેમાં પાંચ પાંડવા ગુપ્ત વેશમાં રહ્યા હતા, તે અને આ ખૈરાટ બને એકજ છે . એમ સામાન્યરીતે માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ આ નામના બે સ્થળા આવેલાં છે જેમાં એક તે ધારવાડ પ્રાંતમાંનું હાંગલ નામનું ગામ છે કે જેને કાદ બવશના લેખમાં વિરાટ નગર લખેલું છે. બીન્તુ કાઠિયાવાડની નજીકમાં આવેલુ અમદામાદ છઠ્ઠાનુ ધોળકા ગામ છે. આ ધોળકા તથા વિજય નામના ગુહિલેાત રાજાએ મૂળ વિરાટ નામના ગામને વિજયપુર નામ આપીને નવુ. અધાવેલુ. તે ગામ, એ બે એકજ છે. અને આ કારણને લઇને નિગહામ જે બેરાટ અને વિજયપુરને એકજ માને છે તે ભૂલ છે. પર'તુ આટલુ તા નક્કી જ છે કે મહાભારતનું વિરાટનગર અને આ પ્રસ્તુત બેરાટ અને એકજ છે. કારણ કે વિરાટ ' નામને એ · બેરાટ ’ શબ્દ સૂચવે છે, નહિ કે હાંગલ અને ધોળકા શબ્દો. બૈરાટની આનુબાજુના પ્રદેશને હજી પણ લેાકેા મત્સ્યદેશ કહે છે. વિશેષમાં, પાંડવાના રહે ાસથી પવિત્ર થએલી જગ્યાએ, કે જેમનાં વર્ણના મહાભારતના વિરાટ પ માં આપેલાં છે, તેમને હજી પણ અહિના લાકા બતાવ્યાં કરે છે. ઉદાહરણ તરીકેઃ—જેમાં ભીમ રહેતા હતા તે ‘ભીમકી ડુ’ગરી,’ કીચકના મહેલની ટેકરી, અર્જુને માણ મારીને પાતાળમાંથી કાઢેલી ખણુગંગા, કૈરવેાનાં પગલાં તથા તેમણે ચારેલા ઢારાનાં પગલાં ઇત્યાદિ. આ રીતે જોતાં બૈરાટજ વિરાટનગરની સાથે સબધ ધરાવે છે. તેમજ ખૈરાટમાંથી ઘણી પુરાણી વસ્તુએ પણ નિકળતી જોવામાં આવે છે.
'
,
'
,
૪ આર્કિઓ લાજીકલ સવ્હે, વેસ્ટન સ`ત્ર; પ્રેગ્રેસ રીપે, ૧૯૧૦.
૬૭૯
Page #2
--------------------------------------------------------------------------
________________
-
--- ---
--------
~-~-~~-~~-~~-~
પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨૭) [ ધરાટનો લેખ, ન. ૩૭૮. ~~ ~- ~~- ~-~-~----
તથા, બૈરાટ અને યવન ચંગ (Yuan Chwang) નું પિલી-એ-તે-લે-(Po-li-ye-to_lo.) કે જેને રાજા એ ચીના મુસાફરના કથન મુજબ રિશે (Pei-she ) અગર બસ ( Bais) રાજપુત જાતિને હતા, તે, અને એકજ છે એમ પણ કેટલાકનું માનવું છે. મહમદ ગઝનીને સમકાલીન અલબિરૂની (ઈ. સં.
૩૦-૧૦૩૧) નરાના ( Narann) અથવા બઝનહ (Bazanah) ને ગુજરાતની રાજધાની લખે છે. તેણે વિસ્તારથી આપેલા વર્ણન ઉપરથી એમ જણાય છે કે બૈરાટ રાજધાની નારાયણપુરની સાથે એકતા ધરાવે છે. આ ઉપરથી એમ પણ સિદ્ધ થાય છે કે બૈરાટની આસપાસને પ્રદેશ કઈ વખતે ગુજરાતમાં ગણાતું હશે અને એ વાત અસંભવિત પણ નથી, કારણ કે એક વખતે આ પ્રદેશ ગુર્જર-પ્રતીહારના, તથા પાછળથી બડગુજર, કે જેમની સંખ્યા હાલમાં પણ ત્યાં ઘણું જોવામાં આવે છે તેમના, તાબામાં હતે.
પુરાણ વસ્તુ શેધકને જોવા લાયક એવી ત્રણ વસ્તુઓ અહિ જણાય છે–(૧) પાર્શ્વનાથનું મંદિર, (૨) બીજક પહાડ, અને (૩) ભીમકી ડુંગરી. પાશ્વનાથનું મંદિર હાલમાં દિગંબર જૈનો, કે જેમને ઉત્તર રાજપુતાનામાં “સરાવગી” કહેવામાં આવે છે, તેમની સ્વાધીનતામાં છે. પરંતુ એ નિવિવાદ રીતે કહી શકાય છે કે મૂળ એ મંદિર તાંબરની માલિકીનું હતું. દેવાલયની નજીક કંપાઉડની ભારતમાં એક લેખવાળી શિલા જડેલી છે તેના અવેલેકનથી આ કથન સત્ય કરે છે. એ લેખની મિતિ શક સંવત ૧૫૦–ઈ. સ. ૧૫૮૭ ની છે. તે વખતે અકબર બાદશાહ રાજ્ય કરતા હતા અને હીરવિજયસૂરિ આચાર્ય હતા. અકબરે બૈરાટમાં ઈદ્રરાજ નામને એક અધિકારી ની હતું જેના તાબામાં બૈરાટને કંગ એટલે જંગલે
* “ કંગ” ને અર્થ અહિં લેખકે “ જંગલ” ( Forest) કર્યો છે તે વિચિત્ર લાગે છે. “કંગ” ને પ્રસિદ્ધ અર્થ તો “પુર= ગર” થાય છે અને તેજ અહિં બંધ બેસતો લાગે છે.--સંગ્રાહક
૬૮૦
Page #3
--------------------------------------------------------------------------
________________
વિરાટના લેખે નં. ૩૭૮ ]
( ર૭૧)
અવલોકન.
હતા. તે જાતે શ્રીમાલી વાણિઓ હો, અને રમણ તેનું ગોત્ર હતું. લેખમાં પહેલાં એમ પણ લખવામાં આવ્યું છે કે અકબરના વજીર ટેડરમલે પહેલાં તેના તાબામાં ગામે સંપ્યાં હતાં.
તે ઈ દ્વરાજે આ દેવાલય બંધાવ્યું અને તેનું નામ “મહદય પ્રસાદ” અયવા “ઈદ્રવિહાર એવું રાખ્યું. (પતાના નામ ઉપરથી આ ભીજું નામ પાડ્યું હોય તેમ લાગે છે) (ઈત્યાદિ '.
ઉપર આપેલાં શ્રીયુત ભાંડારકરના વર્ણનથી આ લેખનું સ્થળ વિગેરે સ્પષ્ટ જણાઈ આવે છે. હવે લેખક્ત હકીકતનું કાંઈક વિશેષ સ્પષ્ટીકરણ જોઈએ –
આ લેખ ૧૧ ૭ લાંબી અને ૧ ૪" પહેલી શિલા ઉપર ૪૦ પંક્તિઓમાં કેતરાએલે છે. ભાષા સંસ્કૃત ગદ્ય છે. જમણું બાજુ તરફ પત્થરને ઉપરનો ભાગ તુટી જવાથી તેમજ ડાબી બાજુએ નીચેનો ભાગ પણ ખરી જવાથી ઘણીક લાઈને અપૂર્ણ જ હાથ લાગી છે. તે પણ જેટલે ભાગ અક્ષત છે તેના ઉપરથી લેખને સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે.
પ્રથમ પંકિતમાંના જતા રહેલા ભાગમાં મિતિના માટે વિક્રમ સંવત આપેલ હતું જે બીજી પંકિતમાં શરૂઆતમાં આપેલા ૧૫૯ ના શક સંવત ઉપરથી, ૧૬૪૪ હાય તેમ નિશ્ચિત જણાય છે. ( શક સંવમાં ૧૩૫ ઉમેરવાથી વિક્રમ સંવત્ આવે છે તે હિસાબે ૧૫૦૦ +૧૩=૧૬૪૪; ઈ. સ. ૧૫૮૭ )
ત્રીજી પંકિતથી ૧૦ મી પંકિત સુધી, અકબર બાદશાહ, કે જેના રાજ્યમાં આ લેખ અને એમાં વર્ણવેલું મંદિર તૈયાર થયું હતું તેની પ્રશંસા આપેલી છે. એ પ્રશંસામાં, હીરવિજયસૂરિની મુલાખાત લઈ તેમના મનને સંતુષ્ટ કરવા માટે જીવરક્ષા સંબંધી જે ફરમાન તેણે બહાર પડયા હતા તેમને પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવમી પંકિતમાં વિદ્યમાન રહેલા પાઠ ઉપરથી જણાય છે કે
૬૮૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૭૨ )
[ વૈરાટને લેખ. નં. ૩૭૮.
રહેલા
એ પ્રમાણે તે ઉલ્લેખ
અકબર બાદશાહે વર્ષ ભરમાં બધા મળી ૧૦૬ (gધરાત) દિવસ જીવહિંસા નહિં કરવા માટે ફરમાન કર્યું હતું. એ ૧૦૬ દિવસમાંથી ૪૦ દિવસ તે બાદશાહના જન્મમાસ સંબંધી હતા અને ૪૮ સાલ ભરના બધા રવિવારના દિવસે હતા. બાકી રહેલા દિવસોમાં જન ધર્મના પર્યુષણ પર્વના દિવસે (કે જે બીજા અનેક લેખ પ્રમાણે ૧૨ ની સંખ્યાવાળા હતા) વિગેરે હતા. તેના પછી “વઈરાટ નગર” ને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બારમી પંકિતના પ્રારંભમાં લખ્યા પ્રમાણે એ વઈરાટ નગરમાં તાંબા અને ગેરૂ આદિની અનેક ખાણ હતી આ કથનને અબુલફજલની આઈન–એ–અકબરીને પણ ટેકે મળે છે. તેમાં પણ બૈરાટમાં તાંબાની અનેક ખાણો હોવાનું લખેલું છે. શ્રીયુત ભાંડારકરના લખવા પ્રમાણે “આ ગામ તથા એની આસપાસની જગ્યાઓ હજી સુધી ધાતુના કચરાથી ઢંકાએલી છે.”
આ કથન પછી મંદિર નિર્માતાની વંશાવળી આપી છે જે ખંડિત થઈ જવાના લીધે પૂરી જાણી શકાતા નથી. પરંતુ એટલું સ્પષ્ટ જણાય છે કે તેની જ્ઞાતિ શ્રીમાલી અને ગેત્ર રોકાણ હતું. તેમજ તેના પૂર્વજેમાં પ્રથમ પ્રસિદ્ધ પુરૂષ સં. નાહ્યા નામે થશે. હાલા પછીના એક બે નામે જતાં રહ્યાં છે જે ઘણું કરીને તેની સ્ત્રી અને પુત્રનાં હશે. ચિદમી પંક્તિની આદિમાં એક દેલ્હી નામની સ્ત્રીનું નામ વંચાય છે. પછીની વંશાવલી આ પ્રમાણે છે –તેને પુત્ર સં. ઈસર–સ્ત્રી ઝબકુ; તેમને પુત્ર સં. રતનપાલ-સ્ત્રી મેદાઈ તેમનો પુત્ર સં. દેવદત્ત-સ્ત્રી ધખૂ, તેમને સં. ભારમલ થયે. આ ભારમલને બાદશાહે કાંઈ આપ્યું જેને ઉલ્લેખ ૧૩ મી પંકિતના નષ્ટભાગમાં કરેલ હતું. ૧૪ મી પંકિતના પ્રારંભ પ્રમાણે જણાય છે કે ટોડરમલે તેને સારા માનપૂર્વક ઘણા ગામને કારભાર કરનાર એક મેટે અધિકારી બનાવ્યું હતું. તે પછી, એ સં. ભારમલને પુત્ર ઇન્દ્રરાજ અને તેના કુટુંબનાં નામ આપ્યાં છે, જે આ પ્રમાણે છે--
૬૮૨
Page #5
--------------------------------------------------------------------------
________________
થરાદના ખાન, % ]
(૨૩)
અવલોકન
સં. ભારમલ–સ્ત્રી....
* શિક, સં. અજયરાજ સં. સ્વામીદાસ. (૯ી એ-જપની, ઇમા) (સ્પીરીનાં ૨ નગીન), સ્ત્રી ...કાં. સ, તુજ. . ચૂહડમલ્લ સં. વિમલદાસ સંજગજીવન, સ્ત્રી મતાં,
-
સં. કચરા,
આના પછી (પં. ૧૮ થી) જણાવવામાં આવે છે કે–વઈરાટ નગરને અધિકાર ભોગવતા ઈન્દ્રરાજે પિતાને ઉકત કુટુંબ સાથે કલ્યાણાર્ય ઘણું ધન ખર્ચને ઈન્દ્રવિહાર ઉર્ફ મહદયપ્રાસાદ નામનું મંદિર બનાવ્યું, જેમાં મૂલનાયક તરીકે વિમલનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપિત કરી. એ મંદિરમાં બીજી પણ અનેક પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી. જેમાંની આ મુખ્ય હતી-પિતાના પિતાના નામથી પાષાણમય પાર્શ્વનાથની મૂતિ, ખાસ પોતાના નામથી પિત્તલમય ચંદ્રપ્રભની મૂર્તિ અને ભાઈ અજ્યરાજના નામથી ઝષભદેવની મૂતિ,
આ પછી લેખમાં, પ્રતિષ્ઠા કરનાર આચાર્ય હીરવિજસૂરિનું વર્ણન આપ્યું છે, જેમાં એ આચાર્યો પિતાના જીવનમાં જે જે વિશેષ યા મહાન કાર્યો કર્યાં તેમને સંક્ષિપ્ત રીતે ઉલ્લેખ કરે છે. એ ઉલ્લેખમાં અકબર બાદશાહ સાથેની મુલાકાતનું પણ સૂચન છે જ. ૩૧ થી તે ૩૮ સુધીની પંક્તિઓમાં, એ મહાન આચાર્યના શિષ્ય મહાપાધ્યાય કલ્યાણવિજયની પ્રસંશા છે કે જેમના હાથે આ પ્રતિષ્ઠા કાર્ય કરાવવામાં આવ્યું. છેવટે આ પ્રશસ્તિ બનાવનાર પં. લાભવિજય ગણિ, લખનાર પ. સેમકુશલ ગણિ અને ભઈરવ પુત્ર મસરફ ભગતું મહવાલ (જે ઘણું કરીને કેતરનાર હશે) નું નામ આપી લેખ પૂર્ણ કરવામાં આવ્યું છે,
( ૩૫
૬૮૩
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨
)
[ ધરાટને લેખ નં. ૩૭૯
- હીરવિજ્યસૂરિના જીવનવૃત્તાંત સંબંધી લખાએલા પ્રાયઃ દરેક ગ્રંથમાં વઈરાટના આ ઈન્દ્રરાજનું નામ તથા તેણે કરેલા પ્રતિષ્ઠા મહત્સવને ઉલ્લેખ કરે છે. તેમાંથી પ્રસ્તુતમાં ઉપયુકત જણાતી હકીકત અહીં આપેલી ઉપયેગી થઈ પડશે.
પંડિત દેવવિમલગણિ રચિત હૃૌમાન્ય મરાક્રાન્ચના અવેલેકનથી જણાય છે કે ઉકત આચાર્યવયે અકબર બાદશાહની મુલાકાત લઈ આગરાથી પાછા ગુજરાત તરફ આવતાં રસ્તામાં નાગાર (જોધપુર રાજ્યમાં) ચાતુર્માસ (સંવત્ ૧૬૪૩) રહ્યા. ચોમાસું ઉતર્યા બાદ ત્યાંથી વિહાર કરીને પિપાઢ નામના ગામમાં આવ્યા. ત્યાં વઈરાટથી ઈન્દ્રરાજના પ્રધાન-પુરૂષે આવ્યા અને આચાર્યજીને વઈરાટ આવીને ઈન્દ્રરાજે નવીન બંધાવેલા જિનમંદિરની પ્રતિષ્ઠા કરવા વિજ્ઞપ્તિ કરી. સૂરિએ પિતે તે વઈરાટ આવવા ના કહી પરંતુ પિતાના પ્રભાવિક શિષ્ય નામે મહોપાધ્યાય કલ્યાણવિજયજીને ત્યાં જવાની આજ્ઞા કરી. તે મુજબ ઉપાધ્યાય પિતાના શિષ્ય પરિવાર સાથે પિપાઢથી વિહાર કરી વઈરાટ ગયા અને ત્યાં ઇન્દ્રરાજના આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા મહત્સવ ઈન્દ્રરાજે ઘણુ ઠાઠપૂવક કર્યો. હાથી, ઘેડા, કપડાં, ઘરેણાં, ભેજન અને ચાંદી સોનાના સિક્કાઓનાં દાન કરી અથજનેનું દારિદ્રય દૂર કર્યું. એકંદર આ કાર્યમાં ઇન્દ્રરાજે ૪૦ હજાર રૂપિઆને ખર્ચ કર १ ग्रामाश्वद्विपताम्रखान्यधिपतिः सामन्तबद्योऽजनि
श्रीमालान्वयभारमल्लतनयः श्रीइन्द्रराजस्तदा। आह्वातुं सुगुरून्स्वकीयसचिवास्तेनाथ संप्रेषिताः
प्रासादे निजकारिते भगवतां मूर्तिप्रतिष्ठाकृते ॥ २१४-६१ । २-रत्नस्वर्णसुवर्णकोपलमयाप्ता प्रतिष्ठाक्षणे
हस्त्यश्वांशुकभूषणाशनमुखानेकप्रकारैस्तदा । भोजेनेव पुनर्गृहीतवपुषा विश्वार्थिदौस्थ्यच्छिदे चत्वारिंशदनेन रूपकसहस्राणि व्ययीचक्रिरे ॥
ફીસમા; ૪–૨૬૨ !
૬૮૪
Page #7
--------------------------------------------------------------------------
________________ ~~~~~ ~ ~~~~-~ રાજગૃહનો લેખ. નં. 280 ] (275) , અવલોકન ~ ~~~~~~ ~~~~~~~~~~~~~ હીરવિજ્યસૂરિના પટ્ટધર આચાર્ય વિજ્યસેનને પરમભકત ખંભાત નિવાસી કવિ ઋષભદાસ પણ “હીરસૂરિરાસમાં આ પ્રસંગ માટે ઉપર પ્રમાણે જ વર્ણન આપે છે. મહેપાધ્યાય કલ્યાણવિજ્યના શિષ્ય જયવિજયે સંવત્ 1655 માં કલ્યાણવિજયરાસ રચ્યો છે (આ વખતે કલ્યાણવિજય વિદ્યમાનજ હતા એ ધ્યાનમાં રાખવા લાયક છે), તેમાં પણ આ પ્રતિષ્ઠાકાયની વિસ્તારથી નેધ લેવામાં આવી છે. આ પ્રશસ્તિની રચના કરનાર પ. લાભવિજય ગણિ તે કલ્યાણવિજય ઉપાધ્યાયના એક પ્રમુખ વિદ્વાન શિષ્ય હતા, અને સુપ્રસિદ્ધ જૈન તાર્કિક અને મહાન લેખક યશેવિ ઉપાધ્યાયના ગુરૂપ. ન્યાયવિજયના ગુરૂ હતા.